________________
પગસુધા
૧૧૭ ૧૧૨
અગાસ, તા. ૧૬-૯-૩૭ તત ૩ સત
ભાદરવા સુદ ૧૧, ગુરુ, ૧૯૯૩ ધર્મ તે વસ્તુ-સ્વભાવ એટલે આત્મસ્વભાવ છે, તે જ્ઞાનીએ જાણે છે, તે આપણે જાણ છે. આ કાળમાં જાણી શકાય તેમ છે માટે જેણે જાણે છે તે પરમકૃપાળુદેવનાં વચનામૃત અનુસાર તે જાણવા આપણે એકત્ર થઈએ છીએ, ભક્તિ કરીએ છીએ, મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ આદિ ભાવના ભાવી બનતા સઆચાર, દાન, શીલ, ત૫ વડે આત્મભાવ અર્થે પુરુષાર્થ કરીએ છીએ. આટલે લક્ષ રાખી પરમકૃપાળુદેવને શરણે પ્રમાદ તજ પુરુષાર્થ કરીશું તો આપણને જરૂર સફળતા મળશે. આ મૂળ લક્ષમાં વિઘકર્તા ભાવો દૂર કરવા પણ પ્રયત્ન કર્તવ્ય છે. કલાજ, દુરાચાર, સાત વ્યસન, નિંદા, કુસંપ, ઈર્ષો આદિ દે તજવા ઉપરાંત અમુકને જ્ઞાની માની લેવાની ઉતાવળિયા વૃત્તિ પણ જીવને અવળે માર્ગે ચઢાવી મૂળમાર્ગથી દૂર રાખે છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ અત્યંત દઢતાથી કહ્યું છે કે પરમકૃપાળુદેવની આજ્ઞા સંતના કહેવાથી જે માન્ય કરશે તેનું અવશ્ય કલ્યાણ થશે. આમ સાચે હીરો પરખીને તેમણે આપણને આપે તે હવે બીજા સંબંધી કલ્પના કરવાની પંચાતમાં પડવાની આપણે શી જરૂર છે? પરમકૃપાળુદેવ જ્ઞાની છે અને જ્ઞાનીના આરાધનથી જ્ઞાન થાય છે એટલે લક્ષ રાખી “એક મત આપડી ને ઊભે માર્ગે તાપડી” એ ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા તેમ હવે તે વૈરાગ્ય ઉપશમરૂપ યોગ્યતા મેળવવા મંડી પડવું યોગ્ય છે. પૂ..એ લખેલા લાંબાં લાંબાં વિશેષણે વાંચી-વિચારી તેવા થવાની ભાવના મેં રાખી છે, પણ વર્તમાનમાં તેવી મારી દશા નથી. માટે પરમકૃપાળુની ભક્તિમાં તેટલું લખ્યું હોત તો કેવું સારું એવું લાગવાથી ઉપરની સૂચના આપણે સર્વેને સમજવા યોગ્ય ધારી લખ્યું છે, તે લક્ષમાં લેશે તે ઉપકાર માનીશ. આપણી મતિથી માની લેવા કરતાં જ્ઞાનીએ જાણ્યું હોય તે સત્ય છે એ ભાવ ઉપર રહેવા ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને ઘણું બધ થતે તે લક્ષમાં રાખી ગમે ત્યાં બાઝી પડવાની ટેવ દૂર કરી પરમકૃપાળુને ઉપાસવા.
તા. ક. : આપની માન્યતાને કંઈ આઘાત જેવું લાગે તે પણ આ પત્રમાં લખ્યું છે તે વારંવાર વિચારી એક પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ કરવાની વિનંતી આત્મહિતકારી છે તે લક્ષમાં લેવાથી લાભ થશે.
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૧૩
અગાસ, તા. ૩૦-૯-૩૭ તત સત
ભાદરવા વદ ૧૧, ગુરુ, ૧૯૯૩ “ઉપમિતિભવપ્રપંચ વાંચવા વિચાર રહે છે તે પુસ્તક પરમકૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ મૂકી નમસ્કાર કરી વાંચવાની આજ્ઞા લઈ વાંચવાનું કરશોજી. દ્રમક ભિખારીનું દષ્ટાંત પ્રસ્તાવનારૂપ પહેલા ભાગમાં આવે છે તે બહુ વિચાર કરી સમજવા ગ્ય છે. આપણને
પુરુષની કૃપાથી જે સામગ્રી મળી આવી છે તેને સદુપયોગ કરી આત્મશ્રદ્ધા કરવામાં આપણને શું શું વિઘો નડે છે તેને યથાર્થ ખ્યાલ તે કથાનકની શરૂઆતમાં જણાવી તેને ઉપનય - દૃષ્ટાંત શું સમજાવવા લખ્યું છે તેનું વિવેચન પણ ગ્રંથકારે આપ્યું છે. તેમાં