________________
૧૧૬
બેધામૃત તે વૃત્તિઓ વશ થાય તેમ નથી. વૃત્તિની છેતરામણી ન થાય તે તરફ મુમુક્ષુ જીવ ખાસ લક્ષ રાખે છે. છૂટવું, છૂટવું, છૂટવું જ જેના અંતરમાં થયું હોય તે કંઈક છૂટવાને ક્રમ લે છે. ખરું છૂટવાનું ભાવથી છે, પણ નિમિત્તાધીન ભાવ હોવાથી નિમિત્તોમાં જે ઉત્તમ નિમિત્તો સમજાય તે ગ્રહવાની બુદ્ધિ, બુદ્ધિવાન સ્વીકારે છે. ઉદયને આગળ કરીને મુમુક્ષુ ન વર્તે, પણ પુરુષાર્થને પ્રથમ રાખે. પછી ન બને તે તે પ્રારબ્ધ કે ઉદયને દેષ માને.
અગાસ, તા. ૧૫-૯-૩૭. તત ૐ સત્
ભાદરવા સુદ ૧૦, બુધ, ૧૯૯૩ આપને પત્ર પ્રાપ્ત થયો છેજ. આપના પિતાશ્રીની તબિયત બહુ બીમાર રહે છે એમ આપના પત્રમાં છે. તેમને શરીરસેવા ઉપરાંત સ્મરણ સંભળાવવાની ભાવસેવામાં પણ તત્પર રહેવા વિનંતી છે. કોઈ પણ ધર્મેચ્છક વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, રોગી હોય તેની સેવા, ભક્તિ, ધર્મસહાય આપવા ભગવાનની આજ્ઞા છે. તેવા પ્રસંગે પિતાથી બને તેટલી સેવા ન કરે, શક્તિ ગોપવે અથવા બીજા કામને અગત્યનાં ગણી સેવાના કામને જે તજી દે છે, તે ભગવાનની આજ્ઞાનો ભંગ કરે છે એમ શ્રી ભગવતી આરાધના આદિ ધર્મગ્રંથોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. તેવા પ્રસંગે આપણું આત્માને પણ હિતકારી છે એમ જાણી તેમાં કાળજી રાખવી ઘટે છે. શ્રી રામચંદ્ર એક બળદને મરણપ્રસંગે કાનમાં મંત્ર સંભળાવ્યું હતું તેથી તેની દેવગતિ થઈ હતી.
માંદગીના પ્રસંગમાં માંદા માણસની વૃત્તિ ઘર-કુટુંબ આદિમાં ન રહે તેવી વૈરાગ્યની વાત પિતાથી થાય તે તે, નહીં તે સમાધિસપાન આદિમાંથી અનિત્યાદિ બાર ભાવના વાંચી સંભળાવવાથી દેહ, સંસાર અને લેગ પ્રત્યે વૈરાગ્ય ઊપજે અને પરમકૃપાળુદેવનું શરણ દઢ થાય તેમ કર્તવ્ય છે. આપણને પણ તે પ્રસંગ વૈરાગ્યપ્રેરક બને છે. માટે બને તેટલા સારા સંસ્કારમાં તેમનું ચિત્ત રહે તેમ કરવા ભલામણ છે. બીજું કંઈ ન બને તે મંત્ર વારંવાર કાનમાં પશે તે પણ મહા હિતકારી છે. શિવભૂતિ મુનિએ માત્ર “મા રુષ, મા તુષ મંત્રથી કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું હતું. સપુરુષના એકેક વાકયમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે, તે વિશ્વાસ રાખી ભાવપૂર્વક સ્વપરનું હિત તેમાં છે એમ ગણી સેવાચાકરીમાં તત્પર રહેવાથી સર્વ સેવા કરનારાઓને લાભ થશે.
“જ્યાં જ્યાં જે જે ગ્ય છે, તહાં સમજવું તેહ
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” તા ક–સ્યાદ્વાદમાર્ગ અલૌકિક છે. સત્સંગ તે સદૈવ કર્તવ્ય છે, પણ સેવા વગેરેના કેઈક વખત મળતા પ્રસંગે પ્રાપ્ત થાય તે વખતે તે ફરજ બજાવવામાં તત્પર થવું ગ્ય છે અને સત્સંગની ભાવના વર્ધમાન થાય તેમ વર્તવા ગ્ય છે. પિતાને તકલીફ પડે કે શરીરની વ્યાધિને લઈને મન પાછું પડતું હોય તે તેને સમજાવીને બળવાન બનાવવું અને દેહાધ્યાસ ઓછો કરે છે તે આ પ્રસંગે બને તેમ છે એમ વિચારી પિતાશ્રીની સેવા કરશોજી.
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ