________________
૧૦૯
પગસુધા
૧૧૫
અગાસ, તા. ૧૫-૯-૩૭ તત્ ૐ સત્
ભાદરવા સુદ ૧૦, બુધ, ૧૯૯૩ પર્યુષણ પર્વ બહુ રૂડી રીતે ઊજવાયું છેજી. પરમકૃપાળુદેવની કૃપાથી આશ્રમમાં તે જ પર્યુષણ જેવી જ ભક્તિ થયા કરે છે. જે જે મહાભાગ્યશાળી જીને ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીનાં દર્શન થયાં છે, સમાગમ થયો છે, બોધને લાભ મળે છે, મંત્ર આદિ આજ્ઞા જેમને મળી છે તે સર્વ ભાગ્યશાળી જીવાત્માઓ જ્યાં હોય ત્યાં પણ તે આજ્ઞા ઉઠાવી ધર્મવૃત્તિ રાખી જીવે છે તે સર્વનું કલ્યાણ થવાનું છે એમાં સંશય નથી. અવાય ન અવાય તે પ્રારબ્ધ આધીન છે પરંતુ દરરોજ નિત્ય નિયમ ચૂકવા ગ્ય નથી. વીસ દોહરા, ક્ષમાપનાને પાઠ, યમનિયમ, છપદને પત્ર, આત્મસિદ્ધિશાસ્ત્ર, સ્મરણમંત્રની માળાઓ એમાંથી જેટલું બને તેટલું કરી લઈ જતે દિવસ સફળ બનાવ એ આપણી ભક્તજનની ફરજ છે. જેમ ટીપે ટીપે વરસાદ વરસે છે તેનું પાણી એકઠું થઈ નદીમાં જાય છે, તેમાંથી નહેરો કાઢીને ખેતરમાં પણ પાણી પાવાની ગોઠવણ કઈ જગાએ હોય છે, ત્યાં તે પાણીથી વરસાદ ન આવતો હોય તેવી તુમાં ખેતી થાય છે ને તેટલું પાણી કામમાં આવે છે. બાકી કાંઠા ઉપરનાં ગામોને નાહવા, છેવા કે પીવાના કામમાં આવે છે. બાકીનું પાણી દરિયામાં જઈને ખારું થઈ જાય છે, તેમ ક્ષણે ક્ષણે આયુષ્યની પળે પાણીનાં ટીપાંની પેઠે વરસ્યા કરે છે અને વરસેનાં વરસે વહ્યાં જાય છે, પણ જેટલે કાળ ધર્મને માટે ગાળે તેટલો કામને છે. બાકીને કાળ સંસારના કામમાં કે ઊંઘમાં જાય છે તે બધે કાળ દરિયામાં નદી ભળી ખારી થઈ જાય તે નકામો છે. થથાં ખાંડવાથી દાણું ન મળે તેમ આયુષ્ય નકામા કામમાં ગાળવા યોગ્ય નથી. બને તેટલે કાળ ભક્તિભજનમાં ગાળીશું, પુરુષને સંભારીશું તેટલો કાળ લેખાને છે. એ જ.
રક શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૧૦
અગાસ, તા. ૧૫-૯-૩૭ તત ૩ૐ સત
ભાદરવા સુદ ૧૦, બુધ, ૧૯૯૩ અનંત ગુણનાં બીજ સમ, સમ્યક દર્શન સાર; વારંવાર વિચારીને, હૃદય વિષે દઢ ધાર, ચિંતામણિ પથ્થર ગણી, તજજે તેને ભાવ;
રાજગુરુ સાચે ગણું, ભર્ડે ત્યા આ દાવ. આપનું કાર્ડ પ્રાપ્ત થયું છે જી. ભાવના સત્સંગની નિરંતર રાખવા ગ્ય છે જ. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ છેલ્લી ભલામણ સત્સંગ કરતા રહેવાની કરી છે તે સર્વે નાનાં-મોટાં, સ્ત્રીપુરુષ સર્વને અમૃત સમાન હિતકારી છે. નિમિત્તાધીન વૃત્તિ હેવાથી સારાં નિમિત્તોને પરિચય બને તેટલો વધારે કર્તવ્ય છે. જે જે પૂર્વનાં બંધનેને લઈને જ્યાં જન્મ થયે છે, જેમની સાથે સંબંધ જોડાયા છે, મારાં મનાય છે તે તે સર્વ દેહાદિક પદાર્થો પ્રત્યે અહંભાવ-મમત્વભાવ સહેજે સ્કુર્યા કરે છે, તે જ આત્માને શત્રુ છે એમ માની તે પ્રત્યે કટાક્ષદષ્ટિ રાખી તેથી બને તેટલા દૂર રહી, અપરિચય રાખી, તે ભાવ મંદ પાડવાને અભ્યાસ કર્યા સિવાય