________________
૧૧૪
બધામૃત એવી જોગવાઈ બની આવે કે તે હું કરું? વિનય, વૈયાવચ્ચ સંબંધી તે ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રી વારંવાર ઠોકી ઠોકીને ઉપદેશ કરતા કે જીવમાં ગ્યતા લાવવા તેની પ્રથમ જરૂર પડશે. “ન તે પરમેશ્વરને ગમ્યો.” એવી કહેવત પણ કહેતા. “વિનય વેરીને વશ કરે” એમ પણ કહેતા. શત્રુના વાસમાં વસવું પડતું હોય તો પણ વિનય તે તેની રક્ષા કરે, એટલું જ નહીં પણ તે ગુણને લીધે શત્રુ પણ મિત્ર બને અને લાભ પામીને જાય. સાચા દિલથી મૈત્રીભાવનાની ભાવના થાય તે વાઘ, સિંહ આદિ ક્રર પ્રાણીઓ પણ ફરતા ભૂલી પ્રેમ કરતાં ગેલ કરવા લાગે, તે મનુષ્યનાં દિલ ફરી જાય એમાં શું આશ્ચર્ય છે? આ બધે કષાય દૂર થયાને પ્રભાવ છે. કષાય આત્માને મલિન કરે છે. તે કષાય –મેલ ઓછો થાય તેટલો આત્મા નિર્મળ અને શાંત રસમય સુખને અનુભવનારે થાય. આ બધું વગર પૈસા ખર્ચે, વગર પરિશ્રમ વેચે, ભાવ પલટાવતાં બની શકે છે. તે ક્યારે કરીશું? કાળને ભરેસે નથી, લીધે કે લેશે એમ થઈ રહ્યું છે, તે આ જીવ કયા કાળને ભજે છે? તે વિચારી આત્મહિતને માટે આપણે બધાએ વિશેષ વિશેષ કાળજી લેતા રહેવાય તેમ કર્તવ્ય છે. વિશેષ શું લખવું? હવે તે કરવા માંડવાનું છે. ઘણું સાંભળ્યું છે તેમાંથી કંઈને કંઈ કરવા લાગીશું તે કંઈ ઠેકાણું પડશે.
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૦૮
અગાસ, તા. ૧૪-૯-૩૭ તત સત
ભાદરવા સુદ ૯, મંગળ, ૧૯૯૭ ક્વીતરાગ શાસન વિશે, વીતરાગતા હોય.” વીતરાગતા કહેતાં કષાયને અભાવ. તે વિષયકષાયને ઝેર જાણું બાળી-ઝાળી દહાડે પવાડો કરી વહ્યા જવા જેવું છે, શત્રુવટ તે પ્રત્યે રાખીને વર્તવું વગેરે જે બેધ પરમકૃપાળુદેવે ખેડામાં કર્યો હતો તે પ્રમાણે પ્રવર્તીને શ્રી પ્રભુશ્રીજીએ તે આત્મકલ્યાણ કર્યું અને આપણે પણ તે જ શત્રુઓ – વિષયકષાયે જીતીશું ત્યારે જ સન્માર્ગમાં સ્થિતિ પ્રાપ્ત કરી શકીશું એ લક્ષમાં રાખી બને તેટલા વિષયકષાય ઓછા કરી આ સ્પેશિત આત્માને શાંતિનું ફળ દાન કરવા યેગ્ય છે. ભલેશે વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવપાર.” એમ શ્રી યશોવિજયજીએ પણ સ્તવનમાં ગાયું છે તે હવે કષાયક્લેશ ઓછો થાય અને પરમકૃપાળુદેવે જે નિરાબાધ આત્મસમાધિસુખ પ્રાપ્ત કર્યું તે ક્યારે કેવા પ્રકારે પ્રાપ્ત કરી શકીશું? તેવી ભાવના કરી યથાશક્તિ કષાયલેશ ટાળવા પ્રયત્ન કરીશું તે સાચા કારણુના અવલંબને સત્ય ફળની પ્રાપ્તિ થયા વિના નહીં રહે, એ ચોક્કસ છે. ખામી હોય તે આ જીવના દઢ નિશ્ચયની અને પુરુષાર્થની છે. સત્પરએ કહેવામાં કંઈ બાકી રાખ્યું નથી. આ જીવે તેવી રુચિ પ્રગટાવી તે પ્રમાણે પ્રવર્તવાનું કર્યું નથી એટલે તે ફળને સ્વાદ ક્યાંથી આવે? પણું વહેલુમડું પણ જ્ઞાનીનું કહેલું ભાગ્યે જ મોક્ષનું કારણ પ્રગટશે. એમ દઢ કરી તે ભાવના કરવાથી તે પ્રમાણે પ્રવર્તવાનું પણ બળ મળી રહેશે એમ ખાતરી છે. ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે તારી વારે વાર, મેદાનમાં તલવાર પડી છે મારે તેના બાપની. એક મરણિયે સેને ભારે થઈ પડે છે. કરવું તે પડશે જ.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ