________________
૧૧૩
પત્રસુધા સાધન સ્મરણમંત્રની વિશેષ ઉપાસના કર્તવ્ય છે. કારણ બદલ્યા સિવાય કાર્ય બદલાતું નથી. તેથી અનાદિકાળથી જે પ્રેમવડે સંસારપરિભ્રમણ થયા કર્યું છે તે પ્રેમ પલટાવી સંસારથી છુટાય તેમ તે પ્રેમ વાપરવા હવે ચીવટ રાખવી ઘટે છેજી. વાછરડું ઘેર હાય તાપણુ ગાયને ચરવા ખેતરામાં જવું પડે છે, પણ મન-ભાવ-પ્રેમ વાછરડા પ્રત્યે હાય છે. તેથી તે વારંવાર ચરતાં ચરતાં તેને સાંભરી આવે છે ને ઊંચું ડાકું કરી ખરાડે છે, તેમ કામ કરતાં જતાં પણ આપણા ભાવ-પ્રેમ પરમકૃપાળુદેવ તરફ, તેણે આપેલા સ્મરણમાં રહે અને તે વારંવાર સાંભરી આવે તેવી ટેવ પાડી મૂકવા ચેાગ્ય છે. કાઈ કહે કે વારંવાર મંત્ર એલ એલ કરે તેા ખાટું દેખાય, કોઈને ગમે ન ગમે, માટે એલ એલ કરવું ઠીક નહીં, પણ તેવી વાત મનમાં આણી પ્રમાદ સેવવા ચેગ્ય નથી. ભલેને કાઈ કહે એ તે ગાંડીએ થઈ ગયા છે, ગાંડા ગણે તાપણુ તે લત મૂકવા યગ્ય નથી. મેાઢાને તે મંત્રનું કામ સોંપી મૂક્યું હોય તે મન પણ જરા નવરું પડે ત્યારે માઢાથી મંત્ર મેલાતા હાય તેમાં લક્ષ રાખે. ભલે મન બીજે હાય અને મેઢે મંત્ર ખેલાતા હાય તાપણુ કંઈ ન કરવા કરતાં તે પુરુષાર્થ સારા છે. મનને તેમાં પ્રવેશ થવાનેા તે પુરુષાર્થમાં અવકાશ છે. પણ જો કંઈ નહીં કરતા રહીએ તેા વચન પણ કાંનું કત્યાં પ્રવર્તે અને મન તેા ઠેકાણા—વનું ભટકતું જ હાય, માટે એક વખત તેા ટેવ પડતા સુધી ગાંડાની પેઠે બેસતાં, ઊઠતાં, કામ કરતાં સહજાત્મસ્વરૂપ પરમગુરુ,સહાત્મસ્વરૂપ પરમગુરુ” ખેલ્યા કરવાની આદત પાડી દેવી ઘટે છે. કરવા ધાર્યું હાય તેા બને તેવું છે. એથી ઘણા અલેખે જતા વખત લેખામાં આવી જાય.
“જ્યાં જ્યાં જે જે ચેાગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.'
જ્યાં જ્યાં જે જે પ્રકાર આત્માને હિતકારી જણાય તે તે પ્રકાર ગ્રહણ કરવા અને હિત સાધી લેવું. કોઈના ખેલ્યા સામું ન જોવું. ક્ષમા, ધીરજ ધારવી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૦૭
અગાસ, તા. ૧૩-૯-૩૭ ભાદરવા સુદ ૮, સામ, ૧૯૯૩
તત્
સત્
........
પૂ. ને હવે શાતા હશે. કાયાને કષ્ટ આપવાનું સાહસ કરે છે, તે હિતકારી છે; તેથી પણ વિશેષ હિતકારી કષાય કૃશ કર્યાંનું ફળ છે. જોકે સત્પુરુષના આશ્રિતને કષાય । કમી કરવાના લક્ષ હાય છે, પણ જે પુરુષાર્થ કરી શકે તેને જ સર્વ કહેતા આવે છે અને ધારે તે તે દિશામાં પુરુષાર્થ કરી શકે. કેમ કે નિશ્ચય જેને મળવાન હેાય તે તે નિશ્ર્ચયના આધારે સર્વત્ર વર્તી શકે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે મુખ્ય અંતરાય હાય તેા તે જીવના અનિશ્ચય છે.” (૮૨૬). જે વસ્તુનું માહાત્મ્ય દિલમાં લાગે, તેને માટે પુરુષાર્થ થાય છે. ખાહ્ય તપમાં શરીર-સંપત્તિની જરૂર પડે છે પણ અત્યંતર તપ–પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યાત્સર્ગ–માં વિશેષ શરીર-સંપત્તિની જરૂર નથી પડતી. બધા ધારે તા કંઈ ને કંઈ કરી શકે, પણ ધારતા નથી તેનું શું કારણ ? જોઈ એ તેવું તેનું માહાત્મ્ય હૃદયમાં હજી ઠહ્યું નથી, મહત્તા લાગી હેાય તેા ન બની શકે તાપણુ ભાવના રહે. કયારે
8