________________
૧૧૨
બાધામૃત
૧૦૫
અગાસ, તા. ૨૪-૮-૧૭ તત ૩ સત
શ્રાવણ વદ ૩, ૧૯૯૩ વયગત વર્ષ વિચારિયે, વીતત લગી ન વાર વીતહિ ઐસે શેષ વય, નહિ તનકે નિરધાર. કલિમેં આયુષ અલ્પ હૈ, વીતત લગે ન વાર
ઇતનેમેં સુખદુઃખ હુકે હર્ષ-શેક કયા ધાર?” જેવો અવસર દેખીએ તે પ્રમાણે વર્તવું. કર્મને પરવશ છીએ ત્યાં સુધી સંયોગને આધીન વર્તવું પડે, પણ ભાવ ઉપર આખો માર્ગ છે. તે ભાવમાં ઓટ આવી તે દાન, પુણ્ય, વ્રત વગેરે પૂરી શકે તેમ નથી. ભાવને અર્થે સારાં નિમિત્તાની જરૂર છે. પણ તેવાં નિમિત્તો માટે બનતે પુરુષાર્થ કરવા છતાં કંઈ ન બને તે પછી તે સારાં નિમિત્ત નથી એ લક્ષ રાખી પુરુષાર્થમાં ખામી ન આવવા દેવી, ચેતતા રહેવું. સારા ભાવની ભાવના ન ભુલાય તે પ્રકારે પ્રવર્તવું.
પરમકૃપાળુદેવનાં વચનામૃત સર્વ શાસ્ત્રના સારરૂપ છે. છેલ્લા પરમકૃપાળુદેવનાં વચન છે તે તે અમૃતતુલ્ય છે. પરિણતિ વિષે પરમકૃપાળુદેવે લખ્યું છેઃ “દ્રવ્યની અવસ્થાંતર પામવાની શક્તિ છે, તે અવસ્થાતરની વિશેષ ધારા તે પરિણતિ.” જડ ચેતન દ્રવ્ય સમયે સમયે બદલાતાં છે તે પરિણામની ધારા અથવા જીવ સંબંધ શુભ, અશુભ અને શુદ્ધ ત્રણ પરિણામ છે. શુદ્ધ તે સમ્યગ્રષ્ટિને હોય છે. બાકીના છને શુભ કે અશુભ પરિણામોને પ્રવાહ રાતદિવસ ચાલતું હોય છે. શુભ પરિણામને પ્રવાહ વહે ત્યારે પુણ્યનું કારણ બને, અશુભ પરિણામને પ્રવાહ વહેતે હોય ત્યારે પાપ બંધાય છે.
વીત્યે કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ;
તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મેક્ષ સ્વભાવ.” આત્મસિદ્ધિમાં આ વાત છે, તે અનાદિની પરિણતિ બદલવા સત્પરુષ પ્રત્યે, તેનાં વચને પ્રત્યે, તે વચનના આશય પ્રત્યે પ્રીતિ-ભક્તિ ઊપજે તે સમાગમ, સદ્ગુરુને એગ કે સત્સંગ કર્તવ્ય છે. સત્યરુષ ને પુરુષના આશ્રિત મેક્ષમાર્ગમાં પ્રવર્તે છે એમ સત્પરુષે કહેલું છે તે આપણે સહુરુષની આજ્ઞાએ પ્રવર્તવાનું કરીશું તેટલું સવળું થશે, છૂટવાના ભાવમાં પ્રવર્તાશે.
નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાહિ; આપ તણે વિશ્વાસ દઢ, ને પરમાદર નાહિ,” એ વિચારી વિશ્વાસ, પરમ આદર અને આજ્ઞા હૃદયમાં અચળ કેમ થાય? તેમાં મારી શી ખામી છે? તે કેવી રીતે દૂર કરી શકાય? વગેરે વિચારણું, સૂરણ જાગશે ત્યારે જીવને માર્ગ મળે છે એમ પરમકૃપાળુદેવ કહે છે.
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૧૩–૯–૩૭ તત ૩૪ સંત
ભાદરવા સુદ ૮, સેમ, ૧૯૯૩ ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયે, છતાં સિદ્ધિ થઈ નહીં.” આ વાકય પુષ્પમાળામાં છે તે વિચારી હવે અનાદિકાળનું પરિભ્રમણ કેમ ટળે? એ વિચારી પુરુષે આપેલ