SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પસુધા ૧૧૧ તે પછી આપણે જેવા હીનપુણ્ય ને સતાવે તેમાં નવાઈ નથી. તેમ છતાં જેને જ્ઞાનીને આશ્રય મળે છે તે સિંહના સંતાન જેવા છે. મોટા ગિરિશિખરવત હાથીના શરીરને દેખીને પણ સિંહના બાળક ડરી ન જાય તેમ જે જિન તું છે પાંશરે રે લોલ, કર્મ તો શે આશરે રે લોલ” એમ ભક્તાત્માઓ બોલી ઊઠ્યા છે. કર્મ અને ધર્મની લડાઈમાં ધર્મને જય થાય છે કારણ કે તે સત્ છે અને સને જ જય સદાય થાય છે. ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજીની દવામાં મોટા દાક્તરે સેવાભાવે તત્પર હતા. પૂ. રતિલાલ જતા-આવતા અને પૂ. શારદાબહેન તે ત્યાં જ પડી રહેલાં, પણ કર્મ આગળ કેઈનું ચાલ્યું નહીં. પણું તેઓશ્રીજીએ એક દિવસે કહેલું કે અમને આ દવાઓ ગમે તેટલી ઉત્તમ હેય પણ તેની શ્રદ્ધા હોય? શ્રદ્ધા તે એક જ્ઞાનીએ નિર્ણય કરેલે, અનુભવેલો, ઉપદેશેલ શુદ્ધ આત્મા તેની જ અટલ રહે છે. તે એક આંગળી ઊંચી કરી વારંવાર પ્રદર્શિત કરતા હતા. એક જ્ઞાનીએ જાણે શુદ્ધ આત્મા જ જાણવા ગ્ય, માનવા ગ્ય, ભાવના કરવા ગ્ય છે, બીજું બધું કર્મ છે, કર્મના ચાળા છે તેથી ગાવા જેવું નથી, ભુલાવ ખાવા ગ્ય નથી. આ મનુષ્યભવમાં અલ્પ આયુષ્યમાં અન્ય ચિંતાઓની બળતરામાં જીવ બળી રહ્યો છે તેમાંથી છોડાવી જ્ઞાની પુરુષની અમૂલ્ય વાણીરૂપ કલ્પતરુની શીતળ છાયાને આશ્રય કર્તવ્ય છે, એ જ ઉત્તમ હવા ખાવાનું સ્થાન આ ભવરોગથી પીડાતા જીવને માટે છે. માટે બળતા ઘરમાંથી જેમ કંઈ ઝટ બહાર નીકળી જાય તેમ સાંસારિક ચિંતાઓ દૂર કરી એક આત્મહિત કરી લેવામાં પુરુષાર્થ કરવા યોગ્ય છે. સુંદરદાસે કહ્યું છે – “સુંદર ચિંતા મત કર, તું કર બ્રહ્મવિચાર; શરીર સૌંપ પ્રારબ્ધÉ, યે લેહા ફૂટે લુહાર.” એવો અભ્યાસ આ ભવમાં કરી લેવા ગ્ય છે. તે જ સાચું પરભવ માટેનું ભાથું છે. સૌ સૌનાં પ્રારબ્ધ લઈને આવેલ છે તેની જેમ ચિંતા કરવી ઘટતી નથી તે જ પ્રકારે આ દેહ પણ પ્રારબ્ધની મૂર્તિ છે તેમાં યથાપ્રારબ્ધ ફેરફાર થયા કરે છે અને આખરે જડની જાતિ છે તેથી તે તેનું પિત પ્રકાશશે; એટલે સડવું પડવું એને સ્વભાવ છે તે અન્યથા કઈ કરી શકે તેમ નથી. પણ જ્યાં સુધી એ નાશવંત દેહને સંબંધ છે ત્યાં સુધી અવિનાશી એવા આત્માની દઢ શ્રદ્ધા કરી તેમાં જ વૃત્તિ વળગી રહે તે પુરુષાર્થ થઈ શકવા યોગ્ય છે. તે મુખ્ય કાર્યને હવે ગણુ કરવું ઘટતું નથી. શરીરના ઉપચાર કરવા, દવા કરવી, પણ શા અર્થે? આત્મહિતનું તે સાધન છે એમ જાણું પુરુષાર્થ – પ્રયત્ન કરો. બાકી બીજું કંઈ આપણા હાથમાં નથી. માન્યતામાં તે તે શરીર નાશવંત, સંગી અને પરપદાર્થ છે અને આત્મા અમર, મૂળ પદાર્થ, અરૂપી અને ચૈતન્યના અનંત ચતુષ્ટયાદિ ધર્મયુક્ત છે, પરમાનંદરૂપ છે તે શ્રદ્ધા મરણ સુધી ટકાવી રાખવા યોગ્ય છે. પુરુષને થયેલે સમાગમ, બંધ, તેમને ઉપકાર વારંવાર સ્મૃતિમાં લાવી આત્મહિત સાધવાની ભલામણું છે”. ૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy