________________
.
૫ગસુધા
૧૨૧ દાયક નામે છે ઘણા, પણ તું સાયર તે કૃપા હે;
તે બહુ ખજવા તગતગે, તું દિનકર તેજસ્વરૂપ છે. શ્રી શીતળ” ખામી આપણા પુરુષાર્થની છે, નહીં તે પ. પૂ. પ્રભુશ્રી તે કહેતા હતા કે સ્મરણમંત્ર આપે છે તે આત્મા જ આપે છે. વિશ્વાસ અને પુરુષાર્થ વધારવાની જરૂર છે. તે ખામી પૂરી થયે કોઈને પૂછવા નહીં જવું પડે. વૃત્તિ બાહ્ય ફરે છે તે વાળી કેવળ અંતર્મુખ થવાને જ્ઞાનીને માર્ગ હવે તો ઉપાસી સમાધિમરણની ભાવના વધતી રહે તેમ દરરોજ મરણને સંભારી વૈરાગ્ય ભક્તિની વૃદ્ધિ કરવાનું ચૂકવું નહીં. સુજ્ઞને વિશેષ શું જણાવવું?
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૧૭ અગાસ, કાર્તિક વદ ૦)), ગુરુ, ૧૯૯૪ આતમસાખે ધર્મ જે, તિહાં જનનું શું કામ? જનમનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ. દૂર રહીને વિષયથી, કીજે શ્રુત અભ્યાસ;
સંગતિ કીજે સંતની, હુઈએ તેહના દાસ.” –શ્રી યશોવિજયજી પરમકૃપાળુદેવનાં વચને હવે આપણું સર્વને પરમ ઉપકારી અને માર્ગદર્શક છે. તે પ્રત્યે જેટલી ચિત્તની વૃત્તિ વિશેષ તન્મય થશે, તેટલે આનંદ અને જાગૃતિ મળતાં રહેશે એ તે નિઃસંશય છે. ઉપકારી પુરુષના ઉપકારની વિશેષ સ્મૃતિ આપણને તેના આશયમાં પ્રવર્તાવે એ પ્રાર્થના છે.
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૧૮
અગાસ, તા. ૧૮-૧૨-૩૭
દોડ દવા કરવા કરું, ઢીલ ધર્મમાં થાય,.
મહા મેહ મુઝવે મને, સ્વામી કરે સહાય.” – દેવદર્શન ભક્તિનાં નિમિત્તો બનતે વિશેષ લાભ લેવાથી ભાવ જાગ્રત થવાનું તે ઉત્તમ નિમિત્ત છે. બાકી તે જેટલી જીવમાં આત્મકલ્યાણ કરવાની ભાવના જાગી હશે તેટલે પુરુષાર્થ તે કલ્યાણ સાધવા જીવ વગર કો ક્યાં હશે ત્યાં ગમે તે પ્રકારની મુશ્કેલીઓ વેઠીને પણ કરતે રહેશે. સત્સંગના અભાવે કલ્યાણ કરવાની વૃત્તિ મળી પડવા સંભવ છે કારણ કે અનાદિકાળને બાહ્ય દેહાદિકના સુખદુઃખમાં ગૂંચાઈ રહેવાને જીવને અભ્યાસ છે તે પાછા જીવને તેવાં નિમિત્તો મળતાં ઘેરી લે છે, માટે પુરુષના વિયેગમાં સત્પરુષે અનંત કૃપા કરી દર્શાવેલા આત્મકલ્યાણના સાધનરૂપ તેની આજ્ઞામાં કે તેનાં વચનેમાં વૃત્તિ રાખી તેને માટે પુરુષાર્થ કરવાનો નિયમ રાખે તે વિપરીત પ્રસંગોમાંથી બચી જવાય, ભાવના વર્ધમાન થાય અને ઉત્તમ નિમિત્તોમાં જોડાવાનું બળ મળે અને આત્મવીર્ય કંઈક ફેરવી જીવ આગળ આવે. “કર્યા વગર કંઈ નહીં થાય, કરવું પડશે” એમ ૫. ઉ. ૫. પૂ. પ્રભુત્રીજી વારંવાર કહેતા હતા. તે સ્મૃતિમાં લાવી આત્મહિત માટે પુરુષાર્થ કરવાનું બળ વધારતા રહેશે. કંઈ ન બને તે પણ ભાવ તે તે જ કરવાને રાખવાડ્યુ છે અને તે સિવાય જે જે હું કરું છું તે