________________
૧૦૮
બેધામૃત પ્રશ્નોને નિકાલ જેને સહજ થઈ જાય છે એવા મોક્ષમાર્ગે ચાલતા બુદ્ધિશાળી સ્વ-પરને ઉપકારી મહાપુરુષ પરમકૃપાળુદેવ જેવા “આશુપ્રજ્ઞ કહેવા યોગ્ય છે. જેને સહજમાત્રમાં ભેદવિજ્ઞાન પ્રગટ થાય તેવી બુદ્ધિ હોય, જેને પ્રશ્નોના ઉત્તર શાસ્ત્રોમાં ખેળવા, શોધવું પડતું નથી, પણ પ્રશ્ન પૂછતાં પહેલાં જેને ઉત્તર સૂઝી આવે એવી આચાર્યને યોગ્ય જેની બુદ્ધિ હોય તેને “આશુપ્રજ્ઞ કૃપાળુદેવે કહ્યા હોય તેવું સમજાય છે. એવા પ્રજ્ઞાવંત છના સહવાસથી આપણને શંકા-સમાધાનનું નિમિત્ત બને છે, ક્ષમાર્ગમાં મદદ મળે છે અને નિઃશંક થવાનું બને છે. તેથી તેમને વિનય આપણને હિતકારી જાણ પરમકૃપાળુદેવે વિનય જાળવવાનું કહેલું જણાય છે. પૂર્વના ઘણુ પુરુષાર્થના ફળરૂપે તે મહાપુરુષે જે શક્તિ પ્રગટ કરી છે તે આપણને માત્ર વિનય જેવા નજીવા સાધનથી ઉપકારનું કારણ બને છે. અનેક પ્રકારના ગૂંચવાડામાંથી આપણને બચાવી સીધા મોક્ષમાર્ગ ઉપર તે લાવી શકે તેવી શક્તિ તેમનામાં હોય છે. ઉત્તરાધ્યયન શાસ્ત્રમાં પહેલું અધ્યયન વિનય વિષે છે તેનું આરાધન કરનાર ક્રમે મોક્ષે જાય છે એમ પણ તે જ શાસ્ત્રમાં છે. વિનય ધર્મનું મૂળ છે.”
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૦૦
અગાસ, તા. ૭-૬-૩૭ હા– દુખ દીધે દુખ પામીએ, સુખ દીધે સુખ થાય;
સમ્યક દષ્ટિ આવતાં, દેહદષ્ટિ દૂર થાય. ત્રિવિધ તાપમાં મૂંઝાય, જીવ સૌ સંસારમાંય, સંત કલ્પદ્રુમ છાંય, શરણ શીતળ માન – મૈત્રીભાવ ભાવનાર માનવી મહાન છે.
વૈરભાવ ધારનાર મૈત્રીને અજાણું છે. (પ્રજ્ઞાવધ – ૬) પરમકૃપાળુદેવના પત્રો એ જ આપણને નવજીવન અર્પનાર છે. આપણું ઉપર જ જાણે આજે જ અમુક પત્ર આવ્યું છે એમ જાણી જિજ્ઞાસા તીવ રાખી વાંચીશું, વિચારીશું તે. તેમાંથી અપૂર્વ બળ પ્રાપ્ત થશે. “સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો” (૪૭) એવું પરમકૃપાળુદેવનું વચન છે અને તેના વચનયાગરૂપ ગ્રંથને આધારે આપણે કલ્યાણ સાધવાને નિશ્ચય છે તે અવશ્ય આપણું કલ્યાણ થશે. શ્રદ્ધા દઢ કરીને તે પુરુષને શરણે રહેવાશે તે ભલે મરણ આવે તે પણ આપણે વાળ વાંકે થાય તેમ નથી. સદ્દગુરુના આશ્રિતને આખરે ધર્મસાધન ઉત્તમ મિત્રની ગરજ સારે છે, તે જ તેને સદ્ગતિને આપનાર ઉત્તમ ભેમિ છે. આપણે તે વૈરાગ્યભકિતમાં વિશેષ બળ મળે તેવી વિચારણા કરી આ મનુષ્યભવ સફળ કરી લે છે એવો દઢ નિશ્ચય કરી સદ્ગુરુની આજ્ઞામાં બને તેટલું પ્રવર્તન કરવા મૂકવું નહીં. મનુષ્યભવને ગ દુર્લભ કહ્યો છે તે સત્ય છે. કલ્યાણ કરવાને આવે લાગ ફરી મળવો મુશ્કેલ છે ગણી, ગમે તે અવસ્થામાં ભાવ સદ્ગુરુ પ્રત્યે, તેને વચન પ્રત્યે, તે વચનના આશય (આત્મા) પ્રત્યે વિશેષ વિશેષ રુચિવાળા બને તેમ પુરુષાર્થ મારે તમારે બધાને કર્તવ્ય છે. વેદનીય કર્મ આપણે જ બાંધ્યું હતું તે મેમાનની પેઠે આવ્યું છે તે