________________
પત્રસુધા
૧૦૭ કરનાર એ પુરુષની પ્રથમ પ્રતીતિ કરાવી, તેનું શરણું ગ્રહણ કરવા પ્રથમ યોગ્યતા પૂરતાં સાત વ્યસનનો ત્યાગ અને પાંચ ઉદુંબર ફળ અને બની શકે તે મધ, માખણને ત્યાગ (દવામાં છૂટ રાખવા ઈછે તે તેમ) કરાવી વીશ દેહરા અને ક્ષમાપનાને પાઠ તથા યમનિયમ, વાંચવા કે રેજ ભણવા ભાર દઈને જણાવશે. બને તે મુખપાઠ પણ કરી લે. આટલું મુખપાઠ કરવું છે એમ મન ઉપર લીધું તે તે કરવામાં વૃત્તિ રહેશે અને વેદનામાં ચિત્ત ઓછું જશે. પરમકૃપાળુ દેવના ચિત્રપટનાં તે ભાઈને દર્શન કરાવશે તથા પરમકૃપાળુ દેવ રાળજ પધારેલા તે વખતે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને પરમકૃપાળુ પ્રત્યે જે દર્શનને પ્રેમ હતે તે દર્શન ન થયાં પણ તેઓશ્રીની આજ્ઞા માથે ચડાવી રાજના સીમાડાથી ખંભાત દર્શન કર્યા વિના આંખમાં આંસુ સહિત પાછા પધાર્યા તે પ્રેમની યાદી આપી બીજે દિવસે પૂ. સોભાગભાઈને ખંભાત મોકલ્યા હતા અને મંત્ર ૫. પૂ. પ્રભુશ્રીને જણાવવા આજ્ઞા કરી હતી, તે જ મંત્ર આજે મને મળે છે તે મારાં મહાભાગ્ય છે, તે પરમકૃપાળુ દેવનાં દર્શન કરી, હે ભગવાન! આપની આજ્ઞાથી મંત્ર વગેરેની હું ઉપાસના કરીશ એમ તે ભાઈ જણાવે તેમ કરવા પ. પૂ. ગુણચંદ્રજી મહારાજને વિજ્ઞપ્તિ છે. મંત્ર જણાવતી વખતે બીજા માણસનું ટેળું ન રહે અને પરમકૃપાળુ દેવ પ્રત્યે તેને ઉપકારબુદ્ધિ પ્રગટે તેમ યથાશક્તિ કરવા વિનંતી છે. બીજા કોઈને મંત્ર જણાવે નહિ.
નીચેનું સર્વને અને ખાસ કરી ભાઈ. અને વારંવાર વિચારવા યંગ્ય છે.
સ્ત્રી, પુત્રાદિ મારાં છે એ પ્રકારને વિચાર કરવાથી કર્મોન બંધ થયા કરે છે અને એ મારાં નથી એવા વિચાર કરતા રહેવાથી કર્મ નાશ પામે છે. તેથી “મારું” એ અક્ષરે તે કર્મબંધના કારણરૂપ છે અને “મારાં નહીં એવા ચિંતનથી કર્મથી છુટાય છે. કરમાળામાં પ. પૂ. પ્રભુશ્રીજીએ આ જ વાત દઢ કરાવી એક આરજાને સમાધિમરણ કરાવ્યું હતું. “દુર્લભ એ મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં.” પત્ર ૬૨ વારંવાર તેમને વંચાવશે -સંભળાવશે. છેલ્લા ભાગની વધારે સ્મૃતિ રહે તેમ કરશે અને ચોથું વ્રત હમણાં છ માસ રાખે તો ઠીક લાગે છે. તેમનાં પત્ની તથા તેમની અનુમતિથી બાર માસને આગ્રહ દેખે તે તેમ કરવું, પણ વ્રત લઈ ભાગે નહીં તે વિસ્તારથી સમજાવવાની જરૂર છે. લેતાં ઉતાવળ કરવાની જરૂર નથી અને કાળ આવે તે જાવજ જીવ છે જ. 8 શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૩૧-૫-૩૭ તત છે સત
વૈશાખ વદ ૬, સેમ, ૧૯૯૩ પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ;
પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ.” (૫૪). આશુપ્રજ્ઞ' શબ્દનો અર્થ આપે પૂળ્યો છે તેને અર્થ એમ સમજાય છે કે જે પૂર્વના આરાધક જીવને આ ભવમાં સામાન્ય જને કરતાં વિશેષ પ્રજ્ઞા એટલે બુદ્ધિ પ્રાપ્ત થઈ છે અને મોક્ષમાર્ગ શું ? આત્મા શું? શું ગ્રહણ કરવા યંગ્ય છે? શું તજવા ગ્ય છે ? તેવા
*જાએ પત્રાંક ૧૯-૪જ “આથમણને વિનય જાળવું.”