SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૧૦૯ સદા રહેવાનું નથી. મેમાનને સત્કાર કરીએ તેમ તેને પણ હાથ જોડી વિનંતી કરવી કે ભલે પધાર્યા. સદ્દગુરુશરણે અમે તે નિર્ભય છીએ. તમને નેતર્યા હતા તે તમે આવ્યા, હવે જમીકરીને ચાલ્યા જાઓ. ભૂલમાં તમને બોલાવ્યા હતા. હવે તમારું કામ નથી. અમારે તે હવે બીજું મોક્ષ સાધવાનું કામ કરવું છે, તે તમારે માટે ખાટી થવાય તેમ નથી, માટે માફ કરજે. એમ વિચારી મરણ, ભક્તિ, વાંચન, વિચાર વગેરે સદ્ગુરુની આજ્ઞાનાં નિમિત્તોમાં જોડાઈ જવું. બહુ વેદના જણાય ને ચિત્ત ત્યાં ખેંચાય તે પાછું સ્મરણ વગેરેમાં ખેંચી લાવવું અને મનને સમજાવવું કે દેહમાં ને દેહમાં ભાવ રાખીને આવી વેદના ઊભી કરી છે. હવે જે આ વેદના જેવી ગમ્મત વધારે જોઈતી હોય તે હજી દેહની દરકાર કર્યા કરે, નહીં તે દેહરહિત જેની દશા છે એવા જ્ઞાની પુરુષમાં, શુદ્ધ નિત્ય પરમાનંદરૂપ આત્મામાં દષ્ટિ, દેવાશે તે ફરી દેહ ધર નહીં પડે અને સ્વને પણ દુઃખ નહીં આવે. તે હવે કર. ૧૦૧ અગાસ, તા. ૯-–૩૭ તત સત અષાડ સુદ ૨, ૧૯૯૩ ઉપયોગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર સપુરુષનાં ચરણકમળ છે.” (૩૭) જે કંઈ વ્રત-નિયમ પાળીએ છીએ તે આત્માથે કરીએ છીએ એ ભાવ ભુલાવો ન જોઈએ. આ ભવમાં જ્ઞાની પુરુષની આજ્ઞા જે જે થઈ હોય તેને વારંવાર વિચારવી. તેમાં આદરભાવ વધે, તેની સ્મૃતિ, લક્ષ રહે અને તે દ્વારા આપણું જીવન સુધરતું જાય, સમજણ વધતી જાય, પ્રેમ-ભક્તિ ષિાય તેમ પુરુષાર્થ કર્તવ્ય છે”. તે સર્વ થવા માટે સત્સંગ એ ઉત્તમ ઉપાય છે અને સત્સંગના વિયેગમાં પુરુષનાં વચને સત્પરુષતુલ્ય જાણી તેની ઉપાસના યથાશક્તિ કરવી અને સત્સંગની ભાવના રાખવી. મંદતા ભાવમાં જણાય તે ખેદ રાખો, પણ આત્મકલ્યાણ કરવાને ભાવ વધતો રહે તેમ મુમુક્ષુ ભાઈ સાથે વાંચવાવિચારવાનું કે ભક્તિ આદિને યોગ મેળવતા રહેવું. તે સત્પરુષના યુગમાં જે બીજ વવાયાં છે તેને પોષણ મળતું રહેશે અને ફળ આપે તેવી વૃદ્ધિ થશે. પ્રમાદ એ મહાશત્રુ છે, તે તજીને જાગ્રત રહેવું. પુરુષને શરણભાવ ટકાવી રાખો. હજી મારે ઘણું કરવાનું છે અને આમ પ્રમાદ થાય છે તે માર્ગ કેમ કપાશે ? એમ વારંવાર વિચારવા એગ્ય છે. .. ૧૦૨ અગાસ, તા. ૨૩-૭-૩૭ તત ૩ સત્ ગુરુપૂર્ણિમા, અષાઢ સુદ ૧૫, ૧૯૯૩ સેવાથી સંકટ કટે, દર્શનથી દુખ જાય; નામ થકી નિર્ભય થયો, અનુભવ વસ્તુ પાય.” મનુષ્યભવ દુર્લભ છે એ વારંવાર પ. પૂ. પ્રભુશ્રીજી પાસેથી સાંભળ્યું છે તે હૃદયમાં કતરી રાખી સત્પરુષની આજ્ઞાએ આટલે ભવ કે અમુક બચે તેટલે કાળ જાય તેવી કાળજી કર્તવ્ય છે. ધનની કાળજી કેવી રાખીએ છીએ? કેઈ આવીને કહે કે તમારે ત્યાં અમુક મારા રૂપિયા જમા છે તે લાવે, તે તેને વિશ્વાસ રાખી આપણે તરત ચૂકવી દેતા
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy