________________
પત્રસુધા હોય છે. તે ગમે ત્યાં હોય તે પણ તેને માટે વખત કાઢી, આહારની પિકે તેને આવશ્યક વસ્તુ સમજી તેમાં ચિત્તવૃત્તિ રાખે છે. પણ સત્સંગને વિયોગ હોય, શરીરપ્રકૃતિ પ્રતિકૂળ હોય, સંસારપ્રસંગે પૂર્વકર્મને લઈને ઘેરી લેતા હોય ત્યારે વિશેષ પુરુષાર્થની જરૂર રહે છે. સત્સંગની ઈચ્છા છતાં તેવો વેગ અંતરાયકર્મથી બની આવતું નથી ત્યારે વિચાર અને તેના ફળ તરીકે વૈરાગ્યભાવ ટકાવવા સલ્ફાસ્ત્ર અને સત્સંગી જને સાથે પત્રવ્યવહાર પણ બળપ્રેરક બને છે. વિચારણા સદ્ગુરુના બોધે ગ્ય જીવાત્માને જાગે છે તે તેના બળે વૈરાગ્યવૃત્તિ સર્વ પ્રસંગમાં રહ્યા કરે. કારણ કે અનિત્ય વસ્તુ-સમૂહની વચમાં આ જીવને રહેવાનું છે, તેને અલ્પ પણ વિચાર કરે તે તેને મેહ ઘટવાનું કારણ બને છે. જે ઘરમાં આપણે જમ્યા હોઈએ, ખાતા હોઈએ, સૂતા હોઈએ, તે જ ઘર વિષે વિચારીએ તો તેમાં કેટલાંય સગાંવહાલાંનાં મરણ થયેલાં આપણને સ્મૃતિમાં આવે; કેટલાંચના મરણતુલ્ય વ્યાધિના પ્રસંગે સ્મૃતિમાં આવે, તથા દરરોજ આપણું આજુબાજુ જે જે ક્રિયાઓ આપણુ વડે કે આપણાં સગાં વડે થાય છે તેમાં કેટલાય જીવોની ઘાત થતી હોય છે. તે તરફ દષ્ટિ જતાં આપણા જીવનની અનિત્યતા સહેજે સમજાય છે અને પરમકૃપાળુદેવે પુષ્પમાળામાં જે લખ્યું છે – “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર” – તે સહેજે નજરે તરી આવવા સંભવ છે. જેનું શરીર ની રેગી હોય છે અને જે પાંચ ઇન્દ્રિયના વિષયેમાં તણાતું હોય છે તેને આ વિચાર આવવા દુર્લભ છે. પણ શરીર નરમ રહેતું હોય, સત્સંગે કંઈ બેધ સાંભળી વૈરાગ્યમાં જેની વૃત્તિ વળી હોય તેને આવા વિચારોથી મેહ ઘટવાના પ્રસંગે પ્રાપ્ત થાય છે, અને કોને માટે, કેટલા કાળ માટે, કેવા પ્રકારે હું આ પ્રવૃત્તિમાં તણાઉં છું કે કાળ ગાળું છું તેના વિચારે તેને સહેજે આવે છે, અને જીવન કેવી રીતે વ્યતીત થાય તે ઉત્તમ કહેવાય, તેને નિર્ણય તેવા કાળમાં સહેજે વિચારવાનને થાય છે. પૂર્વે બાંધેલા પ્રારબ્ધ પ્રમાણે સુખદુઃખ સર્વને આવે છે પરંતુ તેમાં જેને વૈરાગ્ય હોય તેને દુઃખના પ્રસંગે પણ લાભ દઈને જાય છે અને અવિચારી
છો તેવા પ્રસંગમાં એવા વિચાર કરે છે કે દુઃખ મટશે કે નહીં મટે? શું શું ઉપાય કરવા? કેમ બીજા મારી સેવાચાકરી નથી કરતા? દેહ છૂટી જશે તે આ કેણ ભોગવશે? મારે આટલું બધું છોડવું પડશે? એવા આર્તધ્યાનના વિચારોમાં કે કઈ ઉપર દ્વેષ હોય તે તેનું બૂરું કરવાના વિચાર કરી રૌદ્રધ્યાન કરી એવાં કર્મ તે બાંધે છે કે હાલની વેદના કરતાં અત્યંત આકરી વેદના ભવિષ્યમાં લાંબા કાળ સુધી ભોગવવી પડે તેવાં કર્મ બાંધી અગતિ ઊભી કરે છે, અને વિચારવાનું બાંધેલાં કર્મોથી છૂટે છે અને નવાં ન બંધાય તે માટે સદૂગુરુએ આપેલા સાધનમાં વૃત્તિ રાખે છે.
બીજાં કુટુંબીઓ તથા મિત્રોએ પણ વિચારવાન સજજન સંબંધીમાં માંદગીના પ્રસંગે પિતાને તથા પરને હિતકારી નીવડે તેવું વર્તન રાખવું ઘટે. પત્નીએ પ્રેમપૂર્વક સર્વ પ્રકારની સેવા ઉપરાંત હિંમત રાખી હિંમત આપવાની ફરજ છે. તેણે કહેવું જોઈએ કે તમે તમારા આત્માનું હિત થાય તેવા ભાવ રાખશે તેમાં આપણે બધાનું કલ્યાણ છે. અત્યારે જે સુખ દેખાય છે તે ધર્મનું જ ફળ છે અને ધર્મના આરાધનથી લૌકિક સુખ અને આત્માનું