________________
- ૧૦૦
બેધામૃત તે તે તપ કરવા સમાન છે. તપ કરીને મુનિઓ જેમ કર્મ છોડે છે તેમ વેદના વખતે પણ સમભાવ રહે તો કર્મ છૂટે જ છે. મૂળ ધ્યાનમાં રાખવાની વાત આટલી છે, તે કહેવી અને સાંભળવી સહેલી છે પણ તેવા વખતે, કસોટીના પ્રસંગે તે ભાવમાં (સમભાવમાં) જે વિરલા પુરુષે ટકી રહે છે તેમને ધન્ય છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને છેવટે એટલી બધી વેદનાને ઉદય હતું કે ચરામાં (ચોકમાં પણ તેમની બૂમ સંભળાય અને સાંભળનારને ત્રાસ થાય; પણ તેમની સહનશીલતા એટલી બધી કે મૃત્યુ તે મહોત્સવરૂપ છે એમ વારંવાર કહેતા, તે ભાવમાં રહેતા અને દેહ દેહની દુષ્ટતા દેખાડતો હતો. ખમી ખૂંદવાની ટેવ પુરુષ કરતાં પણ સ્ત્રીઓમાં વધારે હોય છે, કારણ કે પરાધીનપણું આખી જિંદગી તેમણે સેવ્યું હોય છે. એટલે તેમને સ્મરણ-મંત્ર, ભક્તિના વીસ દેહરા, આત્મસિદ્ધિ આદિ સંભળાવવાનું કરે તે તેમનું ચિત્ત ધર્મભાવમાં સહેજે ઢળી જાય અને આર્તધ્યાન કરી કર્મ ન બાંધે. વાંચતાં આવડતું હોય તે તે પોતે પણ સૂતાં સૂતાં સત્પરુષનાં વચનમાં વૃત્તિ રાખે, મંત્રમાં ભાવ રાખે તે સુખના વખત કરતાં દુઃખને વખત આત્માને વધારે હિતકારી નીવડે. સુખના વખતમાં તે બહારના પદાર્થોમાં જીવ ખોટી થાય છે, પણ દુઃખના પ્રસંગે પરમાત્મા સાંભરે, ભક્તિમાં સહેજે વૃત્તિ જાય. ડોકટર વગેરે મારફતે દવા કરાવીને તેમની સેવા કરીએ છીએ એટલી જ સેવા નથી, પણ ધર્મમાં તેમનું મન વધારે વખત રહે તેવી ગોઠવણ થવાથી તેમની ખરી સેવા કરી ગણાય. જે ભક્તિમાં તેમની પાસે બેસી કાળ ગાળીશું તે તેટલે વખત તેમને લાભ થશે અને આપણને પણ તેમને નિમિત્તે લાભ થશે. આ વાત લક્ષમાં રાખી ભક્તિ ઓછી કરવાને બદલે વધારે કરવાને ક્રમ રાખવા ભલામણ છે. ભક્તિ એ પરભવને માટે ઉત્તમ ભાથું છે; કરશે, કરાવશે તે બન્નેને હિતકારી છે. મનુષ્યભવમાં જ ભક્તિને ખરો લહાવો લેવાય છે. કાગડા, કુતરા શું કરી શકે? માટે જરૂરના કામથી પરવારીને ભક્તિને ક્રમ માંદા માણસની સમક્ષ ચાલુ રાખવામાં આવે તે ઘર તે મંદિરરૂપ થડા દિવસ તે થઈ જાય. તેથી ચિત્તની પ્રસન્નતા રહે છે અને પાપ દૂર થવાનું કારણ છે. આત્માને હિતકારી દવા તે ભક્તિ છે.
પૂ. ... ને હિમ્મત આપશે કે ગભરાવું નહીં, શૂરવીરપણું રાખીને કઠણ હૈયું કરી ભોગવવાનાં કર્મ ભેગવી લેવાં. આથી અનંતગણ દુઃખ નરકમાં જીવે સહન કર્યા છે, તે પણ તે ઘસાઈ ગયે કે છેદાઈ ગયે નથી. આત્માને તેનાથી કંઈ હાનિ થવાની નથી. માત્ર ધીરજ, શાંતિ રાખી આવી પડેલી વેદના વેદી લેવી અને ભાવ ભગવાનમાં રાખવા પુરુષાર્થ કરે. સ્મરણ-મંત્ર જીભના ટેરવે હરદમ હાજર રાખવે. એ મંદવાડમાં ટેવ પાડી મૂકી હશે તે પછી પણ બહુ લાભકારક થઈ પડશે. શાંતિ રાખી ભક્તિમાં ચિત્ત રાખશે. સંપુરૂષનાં દર્શન, સમાગમ, બેધ સાંભળેલું જે સ્મૃતિમાં આવે તેમાં ચિત્ત દેવું તે પાપને દૂર કરનાર છે.
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૬-૧-૩૭ તમે સર્વ ભાઈઓ મળીને ભક્તિભાવમાં રહેતા હશે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીના દર્શન, સમાગમ અને બેધને લાભ મળે છે તેમને સહેજે ભક્તિભાવ પ્રત્યે પ્રેમ પ્રગટેલે