________________
પત્રસુધા
૯૯
જ છે એમ માની ભેાળવાઈ ગયાં છે. મેં પત્ર લખ્યા છે તેમાં સદ્ગુરુકૃપાથી અને તેના પુણ્યાયે તે જ સમાચારના ઉત્તરરૂપ લખાયું છે એમ સ્મૃતિમાં છે. તમે તે પત્ર વાંચવાને અહાને તેમને મળી સુલસા કે રેવતીની કથા પ્રસંગ અનુસાર જણાવા તેના ધ્યાનમાં તે વાત ઠસે તા તે પરહિત સાથે આપણા સ્થિતિકરણ ગુણુ સચવાય. પૂ. . . એ કાવિઠામાં દૃષ્ટાંત બહુ સુંદર રીતે અસરકારક વ્યાખ્યાનમાં કહ્યું હતું તેમ સુલસાની કથા તે ખાઈને સાંભળવાની મળે તેા તેના હિતની વાત સમજાય છે. પછી તા જેમ ભાવિ હશે તેમ બનશે. આપણી ફરજ આપણે ખજાવવી એમ જો આપના દિલમાં વસે તે એક આંટો ખાઈ આવવા જેવું સમજાય છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીની આખર સુધી તેણે સેવા કરી છે અને સમાધિમરણના પ્રસંગ જોવા તે ભાગ્યશાળી બની છે તે આપનાં દર્શનથી જ તેના ભાવ બદલાઈ જશે. વખતે ખીજો કુસંગ તાત્કાલિક લાગ્યા હાય તેથી વિનયાદિ ન કરે; તેપણ ૫. ૬. પ. પૂ. પ્રભુશ્રી કહેતા કે અમે વીમે ઉતરાવે તેમ કહીએ છીએ કે પરમકૃપાળુદેવની ભક્તિ સમ્યક્ પ્રકારે કરશે તેનું કલ્યાણુ અવશ્ય થશે, આ વાત તેના તથા પૂ. ડૅ. રતિલાલના કાને પડે તેાપણ તેમને વિચારવાનું, પાછા ફરવાનું નિમિત્ત મને, આપ અમદાવાદમાં છે તેા આ કામ આપના લક્ષ ઉપર આવે તેટલા માટે જણાવ્યું છે; અને કોઈ પ્રકારે તેમ કરવું અયેાગ્ય જણાતું હેાય તે ત્યાં ન જવું. જેવી પરમકૃપાળુદેવની પ્રેરણા આપને સમજાય તેમ વર્તવા વિનંતી છેજી.
અગાસ, માગશર વદ ૨, ૧૯૯૩
૯૨
“ જ્ઞાની કે અજ્ઞાની જન, સુખદુઃખરહિત ન કાય; જ્ઞાની વેદ ધૈર્યથી, અજ્ઞાની વેદે રાય ’
પૂ. ....નું શરીર નરમ રહ્યા કરે છે અને તેથી ભક્તિભાવમાં થતી પ્રતિકૂળતા વિષે લખ્યું તે સંબંધી જણાવવાનું કે જીવે જે પ્રકારે કર્મ ખાંધ્યાં તે પ્રકારે વહેલા-મેાડા ઉયમાં આવે છે અને તે ભાગવ્યા વિના છૂટકા નથી. પરન્તુ જે પ્રમાણે જીવને બેધ અને વૈરાગ્ય વર્તતા હોય તે પ્રમાણે તે કર્મને વેડ્ડી શકે છે એમ જ્ઞાની પુરુષે કહ્યું છે. સમજણુ સદ્ગુરુકૃપાએ પ્રાપ્ત થઈ હાય અને સહનશીલતા, ખમી ખૂંદવાની ટેવ પાડી મૂકી હેાય તે વેદના આવી પડે ત્યારે ગભરાઈ ન જવાય. ઊલટું ભક્તિમાં ભાવ વધારે રહે. મરણુ આવશે તો શું થશે? મહુ લાંખા વખત સુધી માંદગી લંખાશે તો કેમ ખમાશે? વગેરે વિચારે અણુસમજણુથી આવે છે અને તેને લીધે આધ્યિાન થાય છે, એટલે વેદનામાં જ વૃત્તિ ચાંટેલી રહે છે. પણ સમજુ માણુસને, કે સત્પુરુષના સમાગમે કંઈ ખેાધ સાંભળી દૃઢ વિચાર કર્યાં હાય કે વેદના કરતાં આત્માનું વધારે બગાડનાર તા મેાહનીય કર્યું છે તેને, વિચાર આવે કે કર્મ મધ્યાં હતાં તે હવે જાય છે, ગયેલાં ફરી પાછાં આવવાનાં નથી. દેવું પતાવી દેવું છે એમ જેણે વિચાર કર્યાં હાય તેની પાસે ઉઘરાણી કરવાવાળા આવે ત્યારે તે ગભરાય નહીં; ગમે તેમ કરી તે દેવું પતાવી દે છે. તેમ મુમુક્ષુને તે કર્મથી છૂટા થવું છે અને કર્મે જવા માટે આવ્યાં છે, તા જેવા તેના સુખદુઃખરૂપ સ્વભાવ હશે તે દેખાડી ચાલ્યાં જશે. આપણે તેમાં હર્ષ ખેદ ન કરવા, આટલું સાચવવાનું છે. જો સમભાવે ઉય આવેલાં કર્મ વેદી લેવાય