________________
૯૮
આધામૃત
ટેવ જીવ ઉપાસતા આવ્યા છે. હવે કાઈ પરમકૃપાળુની કૃપાથી જો જાગે તેા અવશ્ય તેનું કલ્યાણ થાય. પરમકૃપાળુદેવે મૂળમાર્ગમાં જ્ઞાનનું સ્વરૂપ જણાવ્યું છે તે જીવને જાગ્રત કરવા અર્થે જ કહ્યું છે—
‹ છે દેહાર્દિથી ભિન્ન આતમા રે, ઉપયાગી સદા અવિનાશ – મૂળ૦ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ – મૂળ॰'
પ. . . પૂ. પ્રભુશ્રીજી પાસેથી શ્રીમુખે ઘણી વખત આપણે સાંભળ્યું છે કે એક આત્માને મૂકીને તમે સભામાંથી બહાર જઈ આવા જોઈએ તેના વિના કશું બને છે? જેણે તેને જાણ્યા છે તેની ભક્તિ કરવા માટે પણ દેહાર્દિ પ્રત્યે ઉદાસીનતા આણુવી જોઈ શે, નહીં તે। દેહની પંચાતમાં ગૂંથાઈ રહેવાથી નહીં ભક્તિ થાય કે નહીં વિચાર થાય તે પછી કલ્યાણ શી રીતે થઈ શકશે? માટે પળે પળે તે પરમપુરુષના ઉપકાર સ્મૃતિમાં આણી તેણે આપેલું સ્મરણ, ભજન આદિ કરતા રહેવા વિનંતી છે. એ મહાપુરુષની કૃપા વિના મારાથી કંઈ અને તેવું નથી એમ વિચારી તેને ભૂલ્યા વિના, સર્વ કરવી પડે તે પ્રવૃત્તિ કરવા ચેાગ્ય છેજી. વિશેષ શું લખું? મારી ચેાગ્યતા નથી. માત્ર આપના નિમિત્તે મારે તે પુરુષે જણાવેલા શુભ વિચારમાં દૃષ્ટિ દેવાય એ અર્થે અલ્પમતિથી જે એ ખેાલ જણાવ્યા છે તે તેની જ કૃપાનું ફળ છે એમ વિચારી, આ ઉપરથી પરમકૃપાળુ પ્રભુશ્રીના બેધની જે સ્મૃતિ આવે તેમાં લક્ષ રાખવા ભલામણ છેજી. ભક્તિ એ જ સર્વોત્તમ માર્ગ પરમકૃપાળુદેવે કહ્યો છે, તેમાં જેટલે ભાવ પ્રેરાશે તેટલું કલ્યાણુ છે. ત્યાં પણ સાથે રહેતા ભાઈએ સંપ રાખીને ભક્તિનું નિમિત્ત રાખતા રહેા તેા હિતનું કારણ છે. એ જ વિનંતી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
હરિગીત
અગાસ, માગશર પૂર્ણિમા, ૧૯૯૩
૧
ધર્મધારી કેાઈનાં પરિણામ કદી ચળી જાય જો, ઉપદેશ આદિ મદદ દેતાં સ્થિતિકરણ ગુણ થાય તે. અવસર ફરી આવે નહીં આવે, અરિને જીતવે, કર્યાં અનાદિકાળનાં દુઃખ દઈ રહ્યાં, નિર્મૂળ કરો, એ રીતના ઉપદેશ ઈ, મન ધર્મમાં સુદૃઢ કરી, અનિત્ય આદિ ભાવનાનું ગ્રહણુ તુર્ત કરાવજો; વ્રત, ત્યાગ ત્યાગ્યાં હાય તે, ફરી ગ્રહણુ તુર્ત કરાવજો, સેવાદિ ઉપચારો વડે, સ્થિતિકરણ ગુણ પ્રગટાવજો.
(સમાધિસાપાન, પૃ. ૧૪૪–૧૪૬) કાર્ડિ કપટ જો કોઈ દિખાવે તાહિ પ્રભુ વિષ્ણુ નવિ રાચુંજી.” –શ્રી યશેાવિજયજી મથાળે જણાવેલા કાવ્ય પ્રમાણે સ્થિતિકરણ સમ્યક્દર્શનનું અંગ છે તે આપણું પાષાય તેવી ખાખત નીચે જણાવું છું.
ગઈ કાલે સ્વાભાવિક રીતે એક પત્ર પૂ. શારદાબહેનને મેં લખ્યું છે. ત્યાર પછી અપાર પછીના સાંભળ્યું કે તે એક પાવાગઢના મહાત્મા પાસેથી મંત્ર લઈ આવ્યાં છે અને તે પ્રભુશ્રી