________________
૧૦૨
બોધામૃત સુખ પ્રાપ્ત થાય છે. ધર્મ પૂર્વે આરાધે તેથી સુખી કુટુંબ, સજજન મિત્રે, સહુરુષને યેગ અને સત્ય ધર્મની પ્રાપ્તિ થઈ છે, અને ધર્મવૃક્ષને પિષીશું તો મેક્ષ સુધીની સર્વ સામગ્રી મળી રહેશે. મારી ચિંતા તજી આત્મકલ્યાણને માર્ગ જ્ઞાની પુરુષ પાસેથી સાંભળે હોય તે આરાધે, અમને સમજાવે અને તેમાં અમારી મદદ જે ઈચ્છો તે આપવા અમે તૈયાર છીએ. આ વાત સર્વ મિત્રવર્ગ કે કુટુંબવર્ગે વિચારી ધર્મધ્યાનમાં દિવસ અને રાતને વિશેષ વખત જાય તેમ વ્યવસ્થા કરવી તે સર્વને હિતકારી છે. માંદગીમાં પિતાનાથી ભક્તિમાં પ્રવર્તવા જેટલું બળ ન દેખાય તે બીજા ભક્તિ કરે તે સંભળાય, સ્મરણ કેઈ ઉતાવળે બોલે તેમાં ચિત્ત દેવાય અને ચિત્રપટ વગેરે પાસે રાખી તે પ્રત્યે પ્રેમભાવ, શરણભાવ વર્ધમાન થાય તેમ કરવા ભાવના કર્યા કરવી એ હિતકારી છે. પ્રવૃત્તિ ન બને તે ભાવના તે ધર્મકાર્યમાં રાખવી. “ભાવ તિહાં ભગવંત છે” એ વચન સત્ય છે. વેદનાથી મૂંઝાવું નહી. દેહમાં જે દુઃખ દેખાવ દે છે તે દેહને ધર્મ છે તેને જાણનાર આત્માને વાંકે વાળ પણ તે કરી શકે તેવી તેનામાં શક્તિ નથી. આત્માને હાનિ કરનાર મહ છે. તેને વશ કરવા માટે સદ્દવિચાર, સદ્દગુરુનું શરણું અને સમભાવે સહન કરવું એ ઉત્તમ ઉપાય છે, તે વારંવાર સ્મૃતિમાં લાવવા માટે જાગ્રત રહેવું. એ જ. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯૪
અગાસ, તા. ૧૫-૧-૩૭ કહેવાયેગ્ય અને આપણે વારંવાર વિચારવા યોગ્ય જ્ઞાની પુરુષએ ઘણું કહ્યું છે, પણ આ જીવ નફટ થઈને ફરે છે. જાણે મરવું જ ન હોય એમ બેફિકર થઈ સંસારમાં રાચી રહે છે, સાંસારિક સુખો માટે ઝર્યા કરે છે, તે સુખોને મેળવવા મન કલ્પનાઓ કર કર કરે છે. એટલે આત્મા શું હશે? તેને માટે શું કરવું? તે કેમ સુખી થાય? તેને વિચાર કરવાની નવરાશ જીવને મળતી નથી, અને તે વિષે જ્ઞાની પુરુષેએ શું જણાવ્યું છે, શું શું આજ્ઞા મને કરી છે તેને વિચાર કરવાનું જીવને કેમ ગમતું નહીં હોય? એમ જણાય છે કે જીવને બેધની ખામી છે. સત્સંગની જરૂર છે. તે ન હોય તે તેની ભાવના રાખી આત્મહિત મારે આ ભવમાં જરૂર કરી લેવું છે એટલું તે મનમાં દઢ કરી રાખી તે નિશ્ચય વારંવાર દિવસમાં યાદ લાવવા યોગ્ય છે. સંસારનાં સુખ આખરે દુઃખ આપે છે, જન્મમરણ ઊભાં કરાવે છે, પણ તેનું સ્વરૂપ જ્ઞાની પુરુષના યેગે જીવે લક્ષ દઈને સાંભળ્યું નથી તેથી તેની વાસના હૃદયમાં રહ્યા કરે છે અને એ જ દુઃખનું મૂળ છે. તે નિર્મૂળ કરવા આત્મવિચારની જરૂર છે. તે આત્મવિચાર થવા માટે સત્સંગ, સસ્થાની જરૂર છે. તેને વેગ પણ ન હોય ત્યાં સુધી ગ્યતા વધારવા માટે કષાય (ક્રોધ, માન, માયા, લેભ) ઓછાં કરવાનું લક્ષ રાખો, મોક્ષની ઈચ્છા વધારવી, સંસાર દુઃખરૂપ છે એમ ચિંતવવું અને દયાભાવ, મૈત્રીભાવ, કેઈન ગુણ દેખીને રાજી થવાની ટેવ અને મધ્યસ્થભાવ કે ઉદાસીનતા વધારતા રહેવાથી સત્સંગમાં વિશેષ લાભ થવા જેવી યોગ્યતા આવે છે. આમ જ્ઞાની પુરુષેએ આત્માનું હિત થાય તેવો ઉપાય દવા જે બતાવ્યું છે. પણ દવા વાપરે નહીં, તે દવા જેવાથી કંઈ રેગ મટી જાય નહીં, માટે જન્મમરણના દુઃખથી છૂટવા માટે