________________
પત્રસુધા ૮૨
અગાસ, તા. ૫-૧-૩૬ આપે પિતાના દેષ દેખી તે દૂર કરવાનો નિશ્ચય કર્યો છે તે બહુ પ્રશંસવા યોગ્ય છે, તેમ જ કર્તવ્ય છે. પાપ છોડવાને સુયોગ આ મનુષ્યભવમાં જ બને તેમ છે. કાગડાકૂતરાના ભાવમાં શું બની શકે તેમ છે? મુમુક્ષુનું વર્તન એવું હોવું જોઈએ કે શત્રુ પણ તેને વિશ્વાસ કરે; કારણ કે તેના હૃદયમાં દયાને વાસ હોય છે તેથી તેનું વર્તન સ્વ-પરને હિતકારી હોય તેવું હોય છે.
આપે સ્વચ્છતા માટે ફિનાઈલ વાપરવા વિષે પ્રશ્ન કર્યો છે, તે વિષે એટલું જ જણાવવું પૂરતું છે કે આપણે આપણા દેહની જ્યાં સુધી કાળજી રાખીએ છીએ ત્યાં સુધી બીજાના દેહ પ્રત્યે બેદરકાર રહેવું ઘટતું નથી. એટલે બનતી કાળજી રાખીને કપડાં, ખાટલા કે ઓરડીની દરરોજ સંભાળ રાખી માંકડ, ચાંચડ પકડાય તેટલા પકડી નાખી દેવા અને સ્વચ્છ જગા કરીને ફરી ઉત્પન્ન ન થાય તે માટે ફિનાઈલ છાંટે અને સ્વચ્છતા સાચવે તો યત્નાપૂર્વક ક્રિયા કરી કહેવાય. પણું નજરે માંકડ, ચાંચડ દેખી તેને નાશ કરવા તેના ઉપર દવા છાંટવી એ તે અઘટિત લાગે છે. દયા અને સહનશીલતા, ખમી ખૂંદવું એ ગુણો આત્માર્થીને બહુ જરૂરના છે, મોક્ષમાર્ગમાં મદદ કરે છે. માટે જેટલે તેને વિશેષ અભ્યાસ થાય તેટલું હિત થશે. મુખ્ય વાત કરવા ગ્ય તે એ છે કે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે દઢ શ્રદ્ધા કરી તેની ભક્તિમાં ચિત્ત રાખવા યોગ્ય છે. બીજું સદાચરણથી આપણી શક્તિ પ્રમાણે પ્રવર્તવું. પણ શ્રદ્ધાનું બળ વિશેષ હશે તે બીજું બધું ચારિત્ર પાળવા યોગ્ય બળ કાળ પાયે મળી રહેશે. તેથી પ્રેમ, પ્રતીતિ, ભક્તિ પરમકૃપાળુ દેવ પ્રત્યે વધે અને તેનું માહાસ્ય તથા અલૌકિક સ્વરૂપ સમજાય તે અર્થે ત્યાગ, વૈરાગ્ય અને કષાયની મંદતા કર્તવ્ય
જી. કહ્યું છે કે “જેવા ભાવ તેવા પ્રભુ ફળે, ભમ્ભા ભજન થકી ભય ટળે.” માટે જાણે મરી ગયા હતા એમ વિચારી, બધા ઉપરથી મેહ-મમતા અંતરમાંથી કાપી નાખી, આટલું બાકી રહેલું આયુષ્ય મફતિયું મળ્યું છે એમ માની ધર્મ કરવાના ભાવ અંતરમાં પિષતા રહેવા ભલામણ છે. બીજું બધું કર્માનુસાર બની રહ્યું છે, તેમાં મમતા-મોહ કરવા યોગ્ય નથી; પરવસ્તુની ચિંતા કરવા ગ્ય નથી. તે તે બનનાર હશે તેમ બનશે; પણ આત્માનું હિત થાય તેવી સત્પરુષની આજ્ઞામાં ચિત્ત વારંવાર વાળવાને અભ્યાસ કર્તવ્ય છે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, જેઠ સુદ ૪, ૧૯૯૨ પૂ. અખેચંદભાઈએ દેહ છોડ્યાના ખેદકારક સમાચાર આપના કાર્ડથી જાણ્યા. અત્રે તેઓ મુશ્કેલી વેઠી આવી ગયા તે પ.પૂ. પ્રભુશ્રીજીનાં દર્શનને લાભ, સમાગમને લાભ છેલ્લે છેલે લઈ શક્યા અને છેવટના સંસ્કારે તેમની શુભ લેશ્યા તથા સદ્ગતિ થયાની સાબિતી છે”. એ સદગત વયેવૃદ્ધ મુમુક્ષુ તે પિતાની ધર્મભાવના વધારી આત્મકલ્યાણના લક્ષ સહિત પરલકવાસી થયા છે, તેથી ખેદનું કારણ નથી. માત્ર આપણને તેમના સમાગમને વેગ ન રહ્યો એ લાગી આવે તે સ્વાભાવિક છે. પણ જ્યાં નિરૂપાયતા છે ત્યાં સહનશીલતા એ ઉત્તમ માર્ગ જ્ઞાની પુરુષોએ જણાવ્યું છે. એ થતાં ખેદને વૈરાગ્યમાં પરિણમાવ ઘટે છે. એક ધર્મશાળામાં