SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ બધામૃત જેમ અનેક ગામથી મુસાફરો આવીને રાત રહે છે અને સવાર થતાં પિતાપિતાને રસ્તે ચાલ્યા જાય છે તેમ અનેક ગતિમાંથી જ આવી એક કુટુંબમાં થોડે કાળ સાથે રહે છે તેટલામાં તે એટલો બધો મેહ વધારી દે છે કે મરણકાળે તે પ્રતિબંધ આડા આવી જીવને અધોગતિએ લઈ જાય છે. એ વિચારી જેમ બને તેમ આજથી સગાં, મિત્ર, મળતિયા કે પાડોશીના પ્રતિબંધ ઓછા કરી જેમ બને તેમ વાસના, મોહ, મમતા કે દેહાધ્યાસ ઘટે તેવા વૈરાગ્યમાં વૃત્તિ રાખી, સત્પરુષે જે આજ્ઞા કરી છે એવા વીસ દેહરા, ક્ષમાપનાને પાઠ, યમનિયમ, આત્મસિદ્ધિશાસ્ત્ર, છ પદને પત્ર, અપૂર્વ અવસર, મહામંત્ર, આલેચના, સામાયિક, આઠ દૃષ્ટિની સઝાય આદિ ઉત્તમ સાધનામાં મનને જોડી રાખવા ઉદ્યમ કર્તવ્ય છે. દરરોજ મરણ સંભારી તેની વાટ જોઈને બેઠા હોઈએ તેમ પ્રતિબંધ ટાળી અસંગભાવની વૃદ્ધિ કરતા રહેવા વિનંતી છેજ. જે કરશે તેના લાભનું છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, અષાડ વદ ૬, ૧૯૯૨ નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” (૧૫) ___ "आयरिय उवज्झाए सिसे साहम्मिए कुल गणेअ, जे मे केई कसाया सव्वे तिविहेण खामेमि." સદુગરગે જે સહજે લાભ થાય છે તે વિયેગમાં ઘણા પ્રયત્ન થવો પણ દુર્લભ છે એમ વિચારી વિશેષ પુરુષાર્થ કરી, વિશેષ સત્સંગનું અવલંબન લઈ જેટલું થઈ શકે તેટલું કરી લેવું ઘટે છે. જ્યાં સુધી મનુષ્યભવ છે ત્યાં સુધી તે આશ્રયે અને પરમકૃપાળુ દેવના અવલંબને બનશે તેટલું અન્ય કઈ ભવમાં બનવા નથી, એ વારંવાર આપણે સાંભળ્યું છે અને માન્યું છે, તો વિશેષ કાળજી રાખી તે ભાવના વધારી આત્મકલ્યાણનાં ઉત્તમ નિમિત્તોમાં વિશેષ કાળ જાય તેમ કર્તવ્ય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ એ પ્રારબ્ધને આધીન છે. જેવું બાંધ્યું હોય તેવું દ્રવ્ય દેખીએ છીએ, તેવા ક્ષેત્રે રહેવું થાય છે, તે શાતા–અશાતાને કાળ સહન કરે પડે છે, પણ ભાવ તે આપણા પુરુષાર્થ પ્રમાણે પ્રવર્તે એમ છે અને તેને પ્રધાનપણે અવલંબી મહાપુરુષે મોક્ષ પ્રાપ્ત કરે છે કે સમાધિમરણ સાધે છે. મરણ વખતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ મુખ્યપણે વિપરીત હવાને સંભવ છે. પણ ભાવ સર્વોપરી થઈ જાય તે તે ગૌણતામાં એક બાજુ પડ્યાં રહે છે અને ભયંકર લાગતું મરણ પણ પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા તેમ મૃત્યુ-મહોત્સવરૂપ પલટાઈ જાય છે. એ ભાવ નિમિત્તાધીન અત્યારની દશામાં આપણને પ્રવર્તે છે તેથી શુભ નિમિત્તાનું અવલંબન, સત્સંગ કે સત્સંગે થયેલી આજ્ઞા એ જ ઉત્તમ ઉપકારી છે. તે જાણવા છતાં વૃત્તિ પરમાં પ્રવર્તે છે તેને વશ કરવા પ્રબળ પુરુષાર્થ અને સત્યને માટે સમકિતને માટે ગુરણાની જરૂર છે. તે સબંધની સ્મૃતિથી થવા યોગ્ય છે. આ ડહાપણું તમને ઉપદેશ માટે નથી; મારે માટે મને પ્રવર્તતે વિચાર માત્ર દર્શાવ્યું છે. પૂ. રત્નરાજ સ્વામીને દેહ અષાડ સુદ ૧૧ને દિને છૂટી ગયું છે તે જાણ્યું હશે. પૂ. મણિલાલ વડવાવાળાને લકે થયું હતું તેને દેહ પણ છૂટી ગયું છે. આમ સત્સંગ દુર્લભ થતા જાય છે.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy