________________
બેધામૃત મુખપાઠ કરી તેને વિચાર, તેની ચર્ચા, તેની ભાવના-પ્રતીતિ-રુચિ રાખી તે જ સત્ય માનવાથી જીવને ઘણું લાભ થાય એમ છે. સમજાય, ન સમજાય તો પણ તે વારંવાર પાંચપચાસ કે હજાર વાર બેલાશે તો પણ પુણ્ય બંધાશે અને કેટિ કર્મ ખપી જશે. માટે આ કાળમાં મુખ્ય આધાર ભક્તિને છે તે તેમાં મંડી પડવું. નાનાંમોટાં સર્વને તે હિતકારી છે. મનુષ્યભવને દુર્લભ જગ મળે છે. ફરી ફરી આ યોગ મળી શકે એમ નથી અને કાળનો ભરોસો નથી. લીધે કે લેશે એમ થઈ રહ્યું છે, તેમાંથી જેટલો લીધે એટલે લહાવ એમ વિચારી સ્મરણ-ભક્તિ કર્યા કરવામાં હિત છે તે ચૂકવું નહીં. ૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૭-૧૦-૩૫ સ્વછંદ મત આગ્રહ તજી, વર્તે સદ્દગુરુલક્ષ;
સમક્તિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.” પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્મા પ્રત્યે પરમ સંતના સમાગમે અચળ પ્રેમ, શ્રદ્ધા, ભક્તિ કર્તવ્ય છે. એ પરમપુરૂષનાં વચન આ કાળમાં અમૃત જેવાં છે. કળિકાળની જવાલાને શાંત કરી શીતળીભૂત બનાવે તેવાં છે. શ્રદ્ધાપૂર્વક સપુરુષોનાં વચની ઉપાસના અને તે લયે પ્રવર્તન થશે તેટલે મોક્ષમાર્ગ પ્રગટ થશે એમાં સંદેહ નથી. ખામી માત્ર સબોધ અને સપુરુષાર્થની છે. એક એક શબ્દમાં અનંત આગમ સમાય તેવાં અમૂલ્ય વચનનું સત્સંગમાં શ્રવણું થાય, તેમાં પ્રેમ આવે અને ભાવની વૃદ્ધિ થાય તો મેલ દૂર નથી. તે પુરુષની અલૌકિક દશા અને તેના અમાપ ઉપકારને સત્સંગમાં વિચાર કર્તવ્ય છે તેથી ભક્તિ પ્રગટે છે અને એક મૂળપુરુષની ભક્તિમાં સર્વે આવી જાય છે એ લક્ષ રાખી પરમકૃપાળુ દેવની ભક્તિમાં લીન રહેવા ભલામણ છે ભાઈ.
૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અવાસ, તા. ૨૧-૧૨-૩૫ ધમીને મૃત્યુ મિત્ર છે, ઉતારે દેહભાર;
વિસામો આપે વળી, યદિ હેય અવતાર. આપનું કાર્ડ મળ્યું. પૂ...ના દેહોત્સર્ગના સમાચાર સાંભળી ખેદ થાય છે કે આમ મનુષ્ય આયુષ્ય અચાનક પૂરું થતાં સર્વ છેડી ચાલ્યા જવું પડે છે. પણ પુરુષના આશ્રયે જેને દેહ છૂટે છે તેને સત્પરુષની કૃપાએ સન્માર્ગનાં નિમિત્તો મળી રહે છે. પરમકૃપાળુ દેવ જે ધણી માથે જેને હોય તેને કંઈ મૂંઝાવા જેવું નથી છતાં મનુષ્યભવ મળ બહુ દુર્લભ છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. તે ધન જેની પાસે હોય તેણે તે લૂંટાઈ જતાં પહેલાં તેને બહુ કાળજીથી સદુપયોગ કરતા રહેવા યોગ્ય છે. આપ તે સમજુ છે. આપના કુટુંબના સર્વ ભાવિક જીવાત્માને ચેતવા માટે જણાવતા રહેશે કે ફરીથી આવી સામગ્રી બીજા ભવમાં મળવી મુશ્કેલ છે. માટે શ્રદ્ધા પરમ દુર્લભ છે એમ પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા તે યાદ રાખી જે જે પ્રકારે પરમકૃપાળુ દેવની શ્રદ્ધા દઢ થાય તેમ પ્રવર્તવા યોગ્ય છે. શ્રદ્ધાની ખામીને લઈને જીવ દુઃખ વેદે છે.
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ