SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા વર્તતાં આ સંસારને તરી જવાય છે એવો કેઈ અપૂર્વ વેગ આ મનુષ્યભવમાં બને છે એટલે આ અસાર સંસારમાં સાર છે. બાકી ખારા સમુદ્રનું ગમે તેટલું પાણી પી જાઓ તો પણ તૃષા મટે તેમ નથી કે શાંતિ વળે તેવું નથી. શાંતિ પમાડે તેને તો સંત કહીએ, તેને દાસના દાસ થઈ રહીએ.” – શાંતિ, મીઠી વીરડીનું પાણી થોડું પિવાય તે પણ તરસ છીપે છે, તેમ સપુરુષનાં દર્શનસમાગમ કે બોધ અ૯૫ પ્રાપ્ત થાય તો પણ તે શાંતિનું કારણ છે. આપે તે એ સ્વાદ ચાખે છે, તે પુરુષાર્થ કરીને તેને વિશેષ લાભ કઈ કઈ દિવસે લેવાય તેવું કરતા રહેવા વિનંતી છે. દેહને અર્થે અનંત કાળ ગાળે, પણ જે દેહે આત્માર્થ સધાય તે દેહને ધન્ય છે. તે જગ પ્રાપ્ત થયું છે તે હવે અલ્પ આયુષ્યમાં જેટલું વિશેષ સત્સંગને લાભ લેવાય તેમ ભાવના રાખવા યંગ્ય છે. પૂર્વનાં બાંધેલાં સુખદુઃખ સર્વ સ્થળે ભેગવવાં પડે છે, ભલે દવાખાનામાં રહે કે હવા ખાવાનાં સ્થળમાં રહો. પણ જ્યાં સત્સંગ છે ત્યાં આ ભવ, પરભવ બન્નેનું હિત થાય તે જોગ છે. કટિ કર્મને નાશ પુરુષને સમાગમે થાય છે તે કમાણ જેવીતેવી નથી. બસો-પાંચસે રૂપિયા માટે જીવ પરદેશ પણ ચાલ્યો જાય, અનેક જખમ ખેડે અને મહેનત ઉઠાવે પણ પુણ્ય વિના તે પામી શકાતું નથી, અને સત્સંગ માટે જ્યારથી ડગલાં ભરે ત્યારથી જીવને પુણ્ય અઢળક બંધાતું જાય છે તેનું માત્ર જીવને ભાન નથી, શ્રદ્ધા નથી. પૂર્વભવનું કરેલું આ ભવે જીવ પામ્યા છે, પણ જે આ ભવમાં કમાણી નહીં કરે તે શી વલે થશે? માટે ચેતવા જેવું છે. બાળ કરશે તે બાળ ભગવશે. બૈરી કરશે તે બૈરી ભગવશે. પિતે એકલે જવાને છે. માટે ધર્મ કરશે તે સુખી થશે. સંસારમાંથી જેટલે કાળ બચાવી પુરુષની આજ્ઞામાં પ્રવર્તવાનું થશે તેટલું લેખાનું છે, કલ્યાણરૂપ છે. ૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ક. – સહનશીલતા, ધીરજ, સમભાવ, ક્ષમા આ ઉત્તમ દવા છે. અગાસ, ભાદરવા સુદ ૧૦, ૧૯૯૧ “ક્ષમા ધર્મ આદિ કહ્યો, ક્ષમા શર ભગવંત ક્ષમા ધર્મ આરાધતાં, પામે ભવનો અંત.” પર્યુષણ ઉપર હજારેક મુમુક્ષુઓ એકત્ર થયા હતા. અત્યંત ભક્તિભાવે સદ્દગુરુકૃપાથી પર્યુષણ પર્વની રૂડી રીતે નિર્વિધ્રપણે આરાધના થઈ છે. આત્માર્થે દાન, શીલ, તપાદિ વડે યથાશક્તિ સર્વેએ લાભ પ્રાપ્ત કર્યો છે”. ઘણું જીવોને બ્રહ્મચર્ય આદિ વ્રતની પ્રાપ્તિ થવાથી સમ્યકત્વ-પ્રાપ્તિને કારણની સન્મુખ ઘણું જીવાત્માઓ થયા છે. આ ભવમાં કરવા યોગ્ય સતશ્રદ્ધા છે. પુરુષના ગે જીવની યોગ્યતા હોય તે તે પ્રાપ્ત થાય છે. પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ ઉપર, તેમનાં વચનામૃત ઉપર શ્રદ્ધા-આસ્થા રાખી સંતના ગે જે સ્મરણભક્તિનું સાધન પ્રાપ્ત થયેલ છે તેમાં વિશેષ વૃત્તિ-રુચિ–ભાવ રહ્યા કરે તેમ પ્રવર્તવા ગ્ય છે. સત્પરુષનું એક પણ વચન જો સાચા અંતઃકરણે ગ્રહણ થશે તે જીવનું અવશ્ય કલ્યાણ થશે. ભક્તિના વીસ દેહરા, ક્ષમાપનાને પાઠ, આલેચના, આત્મસિદ્ધિ, છ પદને પત્ર આદિ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy