________________
આ બધામૃત નિર્ણય કે આગ્રહ વગરનું કરી સરલતા ને મધ્યસ્થતાથી એ વચને વાંચશે, વિચારશો, એ જ ઈચ્છું છું. આમાં મારી સ્મરણશક્તિ અનુસાર જ્ઞાનીઓએ કહેલ તે લખવા પ્રયત્ન કર્યો છે. છતાં જ્ઞાનીના બેધથી, આશયથી વિપરીત કે વિરુદ્ધ હોય તે તેની હ ક્ષમા ઈચ્છું છું.”
આપ સર્વ ભાઈબહેને અવકાશ લઈ આ પત્ર વારંવાર વાંચવા, વિચારવાનું કરશે તથા તમે પણ એકાંતમાં તે વાંચી સન્માર્ગમાં દઢતા વધે તેમ પ્રવર્તવા ભલામણ છે”. આપના સદ્ભાગ્યે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના વખતમાં એક ભાઈ પાસે તેઓશ્રીએ લખાવેલ પત્રની સ્મૃતિ થવાથી તે પત્ર નકલ કરાવી આપને વારંવાર વિચારવા બીડ્યો છે તે તેને સદુપયોગ કરતા રહેશે.
- ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
G૭
:
અગાસ
મનુષ્યભવ દુર્લભ છે. તેમાં મુખ્ય કર્તવ્ય તે એક આત્માની ઓળખાણ કરી લેવાની છે. તેને પિતાની કલ્પનાથી નિર્ણય થાય એમ ન હોવાથી સ્વછંદ રોકી સદૂગુરુની ઉપાસના તથા બેધનું શ્રવણ થાય તે ગ્યતા વધતાં યથાર્થ સમજાવા ગ્ય છે. તેથી જીવને સપુરુષના સત્સંગ અને બેધની જોગવાઈ મળે તેમ પુરુષાર્થ કર્તવ્ય છે. જીવ બીજી બધી સામગ્રી અનંત વાર પામે છે, પરંતુ એક સમ્યકત્વની પ્રાપ્તિ ન થઈ તેથી આ પરિભ્રમણ ટળ્યું નહીં. જે આ ભવમાં એક સમતિ પ્રાપ્ત થાય તે જીવ નિર્ભય, નિશંક થાય.
આત્માને સ્વભાવ જ ધર્મ છે. તે ક્યાંય બહાર નથી. નથી દેરાસરમાં, નથી શાસ્ત્રમાં. નથી કેઈ ગુરુ પાસેથી મળતું કે નથી કેઈ ક્રિયાકાંડમાં. ધર્મ તે પ્રત્યેક આત્મામાં જ છે. ભેદદષ્ટિથી જોઈએ તે સમ્યકદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યારિત્ર કહેવાય, પરંતુ અભેદદષ્ટિથી તે માત્ર આત્માનુભવરૂપ કે જ્ઞાનચેતના માત્ર છે.
ચૈત્યાલયને સંબંધ, ભક્તિ, શાસ્ત્રવાંચન, તીર્થયાત્રા કરવી, ગુરુની સંગતિ, શ્રાવક કે મુનિની ક્રિયારૂપ વ્યવહારધર્મ એ સર્વ માત્ર મનની પ્રપંચજાળથી બચવાનાં નિમિત્ત છે. તેથી તે સંગે હિતકારી છે. પરંતુ જે કઈ મુમુક્ષુ એ બધાં સાધનેને મૂળ ધર્મ માની લે અને શુદ્ધ આત્મતત્ત્વને ન ઓળખે તે મોક્ષમાર્ગ તે મુમુક્ષુને હાથ લાગે નહીં, માટે જણાવવાની જરૂર છે કે મૂળ ધર્મ તે આત્માને સ્વભાવ છે. જન્મ–જરા-મરણરૂપી રેગ ટાળવાની અને કર્મમળ છેવાની આ એક અદ્ભુત ગુણકારી દવા છે. તેની પ્રાપ્તિ સદ્દગુરુ વૈદ્ય દ્વારા થાય અને તેની આજ્ઞા પ્રમાણે તેનું સેવન થાય તે જીવ સદા સુખી રહે. કહ્યું છે કે – “સમ્યક દષ્ટિ સર્વત્ર સદા સુખી અને મિથ્યાષ્ટિ સર્વત્ર સદા દુઃખી છે.” આટલા કાળ સુધી જેની કાળજી નથી લેવાઈ તેની કાળજી હવે જાગ્રત થઈ લેવા ગ્ય છે. આપ જેવા સુજ્ઞને વિશેષ શું લખવું?
૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, ભાદરવા સુદ ૮, ૧૯૯૧ આ સંસાર દુઃખથી ભરેલો છે. તેમાં સુખ શોધવું તે વ્યર્થ છે. કોઈ અસંસારી આત્મજ્ઞાની પુરુષની અપૂર્વ વાણીથી જીવ મેહનિદ્રાથી જાગે તે તે સત્પરુષની આજ્ઞાએ