SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૪૫ સજીવન છે, બીજા બધા મર્યા જેવા છે. જ્ઞાની પુરુષ આગળ આવે તે કલપના ખસી જાય. જ્ઞાની વગર પોતાની કલપના આગળ થાય છે. કલ્પનામાં ભરાઈ જાય છે. જ્ઞાનીને આપણા ઉપર અનંત ઉપકાર છે, એ ભૂલી ગયા તો સત્સંગ પણ નકામે જાય. જે કંઈ અત્યારે સાંભળીએ છીએ, વિચારીએ છીએ, સમજીએ છીએ, તે બધે જ્ઞાની પુરુષને ઉપકાર છે. પ્રભુશ્રીજીના બોધમાં આવ્યું હતું કે સાધુ થયા હોય, ચારિત્ર પાળતા હોય, બીજાને ઉપદેશ આપતા હોય, પણ મનમાં બીજું હોય અને ઉપરથી બીજું હોય. બીજાને સારું દેખાડવા કરે. સાધુપણું હોય નહીં અને સાધુપણું બતાવે તે માયાશલ્ય છે. ઠેકાણે ઠેકાણે ધર્મો છે, શાસ્ત્રો છે પણ સત્ નથી. જંબુદ્વિપ, ધાતકીખંડની વાત કરીએ તે આપણને બહુ હિતકારી નથી, પણ આપણે શું કરવું? એ વિચારવું, એ વધારે હિતકારી છે. પિતાને જેનાથી લાભ થયો હોય તે વાત બીજાને કહેવાનું મન થાય. પણ કૃપાળુ દેવ પ્રભુશ્રીજીને લખે છે કે તમે અમને અમે જ્યાં સુધી ગૃહસ્થાવસ્થામાં છીએ ત્યાં સુધી કઈ પણ પ્રકારે પ્રગટ ન કરશે. કોઈ સત્પરુષને છે એમ કહેવું, પણ આ સપુરુષ છે, એમ તમારે ન કહેવું. પિતાનું કરવાનું ઘણું છે. વિષયવાસને કાઢવી એ પહેલું કરવાનું છે. પ્રિય કરવા જેવું જાણ્યું નથી, તે પ્રિય કરે તે ક્યાંથી? અમે ધર્મ કરીએ છીએ એમ માને પણ હોય મિથ્યાધર્મવાસના. એ શોધી શોધીને બધા દેષ દૂર કરવા. પાંચ ઇન્દ્રિયના વિષયે શત્રુ છે, તેને કાઢવા. પાંચે ઈન્દ્રિયે પુદ્ગલને બતાવનારી છે, અને પુદ્ગલ-અનુભવ-ત્યાગથી આત્માની પ્રર્તીતિ થાય છે. કેઈની સાથે પ્રતિબંધ કરવા જેવું નથી. અસંગ અને અપ્રતિબદ્ધ થવાનું છે. પુરુષ વગર એવું કણ કહે? બીજા તે વખાણ કરે. હું કંઈ જાણતું નથી એમ કરવાનું કહે છે. પ્રભુશ્રીજીને કૃપાળુદેવ કહે છે કે તમારે આ પત્ર કોઈ મુમુક્ષુ આવે તો વંચાવો. ગ્યતા વધારવા માટે પ્રથમ બ્રહ્મચર્ય સાધન છે. અસત્સંગથી છૂટવું અને બ્રહ્મચર્યમાં રહેવું. સંસારમાં છે ત્યાં સુધી સંગ તો હોય. સંગના બે ભેદ છે, એક સત્સંગ અને બંને કુસંગ. આત્મા ભણી વાળે તે સત્સંગ છે અને તેથી વિપરીત અસત્સંગ છે. મુખ્યપણે આપણને જે પુરુષની શ્રદ્ધા થઈ તે છોડાવી દે તે માટો કુસંગ છે. સંસાર એ અનંત કુસંગરૂપ છે. (મે. ૨૪) કુટુંબનાં કાર્યો કરવામાં જે પુરુષનું કહેવું છે તે ગૌણ થઈ જાય છે તેથી અને સત્સંગમાં જતાં રોકે છે. તેથી, એ પણ કુસંગ છે. કુશાસ્ત્ર છે તે પણ અસત્સંગ છે. મોટા અસત્સંગ તો ક્રોધ, માન, માયા લેભ એ છે. એ હદયમાં રહે છે અને વિપરીતતા કરાવે છે. રેગ્યતા થવામાં એ બધાં વિશ છે. વિ. ૧૯૯] ૫૦ શાસ્ત્ર વાંચવું હોય ત્યારે નિવૃત્તિ અને પાંચ ઇન્દ્રિયના વિષયોની નિવૃત્તિ જોઈએ. નિવૃત્તિની જીવન જરૂર છે. વાંચવાનું ન બને તે મારે બીજા કશા વિચાર કરવા નથી, જ્ઞાનીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy