________________
૩૪ર
બેધામૃત આવે છે ત્યારે તેઓને કંઈ ચિંતા ફિકર રહેતી નથી. કારણ કે જે કામ કરવું હતું તે કરી લીધું. હવે દેહ રહે કે ન રહો બને એક સરખાં લાગે છે.
- ૧૭ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૬, ૨૦૦૮ સુખ અંતરમાં છે, બહાર શેધવાથી નહીં મળે.” (૧૦૮) બીજે ન મળે. જ્યાં સુખ નથી ત્યાં શેધે તે ન મળે. આમા જણાય ત્યારે જણાય કે આત્માનું સુખ આત્મામાં છે. આત્મજ્ઞાન કરવાનું છે. આત્મજ્ઞાન વિના કેઈમેક્ષે ગયા નથી. બીજું પડી મૂકી આત્માને જાણ, દેહદૃષ્ટિ છે ત્યાં સુધી રાગદ્વેષ થાય. અંતરદષ્ટિ થાય તે પ્રમાદ થાય. આત્મા અંદર નથી, બહાર નથી. જ્યાં છે ત્યાં છે, જ્ઞાનમાં છે. જે જાણનારે છે, જ્ઞાનવાળે છે તે આત્મા છે. આત્મા આત્મામાં છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ ચારે દિશામાં નથી. એના લક્ષણથી ઓળખાય છે. પિતાને પરને જાણે તે વસ્તુ હું છું. જેવડું જ્ઞાન છે તેવો આત્મા છે. સ્ત્રી, પુરુષ, નપુંસક પણ દેહ છે, તે આત્મા નથી. આત્મા ભારે નથી, હલકે નથી. સંખ્યાથી રહિત છે. આત્માને રંગ નથી. જ્ઞાનદર્શનની મૂર્તિ તે આત્મા છે. દેહ જે દેખાય છે તે હું નથી. જેવા જે તે આત્મા છે. બીજું કંઈ જોવા જેવું નથી.
૧૮ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ વદ ૮, ૨૦૦૮ સાચું સુખ શું છે એનું ભાન નથી. પુરુષના ગે જ ભાન પ્રગટે છે. મેક્ષ જોઈએ છે એમ કહે, પણ મક્ષ શું તેની ખબર નથી. પુરુષના ગે જ ખબર પડે. મુખ્ય ભાવના તે પુરુષના યુગની રાખવી. એ યુગ ન હોય તે ભાવના એની રાખીને સશાસ્ત્રને પરિચય રાખ.
૧૯ શ્રીમદ્ રા. આ. અગાસ, જેઠ સુદ ૭, ર૦૦૮ “અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ;
કતાં ભક્તા તેહને, નિર્વિકલ્પ સ્વરૂ૫.” શુદ્ધપરિણામને આત્મા કર્તા–ભક્તા છે. પિતે જ સ્વપરિણામરૂપ કર્મ છે. પિતાના સ્વભાવને કર્તા છે. પિતાના પરિણામનું ફળ પિતાને આપે છે. વિભાવથી વિરમે છે. તે પિતાને સ્વભાવમાં સ્થિર કરે છે. આત્મા પિતે જ અધિકરણ છે. આત્મા પરબ્રહ્મ છે, અજર અમર છે. નવે તત્ત્વમાં પરમાત્મા મહાન છે. પૂજવાયેગ્ય, અત્યંત પ્રકાશવાળા, ગુણના ધામ એવા સચ્ચિદાનંદ પરમાત્મા છે. પોતાની પરિણતિમાં રમતા એવા પરમાત્માને નમસ્કાર.
“વીયો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ;
તેલ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.” આત્મસિદ્ધિ ભણે તે બધાંય શાસ્ત્રો ભણી ગયે. પર્યાય એ દ્રવ્યની અવસ્થા છે. શુભ અશુભ ભાવમાં જીવ આવે ત્યારે શુભ અશુભરૂપે જ થઈ જાય છે. સ્ફટિકની પેઠે. જે સંયેગ મળે તે થઈ જાય છે. શુભ સંગ અને અશુભ સંગ બનેથી રહિત આત્મા થાય ત્યારે શુદ્ધ આત્મા થાય. પર્યાય ઉપરથી દ્રવ્યની ખબર પડે છે. શુભાશુભ ભાવ છે ત્યાં અશુદ્ધ દ્રવ્યગુણપર્યાય છે. શુદ્ધભાવ થાય તે શુદ્ધ દ્રવ્યગુણપર્યાય કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org