________________
૩૩૯ પાછું વળે તેમ નથી તેમ વખત ગયા બાદ પાછું આવતું નથી. પાછળથી કંઈ વળે તેમ નથી. માટે વખતને સદુપયોગ કરી લે.
૫ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૭-૧૦-૪૪ પરમકૃપાળુદેવનાં વચને ઘણુ જ ગૂઢાર્થવાળાં છે. જેમકે “તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં.” આ વાક્યમાં બધું સમાઈ જાય છે. દયાનું સ્વરૂપ સમજવામાં આવે છે ત્યારે પિતાના આત્માની અત્યંત કરુણ ઊપજે છે અને તે જ સમકિત છે. તે પ્રાપ્ત થયા બાદ આત્મામાં અપૂર્વ શાંતિ આવે છે, સમતા આવે છે; પરિણામે કેવળજ્ઞાન પ્રગટાવી મેક્ષ પ્રાપ્ત કરાવે છે.
૬ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૨-૧૦-૪૪ એક તરફ કોઈ મરણ પામ્યું હોય અને બીજી તરફ લગ્નપ્રસંગે મિષ્ટાન જમનાર માણસને વિચાર થઈ પડે છે કે આમ કરવું તે એગ્ય લાગતું નથી. તેવી રીતે આ જીવને વિચાર આવે જોઈએ કે જન્મજરાનાં દુઃખે જ્યાં સુધી રહેશે ત્યાંસુધી નિર્દોષ સુખ મળવાનું નથી. ધન મેળવી જીવ સુખી થવા ઈચ્છે છે અને તેના ઉપર રાગ કરે છે, પણ તે મળ્યા બાદ તેને ચોરાઈ જવાનો, લૂંટાઈ જવાને તેમ જ રાજા વગેરે લઈ લે તેને ભય કાયમ રહ્યા કરે છે તે તેમાં સુખ ક્યાં છે? તેમાંથી નિર્દોષ સુખ મળે એ કેમ કહેવાય? કારણું પરિણામ જેનું દુઃખમય આવે તે દુઃખ જ છે. તેવી જ રીતે સંસારના દરેક પદાર્થોમાં પરિણામે દુઃખ જ છે. માટે નિર્દોષ સુખ જે આત્મામાં છે અને જેને કઈ વખતે નાશ થતું નથી તે મેળવવા પુરુષાર્થ કરે.
૭ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૩-૯-૪૫ પ્રભુશ્રીજી કહેતા કે આ દરવાજામાં પગ મૂકનાર માણસનું ઘણું પુણ્ય હોય છે, તે જ અંદર આવી શકે છે. જે તે અંદર આવી ગયો તે કંઈ ને કંઈ તેને ખબર ન પડે પણ લઈ જશે.
૮ શ્રીમદ્ રા. આ. અગાસ, તા. ૧૬-૧૧-૪૫ “સ્મરણ” એ અદ્ભુત છે. સ્વરૂપ પ્રાપ્તિ કરાવનાર છે. આખો દિવસ તેનું રટણ કરવામાં આવતું હોય તે પણ નિત્યનિયમની માળા ગણવાની ચૂકવી નહીં. જેને અમૂલ્ય વખતની ક્ષણ પણ નકામી ન જવા દેવી હોય તેને માટે “સ્મરણ એ અપૂર્વ વસ્તુ છે. કૂવામાં પડેલા ડૂબતા માણસને હાથમાં દોરડું આવે તે તે ડૂબે નહીં તેમ “સ્મરણ એ સંસારસમુદ્રમાંથી તારનાર વસ્તુ છે.
- ભક્તિ, વાચન, મરણ વગેરે પિકી જે વખતે જેમાં ચિત્ત તન્મય થાય તે પ્રકારે તેમ થવા દેવું. મુખપાઠ કરવાને અભ્યાસ રાખવે. કારણ મુખપાઠ કરેલું હોય તે કઈ વખતે ઘણે લાભ આપે છે. ગમે ત્યારે, ગમે તેવા સંજોગોમાં પણ મુખપાઠ કરેલ વચન ઉપયેગી થઈ પડે છે. કારણ, પુસ્તક હંમેશ પાસે હાય નહીં.
૯ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૭, ૨૦૦૭. આ કામ, ક્રોધ અને લેભ એ ત્રણ મોટા વિકારે છે. કામ છે તે ભૂત જેવું છે. મનુવ્યને ગાંડે બનાવનાર છે. કામમાં આસક્ત થયેલાને વિચાર નથી હતું. જ્યારે જીવને ક્રોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org