________________
૩૩૫
સંગ્રહ ૫
૩૩૫ “મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરેત;
તેમ મૃતધ રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત.” જે કરવાનું છે તે જવ ભૂલી જાય છે. જેમ ગરજ વધશે તેમ તેમ એની વૃત્તિ જ્ઞાનીનાં વચનમાં–આત્મામાં રહેશે. પુરુષાર્થ કરે તે બધું થાય.
૮૫ શ્રીમદ્ રા. આ. અગાસ, કારતક સુદ ૬, ૨૦૧૦ કલેશથી ભરેલે સંસાર છે. જંપવા જેવું નથી. બધે કલેશ જ છે. સંસારને અનુભવ એ છે કે ભુલાય નહીં. જે વસ્તુ ભૂલી જવાની છે, તેને જીવ વધારે તાજી કરે છે. પિતાનો વિચાર જીવને આવતું નથી. તેથી બીજે ખેટી થાય છે. આપણે અહીં ક્યાં બેસી રહેવાનું છે? આત્મસિદ્ધિની એક એક ગાથા ઉપર સો સો ગાથાઓ લખે તોય પૂરું થાય એવું નથી.
“જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથીં જન એહ.” ત્યે એને અર્થ કરો !” એમ પ્રભુશ્રીજી કહેતા. આખી જિંદગી સુધી કામ આવે એવી આ ગાથા છે. આત્માર્થી હોય તેણે ગમે તે પ્રસંગે શું કરવું અને શું સમજવું એને ઉકેલ તેને આવે. મહાપુરુષે અવિષમભાવે એટલે સમભાવે રહ્યા તે જ કર્મ છેડ્યાં છે. ઉદાસીનતા એટલે સમભાવ. જેને કંઈ પ્રતિબંધ નથી તે ઉદાસીન છે. રાગદ્વેષમાં ન તણાવ એનું નામ ઉદાસીનતા છે. સમભાવ કે ઉદાસીનતા એક જ છે. ઉદાસીન એટલે ક્યાંય ચોંટી ન ગયે હોય. આમ થયું તેય ઠીક અને તેમ થયું તેય ઠીક એ ઉદાસીનતા છે. જે થાય તે ભલું માનવામાં આવે તે એ ઉદાસીનતા છે. “અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.” (૭૭). સુખ પ્રાપ્ત કરવું હોય તે ઉદાસીનતા આવે ત્યારે પ્રાપ્ત થાય. એ વગર સુખ ન આવે. વૈરાગ્ય હોય તે ઉદાસીનતા રહે. વૈરાગ્ય ઉદાસીનતાનું કારણ છે. હું તે આત્મા છું. હું બ્રાહ્મણ છું, વાણિયે છું આદિ બાબત બધી છોડી દેવાની છે. દેહના એ બધા ભાવ છે, આત્માને કંઈ નથી.
રડવાથી અસાતવેદની બંધાય છે. આપણને વિચાર નથી આવતો. કાલે શું થશે તેની શી ખબર છે? કૃપાળુદેવનું શરણું રાખવું તે બધાનું કલ્યાણ થવાનું છે. કેઈનું દુઃખ લેવાય નહીં. આપણું સુખ કેઈને દેવાય નહીં. આપણને પણ મરણ આવવાનું છે. આપણે ગભરાઈ જઈએ તે તે વખતે મરણ બગડી જાય. જે થવાનું છે તે તલભાર આઘું પાછું થવાનું નથી. આપણા મનને દઢ કરવું. મંત્રમાં ચિત્ત રાખવું. કૃપાળુદેવનું શરણ છોડવા જેવું નથી. મનુષ્યભવ રડવા માટે નથી મળ્યું. આખું જગત આપણને કર્મ બંધાવી લૂંટી લે એવું છે. જે થવાનું હશે તે થશે, રૂડા રાજને ભજીએ. ગમે તેવું દુઃખ પડે પણ રડવું નથી. રડવાથી કેઈને લાભ નથી. જેને દેહ છૂટી ગયેલ હોય તેને પણ રડવાથી લાભ નથી. હરતાં ફરતાં “મહાત્મસ્વરૂપ પરમગુરુ” કરવું. એથી બળ મળે. શૂરવીર થાય તે કર્મ આવતાં ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org