________________
૩૧૬
બધામૃત હા કહી નથી; કેવળ તે વિષે નકાર કર્યો છે.” (૪૪૬) અવને પ્રદેશ પ્રદેશે આકર્ષે એવું સંસારનું સ્વરૂપ છે, માટે એમાં વૃત્તિ રાખવાની તીર્થકરે ના કહી છે. સંસારને પૂંઠ દેવાનું કહે છે.
બીજે આકર્ષણ થાય છે, ભિન્ન ભિન્ન પદાર્થમાં વૃત્તિ જાય છે, ત્યાંથી ઉપયોગ પાછો વળે તે આત્મામાં ઉપગ એટલે અંતર્મુખવૃત્તિ થાય. મારું છે એમ થાય ત્યાં ચિંતા થાય. અંદરથી દેહાધ્યાસ એને છૂટી જાય તે કર્મ કરે ય નહીં અને તેથી ભેગવવું પણ ન પડે.
છૂટે દેહાધ્યાસ તે, નહીં કર્તા તું કર્મ
નહીં ભક્તા તું તેહને, એ જ ધર્મનો મર્મ.” બીજી વસ્તુની જીવ સંભાળ રાખે છે, પણ આત્મા દેખાતું નથી, તેથી એની સંભાળ પણ રાખતા નથી. આત્મા સંબંધી જે ગેડ બેસવી તે પુરુષ વિના બેસતી નથી. “તારે એક આત્મા. આત્મા જેવો” એમ પ્રભુશ્રીજી કહેતા. સત્સંગમાં કષાય મંદ થાય છે. મંદ કષાયના વખતમાં જ્ઞાનીનાં વચનો ઊંડા ઊતરે છે. તેથી એને પિતાના હિતની ગરજ જાગે છે. જેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે તેમની દઢ શ્રદ્ધા એ એક્ષન પામે છે. ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. એને જ શાસ્ત્રોમાં સમકિત કહ્યું છે. પુરુષના યેગે જીવને ગરજ જાગે છે. જીવને અવકાશ નથી. બીજી વસ્તુઓથી ભરાઈ ગયે છે. મંદ કષાય સત્સંગે થાય છે. તેથી મધ્યસ્થ દષ્ટિ આવે છે. તેથી એને વિચાર જાગે. સત્સંગ એટલે સને રંગ ચઢાવે તે. અરૂપી પદાર્થને નિર્ણય થ બહુ દુર્લભ છે. કૃપાળુદેવે સત્સંગને બદલે ઘણે ઠેકાણે પુરુષ શબ્દ વાપર્યો છે. પુરુષનું ઓળખાણ થયા પછી પણ પુરુષને સત્સંગ મળ બહુ મુશ્કેલ છે. એટલું પુણ્ય પણ જીવનું ન હોય. કૃપાળુદેવ લખે છે કે “તે સત્સંગ નિશ્ચયપણે જાણ્યું છે, એવા પુરુષને તે સત્સંગને યોગ રહે એ દુષમકાળને વિષે અત્યંત વિકટ છે.” (૪૪૬). સેભાગભાઈને કૃપાળુદેવનું ઓળખાણ થયું છે, પણ તેમને સત્સંગ નથી રહેતું. તેમ છતાં ઉપાધિ પ્રત્યે દ્વેષ કરવાનું નથી. જે વૈષ કરે તો નવાં કર્મ બંધાય.
દુખ હોય, ગમે તે હોય પણ એ આત્માને નુકસાન કરનાર નથી. પિતે પિતાને શત્રુ છે અને પિતે પિતાને મિત્ર થાય તે છે. નરકમાં જીવે ઘણું વેદના સહન કરી છે. તેના જેવાં તે અહીં દુઃખ નથી. સમજણ ઉપર બધે આધાર છે. સવળી સમજણ હોય તે સવળું લેવાય. મુઝાય તે આર્તધ્યાન થાય. મન નવરું પડે તો સંસારની ઘટમાળમાં જાય. તેથી રોકવું. થોડીક વાર ભલે તું રાગ-દ્વેષ કર એમ ભગવાને કહ્યું નથી. ભગવાને તે સમય માત્રના પ્રમાદની ના કહી છે. આત્મા ઉપગ સ્વરૂપ છે. ઉપગમાં રાગદ્વેષ એ વિકાર છે, તે નીકળી જાય તે આત્મામાં ઉપયોગ રહે, પિતે પિતારૂ રહે. આત્મા આત્મારૂપે રહે એવું થવા અર્થે સત્સંગ, સત્પરુષને વેગ છે. આત્માને જીવ ભૂલ્ય છે, એ જ મરણ છે.
“ક્ષણ ક્ષણ ભયંકર ભાવભરણે, કાં અહો રાચી રહો.” સમયે સમયે વિભાવમાં જાય છે એ જ મરણ છે. એ જ શત્રુ છે. કેઈને દેષ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org