________________
૩૧૨
બેધામૃત કરજે. ડાહ્યા ન થશે, કૃપાળુદેવનું જે કહેવું છે તે આપણી સાથે સરખાવવું.
૬૫ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો સુદ ૧૪, ૨૦૦૯ કૃપાળુદેવને જગતનું વિસ્મરણ થઈ ગયું છે, ખરું જગત તે આ દેહ જ છે. તેની વિસ્મૃતિ થઈ તે પછી આખા જગતની થઈ જાય. અવિષમભાવે રહેવું એ મોટામાં મોટું ત્રત છે. પોતાની ઇચ્છાઓ કૃપાળુદેવે રેકી છે. પ્રારબ્ધને ધક્કો લાગે ત્યારે પ્રવૃત્તિ થાય છે, પણ પિતાની ઇચ્છાએ તે થોડી પ્રવૃત્તિ કરવામાં આવે છે. જે બધું થાય છે તેમાંથી અહંભાવ એમને નીકળી ગયો છે. તેથી બેલે તેય બેલતા નથી, સાંભળે તેય સાંભળતા નથી. પ્રારબ્ધ સિવાય કંઈ કરતા નથી. સમકિત થયું ન હોય તે પણ મુમુક્ષુ સંસારને ઈચ્છે નહીં. પ્રતિબંધ એને ત્રાસરૂપ, યમ જેવો લાગે. જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને મુમુક્ષુ ચાલે નહીં.
૬૬ શ્રીમદ્ રા. આ. અગાસ, આ સુદ ૧૫, ૨૦૦૯ | મુમુક્ષુ જીવને આત્મહિત શાથી થાય? એવી દયાવાળા મોટા પુરુષ હોય છે. સભાગભાઈને એમ ભાવના થયા કરે છે કે કૃપાળુદેવ દીક્ષા લે છે એનું ક૯યાણ થાય. પ્રારબ્ધને ઉદય એ છે કે ઘણે વખત ઉપાધિમાં રહેવું પડે. તેમાં એમને મારાપણું નથી તેથી ખેદ થતો નથી. પણ આત્મા ગૌણ થાય છે, તે દુઃખ છે.
ત્યાં આવ્યો રે ઉદય કાર, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે;
જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક પંચ રે.” એવા વખતમાં વીર્ય વધારે ફેરવવું પડે છે. એમને તે એ ઉપાધિયોગ એક પરિષહ જેવો છે. વ્યાપારનું કામ એવું છે કે એમાં ઉપયોગ દેવે પડે, “ઉપાધિયે વિશેષ પ્રકારે કરી ઉપયોગથી વેદ પડયો છે.” (૪૫૩)
એક તે અવસર્પિણી કાળ છે. એટલે આયુષ્ય, પુણ્ય બધું ઓછું હોય. સારી સામગ્રી ડી રહે છે. બીજું અનાર્યોએ હિંદુસ્તાનમાં આવીને લેકેની વૃત્તિઓ પિતાના વર્તન પ્રત્યે ખેંચી અને તેની પણ મુંબઈ જેવા ક્ષેત્રમાં તે વધારે અસર છે. આત્માનું તે કેઈને ભાન કે ગરજ પણ નથી. આખી જિંદગી સુધી કમાઉં કમાઉં કરે છે. આત્માનું કલ્યાણ કરવું એવા સંસ્કાર હોય તેય અનાર્ય જેવા ક્ષેત્રમાં જાય તે ભૂલી જાય, બીજા સંસ્કાર પડી જાય છે. પરમાર્થ વિસરાઈ જાય એવું હોય છે. વ્યાપારની જ કાળજી રાખનાર ચારે બાજુ હોય છે. આત્માનું ગમે તેમ થાઓ, એમ કહે છે. પરમાર્થ ન ભુલાય એવું રહેવું બહુ મુશ્કેલ છે. વૈરાગ્ય હોય તેને પરમાર્થ ન ભુલાય, પણ એવા ક્ષેત્રમાં તે ભૂલી જવાય. આનંદઘનજીના કાળમાં જેવો દુષમકાળ હતો તે કરતાં તે આ કાળ ઘણે વિષમ છે.
ઉદરભરણાદિ નિજ કાજ કરતા થકા, મેહનડિયા કળિકાળ રાજે” (આ૦ ૧૪) કૃપાળુદેવના કાળ કરતાં આ કાળ કેટલો વિષમ આવ્યું છે! કળિકાળ તે વધતો જાય છે. વ્યવહારની નીતિ પણ બરાબર રહી નથી. એ કળિકાળથી બચવું હોય તે સત્સંગ એક સાધન છે, બીજું સાધન નથી. કૃપાળુદેવને સત્સંગની કેટલી ઈચ્છા રહે છે! પૂર્વભવે એમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org