________________
૩૦૦
બોધામૃત
આજ્ઞાએ વર્તવું. હું કંઈ જાણતું નથી એમ કરી જ્ઞાનીને શરણે જવું તે સમતિ થાય. કૃપાળુદેવ જાણે છે, એમ રાખવું. સ્વચ્છેદે વર્તતાં જ્ઞાની પુરુષ પણ ડરે છે. દષ્ટિ ફેરવવાની છે. [“ચારિત્ર ચક્રવર્તી” વંચાતા
પ૫ શ્રીમદ્ રા. આ. અગાસ, ભાદરવા વદ ૧૧, ૨૦૦૯ “બાબાઇ ધ ગાળા તા.” પોતાની મેળે કરે તેના કરતાં જ્ઞાનીની આજ્ઞાથી કરે તે ધર્મ પ્રગટ થાય. પુણ્યનો ઉદય થાય, ત્યારે અહીં આવવાનું બને છે. ભાવના હોય તે એ જેગ મળી આવે. બધું ડહાપણુ મૂક્ય છૂટકે છે. સીધા થવું પડે. અહંકાર જે બહુ મુશ્કેલ છે.
સાધુ તથા શ્રાવકનાં છ આવશ્યક કહ્યાં છે. આવશ્યક એટલે અવશ્ય કરવા ગ્ય. એને બીજો અર્થ અવશ્ય એટલે જે પાંચ ઇન્દ્રિયને વશ નથી એવા સાધુ કે શ્રાવકને કરવા યોગ્ય એમ પણ થાય છે. ૧. સામાયિક એટલે સમતા, ૨. સ્તવન એટલે ચોવીશ તીર્થકરની સ્તવના, ૩. વંદના, ૪. પ્રતિક્રમણ, પ. પ્રત્યાખ્યાન, ૬. કાત્સર્ગ.
જેને મોક્ષે જવું છે તેને સમભાવ વગર મેક્ષ નથી. પહેલામાં પહેલી સમતા. સમતા, સામાયિક, સમભાવ એ એક જ છે. પિતે રાગદ્વેષ કરે છે તેથી ભવ વધે છે. એ છેડે તે કેવળજ્ઞાન થાય. “હું દેહાદિ સ્વરૂપ નથી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” (૬૯૨) આ જીવની સવારથી સાંજ સુધીની બધી ક્રિયામાં રાગદ્વેષ થયા કરે છે. જ્યારે એમ થાય કે મારે રાગદ્વેષ નથી કરવા, ત્યારે સમભાવ આવે. ગમે તે અવસ્થા આવે પણ જે થાય તે ભલું માનવામાં આવે, તે એને ઈષ્ટ–અનિષ્ટપણું ન થાય. એમ સમભાવમાં રહે તે છૂટે. સામાયિકના છ ભેદ કહે છે. ૧ સચિત્ અચિત સોનું માટી વગેરે કઈ દ્રવ્યમાં રાગદ્વેષ ન થાય તે દ્રવ્યસામાયિક, ૨ કઈ ક્ષેત્રમાં અનુકૂળ પ્રતિકૂળ ન મનાય તે ક્ષેત્ર સામાયિક, ૩ કઈ કાળમાં ઈષ્ટઅનિષ્ટ ન થાય તે કાળ સામાયિક, ૪ કોઈ પ્રત્યે રાગદ્વેષ કષાયભાવ ન થાય તે ભાવસામાયિક, ૫ કેઈ શબ્દ કે નામમાં રાગદ્વેષ ન થાય તે નામસામાયિક, ૬ કોઈ પ્રકારની સ્થાપનામાં સારી ખરાબ ન મનાય તે સ્થાપના સામાયિક. બહારથી સામાયિકપણું દેખાતું હોય પણ અંદર સમભાવ ન હેય તે સામાયિક નથી. હોય તેવું જાણવામાં દેષ નથી, રાગદ્વેષ કરવા તે બંધનું કારણ છે. સમભાવ વગર મુનિપણું, શાસ્ત્રાભ્યાસ બધું નકામું છે. સમભાવ કરવા માટે બધું કરવું છે. સમતાભાવથી અનાકુળ રહેવું તે સામાયિક છે. પ્રથમ તે રાગદ્વેષ થવાનાં નિમિત્તને છેડે, રાગદ્વેષ ન થવા દે, તે સમભાવ રહે. સુખ દુઃખ સમાન લાગે, સુખ પણ દુઃખરૂપ લાગે ત્યારે સમતા આવી કહેવાય. ભગવાનની પ્રતિમા છે, તે સમભાવની જ મૂર્તિ છે. જેનામાં સમભાવ છે, તેમાં દષ્ટિ રાખે તે સમભાવ આવે. સમજીને સમાય તે સમભાવ આવે. રાગદ્વેષ એ મજા છે, એ સમાઈ જાય તે સમભાવ આવે. ગમે તે થવું હોય તે થાઓ, રૂડા રાજને ભજીએ, એમ જે હોય તેને સમભાવ આવે. સમભાવ આવે તે પર માત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે. જાની અપેક્ષાએ જુએ તો કાચ અને હીરે બરાબર છે, કારણ કે બન્ને જાણતા નથી. જ્ઞાનીને વિવેક થયો છે તેથી જીવને જીવ અને જડને જડ જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org