________________
ખરા કેળવણીકાર
! ૮૨૧
આત્મા પણ સાથે જ ગયા. ગાંધીજીએ નઈ તાલીમની નવદૃષ્ટિ કેળવણીકારા સમક્ષ રજૂ કરી. ધણાને શ્રદ્ધાથી, ઘણાને પ્રભાવથી અને ઘણાને અધૂરીપૂરી સમજણથી ગાંધીજીની એ દૃષ્ટિ પ્રત્યે આકર્ષણ જન્મ્યું. પણ સ્પષ્ટ અને મક્કમ સમજણપૂર્વક ગાંધીજીની એ દૃષ્ટિને સવેદનમાં ઝીલનાર બહુ વિરલ હતા. નાનાભાઈ તેમાંના એક, અને કદાચ મેાવડી. વળી નાનાભાઈની પાસે દક્ષિણ મૂર્તિની સાધનાનું આંતરિક ભડાળ કાંઈ જેવું તેવું ન હતું. તેની સાથે સાથે આ નઈ તાલીમની દૃષ્ટિ ઉમેરાઈ, એટલે તેમણે દક્ષિણામૂર્તિના આત્માની સાથે ગામડા ભણી પ્રયાણ કર્યું; અને ત્યાં જ દક્ષિણામૂર્તિની પૂજા શરૂ થઈ. આંખલા ગ્રામદક્ષિણામૂર્તિના ૧૨-૧૪ વર્ષના વિકાસ અને વિસ્તાર જોતાં તેમ જ તેમને મળેલ કાર્ય કર્તાઓને સાથ અને સરકારી તેમ જ બિનસરકારી કેળવણીકારાનું આકષ ણુ જોતાં એમ કહી શકાય કે નઈ તાલીમની દૃષ્ટિએ અત્યારે જ્યાં જ્યાં ખરું કામ થઈ રહ્યું છે તેમાં ગ્રામ દક્ષિણામૂર્તિનું સ્થાન અગત્યનુ છે. ભાવનગર અને આંખલા એ બન્નેમાં સ્થાનભેદ ખરા, પણ કેળવણી અને શિક્ષણના આત્મા તે એક જ. ઊલટુ, ભાવનગર કરતાં આંબલામાં એ આત્માએ નઈ તાલીમના સંસ્કારના પુટ મળવાથી લાકકલ્યાણની દૃષ્ટિએ બહુ વિકાસ સાધ્યો છે, એમ મને ચોખ્ખુ લાગે છે. આંબલાના ૧૨-૧૪ વર્ષના એ અનુભવ–પરિપાકના બળે નાનાભાઈને લેાકભારતી ગ્રામવિદ્યાપીઠ શરૂ કરવાનું સ્વપ્ન આવ્યું અને તે મૂર્ત પણ થયું. આવું સ્વપ્ન મૂર્ત ત્યારે જ થાય કે જો ધારેલ ગણ્યાગાંવા પણ સાથીઓ મળે. નાનાભાઈ ને એવા શિષ્યા અને સાથી મળ્યા. આની ચાવી
શેમાં છે તે પણ આ સ્થળે જાણી લેવું ઘટે.
કોઈ પણ માણસ માત્ર પુસ્તક લખી કે ભાષણા આપી સમથ કાર્યક્ષમ માણસાની પરંપરા પેઢા નથી કરી શકતો. ગાંધીજીએ આશ્રમે ઊભા કરી કુનેહપૂર્વક ચલાવ્યા ન હાત તો આજે તેમની તપસ્યાને ઝીલનાર જીવતા છે તેવા વ પણ હયાતીમાં ન હોત. નાનાભાઈને પણ એ ચાવી પ્રથમથી જ લાધેલી. એમણે દક્ષિણામૂર્તિ સાથેજ છાત્રાલય શરૂ કર્યું. અને આશ્રમજીવનના પાયા નાપ્યો. એ જ જીવનમાંથી તેમને કેટલાક સાથી મળી ગયા; અને તે આંબલાની યાત્રાથી સણેાસરાની યાત્રા લગી કાયમ છે. આ રીતે નાનાભાઈએ થાડાક પણ સુયોગ્ય ચેતન–પ્રથા નિર્માણ કર્યાં, જે આશ્રમજીવનને આભારી છે.
કાઈ પણ સંસ્થાએ પ્રાણવાન રહેવું હોય તે સંસ્થાના સ્થાપક અને મુખ્ય જવાબદારે તે સંસ્થાને તેજ અપતા રહે, વિકસાવતા રહે, એવા શિષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org