________________
૮ર૦]
દર્શન અને ચિંતન - અનેક મુરબ્બીઓ, સહકાર્યકર્તાઓ સાથે પ્રબળ મતભેદ થયા, પણ તેમણે કઈ સ્થળે સત્યને આંચ આવવા દીધી હોય કે સામાને અન્યાય કર્યો હોય એમ “ઘડતર અને ચણતર ” વાંચતાં લાગતું નથી. જ્યાં પણ ખમવા કે સહવા વાર આવ્યું ત્યાં તેઓ જાતે જ ખમી ખાય છે, નવો માર્ગ શોધી કાઢે છે, અને બીજા બધાને માર્ગ મોકળો કરી આપે છે. આ વિવેકખ્યાતિનો તેમણે સાધેલ નો વિકાસ. પ્રત્યેક વિચારક કે પ્રત્યેક પ્રવૃત્તિમાં જે જાગતું મને દેખાય છે તે જ તેમને અપ્રમત્ત યોગ છે. આની પ્રતીતિ “ઘડતર અને ચણતરમાં સર્વત્ર મળી રહે છે.
ગૂજરાત વિદ્યાપીઠ સાથે સંકળાયેલ રાષ્ટ્રિય શિક્ષણસંસ્થાઓમાં, હું જાણું છું ત્યાં લગીમોખરાનું સ્થાન દક્ષિણામૂર્તિનું હતું. એની પ્રતિષ્ઠા, એના વિદ્યાર્થીઓની છાપ વિદ્યાપીઠમાં પણ જુદી જ અનુભવાતી. ભાવનગર દક્ષિણામૂર્તિને વિસ્તાર અને પ્રભાવ માત્ર ગુજરાતમાં જ મર્યાદિત ન હતો; એના વિદ્યાર્થીઓ દૂરદૂર લગી પ્રસરેલા, અને તેમાં શીખવા આવવાનો લેભ પંજાબ તેમ જ રાજસ્થાનના કેટલાક સ્વતંત્ર શિક્ષણવાંછુઓમાં તે કાળે મેં જોયેલે. આવી ભાવાળી અને સાધનસંપન્ન તેમ જ રાજ્ય સુધીમાં આદર પામેલી અને સ્વહસ્તે સ્થાપેલી તથા સ્વપરિશ્રમે ઉછેરેલી સંસ્થાને છોડવાનો વિચાર નાનાભાઈને સાધારણ સંજોગોમાં આવી ન જ શકે. જે શિક્ષકે અને સહકારીઓ સાથે એમને કામ કરવાનું હતું તેમના પ્રત્યે નાનાભાઈના દિલમાં કોઈ પણ અંગત સ્વાર્થ કે અસૂયાને સ્થાન હવાનો તો સંભવ જ ન હતો. આમ છતાં તેમણે એ ભાવનગર દક્ષિણામૂર્તિને છેડયું, એ તો હકીકત છે. આ હકીકતનો જે ખુલાસો તે જ નાનાભાઈના આત્માનું ઝળહળતું તેજ મને જણાય છે. એમણે એકવાર પિતાના અતિપ્રિય આનંદાશ્રમની છાયા જેટલી સરળતાથી છોડી તેટલી જ સરળતાથી પિતાને હાથે વાવેલ અને ઉગાડેલ દક્ષિણામૂર્તિને ભાવનગર સ્થિત વડલાને છોડ્યો; અને તે પણ તે સંસ્થામાંથી કશું જ લીધા સિવાય. આ કાંઈ જેવોતે ફેરફાર ન ગણાય. એ ફેરફારના મુખ્ય કારણ લેખે મને તેમનામાં રહેલી નૈતિક શુદ્ધિ, ચારિત્રનિષ્ઠા અને સ્વીકારેલ ધરણને અંદર તથા બહારથી શુદ્ધિપૂર્વક વળગી રહેવાની ચીવટ, એ લાગે છે. જ્યારે એમણે જોયું હશે કે દક્ષિણામૂર્તિની પેઢી તે જાહોજલાલી ભોગવે છે, પણ અંદર અમુક શિથિલતા કે સડે દાખલ થયાં છે, ત્યારે જ તેમને આત્મા કકળી ઉઠ્યો હશે. ખરી આધ્યાત્મિકતા આવે વખતે જ દેખા દે છે. તેમણે ભાવનગર દક્ષિણામૂર્તિનું કલેવર છેડ્યું, પણ તેને આત્મા તે તેમની પોતાની સાથે જ હતું. ગાંધીજી અમદાવાદથી વર્ષો જઈ બેઠા તે સત્યાગ્રહનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org