SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ] દર્શન અને ચિંતન નાનાભાઈએ જે ઉગારે કાઢેલા, તેમ જ કેટલાક ચમત્કાર પ્રસંગે તેમાં ઢગ જણાતાં તેની સામે થવાની જે મક્કમતા દાખવેલી, એ બધું તેમની ભાત ઉપર પ્રકાશ નાખે છે (વાં પ્રકરણ બીજું). એ બધું જેટલું રેચક છે, તેથીય વધારે બધપ્રદ છે. નાનાભાઈનાં મહાભારતનાં તેમ જ રામાયણનાં પાત્રો નાનામોટા વાચકવર્ગમાં આદર પામ્યાં છે, તે જાણીતું છે. તેમનું લેકભાગવત અને લેકભારત પણ તેટલાં જ લેકાદર પામ્યાં છે. આ ફાલનાં બીજે તેમના પછેગામની પેડલીના સહવાસમાંથી વવાયાં છે, અને અંજારિયા માસ્તરે લગાડેલ સંસ્કૃતના શેખથી તેમ જ તેના વિશિષ્ટ અધ્યયનથી તે પાંગર્યા છે. વામમાગી અને ભવ્ય એવા અશ્રુતસ્વામીના સમાધિમરણના દર્શનને લીધે નાની ઉંમરમાં જે ધર્મવલણ બંધાયું તેણે નાનાભાઈના આખા જીવનમાં સક્રિય કામ કર્યું લાગે છે. નાનાભાઈમાં મૃતગ શરૂ તો થયે છે છેક બાલ્યકાળથી, પણ હાઈસ્કૂલના ઉપરના વર્ગોમાં તેની કળા ખીલતી દેખાય છે, તે કરતાં પણ તેને વધારે પ્રકર્ષ તો કોલેજકાળ દરમિયાન સધાય છે. આર્થિક સંકડામણ, કૌટુમ્બિક જવાબદારીઓ અને મુંબઈની મોહકતાઃ એ બધાં વચ્ચે જે સાદગી, જે જાતમહેનત અને જે કાળજીથી એમણે અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યની સાધના કરી છે અને તંગીમાં પણ જે ઉચ્ચ કક્ષાનાં સરચિ અને બોધવર્ધક નાટકે જોવામાં રસ કેળવ્યો છે, તે એનો પુરાવો છે. આ તે અભ્યાસકાળના સૂતયોગની વાત થઈપણ તેમણે કાર્યકાળ અને અધ્યાપનકાળમાં જે અનેક રીતે શ્રતોગની સાધના કરી છે તે તેમનાં લખાણમાં, બેલચાલમાં અને પ્રત્યેક વ્યવહારમાં બારીકીથી જોનારને તરત જણાઈ આવે તેમ છે. ' નાનાભાઈનું કાઠું જ શીલથી સહજ રીતે ઘડાયું હોય તેમ લાગે છે. છેક નાની ઉંમરમાં કરેલ ઘડિયાળની ચોરીને વગરસંકેચે કબૂલવી અને કડવું વેણ ન કહેતાં કટોકટી પ્રસંગે જાતે ખમી ખાવું એ શીલધર્મને પાય છે. આર્થિક તંગી વખતે અને કુટુંબી જનોના દબાણ વચ્ચે પણ જ્યારે સાચાં પ્રલેભનેને જતાં કરવાને વારે આવે છે ત્યારે નાનાભાઈ ત્રિકમબાપાના અસંગ્રહવ્રતને જાણે નવું રૂપ ન આપતા હોય તેમ વર્તે છે. કર્તવ્ય પ્રત્યેની મકકમતા અને આંતરનિરીક્ષણની પ્રધાનતા એ “ઘડતર અને ચણતર 'ના પપદે નજરે પડે છે. પિતાના અતિશ્રદ્ધેય ગુરુવર્ય શ્રીમન નથુરામશર્માને તેમની ઈચ્છા મુજબ મુખ્ય આસન ન દેવાને પિતાને સમયોચિત નિર્ધાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy