________________
સમુહલ્લાસ
[૮૦૭ જ્યારે ભીમદેવ પ્રભાસપાટણને ઉદ્ધાર કરે છે લગભગ તે જ અરસામાં તેને મંત્રી વિમળશાહ આબુકુંભારિયામાં મંદિરે બધાવે છે. પથ્થર અને આરસપહાણની શિલ્પકૃતિઓ શરૂ થાય છે. કૃષ્ણ જેવા લેકોત્તર પુરુષને પ્રભાસપાટણમાં થયેલો કરુણાંત દિલ્હીમાં ગાંધીજીના કિસ્સાની અને જેરૂસલેમમાં ક્રાઈસ્ટના કિસ્સાની યાદ આપે છે. મહમ્મદ પૈગંબરે દરેક ધર્મ અને તીર્થને આદર આપવા ફરમાવ્યું છે. પિતે તે આખી જિંદગી એ રીતે વર્તી છે, પણ આરબ કબીલાઓની વારસાગત ડંખવૃત્તિ ધર્મની બાબતમાં ચાલુ રહી અને પછીને ઇસ્લામ જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાં પગબરના ફરમાનથી ઊલટું જ કર્યું. એની છાપ સેમિનાથ ઉપર છે. હિંદુ-માનસ આમ તો તત્વચિંતનમાં દીર્ધદષ્ટિ ધરાવે છે, પણ વ્યવહારમાં સમર્થ સામે ટકવા જેટલું સંગઠન તેણે ન સાધ્યું તે ન જ સાધ્યું. નહિ તે છેલ્લાં વર્ષોમાં નવાબનું શું ગજું ? જેને તેથીય વધારે નબળા. કેઈ બીજો રક્ષે તે સ્ત્રી પેઠે રક્ષાય, નહિ તે હણાય! સોમનાથની પેઠે માંગરોળમાં પણ એક બહુ મોટી અને ભવ્ય મસ્જિદ છે, જે જૈન મંદિરનું રૂપાન્તર છે. જૈન-અજૈન હજુ પૂર્ણ એકરસ નથી થતા. શ્રી. મુનશીજીએ જૂના અવશે નિર્મૂળ કર્યો એ પણ એક કાળની ગતિ !
મીનાક્ષીમંદિરવાળા લેખમાં દક્ષિણ, ઉત્તર, પૂર્વ અને પશ્ચિમનાં તીર્થોની તુલના છે, જે એ તીર્થોની વિવિધતાનો ખ્યાલ પૂરો પાડે છે. શિવ અને પાર્વતીનું મહત્વ, આલિખિત પુરાણકથાઓ, નાનાવિધ કેતરકામ, જળાશય, દીપમાળ, ગર્ભમંદિરની સંકડાશ, વહેમ, ભક્તિ, પ્રાંગણમાં ભરાતાં બજારે, રંગબેરંગી પિશાકવાળો નારીવર્ગ વગેરે મદુરાના મીનાક્ષી મંદિરની જેમ અન્ય તીર્થોમાં પણ દેખાય છે. બેરેબુદુર (ઈન્ડોનેશિયા) વગેરેનાં મંદિરો અને શિલ્પ એ દક્ષિણ જેવાં જ વિશાળ છે. કદાચ ઉત્તરમાં વિદેશી આક્રમણને લીધે મંદિરે મોટાં ન રચાયાં હોય. જેમ બ્રાહ્મ જેવા સમાજે હિંદુ સમાજમાંથી મૂર્તિ ફેંકાવી ન શક્યા તેમ સ્થાનકવાસી આદિ સમાજે જૈન સમાજમાંથી પણ કરી ન શક્યા. મૂર્તિ એ નેત્રગમ્ય પણ રમ્ય અને ધ્યાન ખેંચે તેવી વસ્તુ છે. મીનાક્ષી મંદિરના વિવિધ પાસાંવાળા દર્શને લેખમાં જે ઉઠાવદાર આકાર ધારણ કર્યો છે તે લેખકની સ્મૃતિ અને એકાગ્રતાનો સંવાદી નમૂને છે.
આ ત્રિસ્તની મીનાક્ષીવાળા લેખમાં લેખકે મીનાક્ષીના ત્રીજા સ્તનની અને મહાદેવના ત્રીજા નેત્રની પૌરાણિક આખ્યાયિકા આપીને પિતે ત્રીજા સ્તન અને ત્રીજા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org