________________
૨૦૮]
દન અને ચિંતન
નથી લાગતું, ઊલટું ધન્યતા અનુભવું છું. એમ ધારીને કે હું જાણી જોઇને લાભ, લાલચ, ખાણ કે અનુસરણને વશ થઈ અવિદ્યા કે અસત્યને રસ્તે ન ગયા એ કાંઈ નાના સૂના લાભ છે ?
મારી જીવનદૃષ્ટિ ઘડવામાં અને સત્યશોધનની રુચિ તીવ્ર બનાવવામાં શાસ્ત્રીય વ્યાસંગ ઉપરાંત બીજા પણ કેટલાંક ખળાએ કામ કર્યું છે. એ અળેા એટલે સંતમહાત્માને સીધા સમાગમ. જ્યારથી ગાંધીજી હિન્દુસ્તાનમાં આવી સ્થિર થયા ત્યારથી જ તેમને મળવામાં, તેમની સાથે ચર્ચા કરવામાં અને બને ત્યારે થાડે! પણ તેમને સહવાસ કરવામાં મને પૂરો રસ હતા. તેને લીધે ધણા પૂર્વગ્રહેા બદલાયા અને ધણા પૂર્વગ્રહો વધારે સંશોધિત થયા. ધ્યેય મશરુવાલાના જાતસમાગમ અને પ્રત્યક્ષ ચર્ચા તેમ જ તેમનાં લખાણોના વાચને પણ વિચારનું નવું પ્રસ્થાન પૂરુ પાડ્યુ. પૂજ્ય નાથજી જેવા સમર્થ યેાગાભ્યાસી સાથેની પ્રત્યક્ષ વાતચીત અને ચર્ચાઓએ પણ ભ્રમનાં ઘણાં જાળાં તાડ્યાં. આ રીતે શાસ્ત્રીય વાચન, ચિંતન, સત્યજિજ્ઞાસાની નિષ્ઠામાં પરિણમ્યું. અલબત્ત, મારે કબૂલ કરવુ જોઈ એ કે મારી આ નિષ્ઠા હજી અનુભવમાં ઊતરી નથી. માત્ર વિચાર અને નિય પૂરતી જ છે. અને તેથી તે પરાક્ષ છે એમ જ કહી શકાય. પણ જ્યારે હું જોઉં છું કે સત્યસંશોધનની પરાક્ષ નિષ્ઠા પણ. માણસના મનને કેટલું અજવાળે છે અને તેને કેટલું બળ અર્પે છે, ત્યારે અધકારāતનું મારું વિશ્વ જુદું રૂપ ધારણ કરે છે.
ઘણાં વર્ષો પહેલેથી મારા નિકટના ગંભીર વિદ્યાના મને હમેશાં એમ જ કહેતા આવ્યા છે કે તમે જૈન શાસ્ત્રના અનુવાદ, વિવેચન અને સપાદને પાછળ શા માટે પડયા છે ? છેવટે તેા જૈન સમાજ ખાખેાચિયા જેટલે, તેમાંય સમજનાર અને કદરદાન કેટલેા ? વળી તેએ એમ પણ કહેતા રહ્યા છે કે જો તમે વૈદિક પરંપરાનાં વિવિધ દનાના અને ઔદું દર્શનના જિજ્ઞાસુભાવે પ્રામાણિક અભ્યાસ કર્યાં છે તેા એ દર્શના વિષે મુખ્યપણે કામ કેમ નથી કરતા ? એક તા એનું ક્ષેત્ર વિશાળ અને ખીજું તમારા શ્રમ પણ વધારે સાક અને. મિત્રોની એ વાત તદ્દન સાચી છે એમ હું પહેલેથી જ જાણું છું. વૈદિક દર્શન અને બૌદ્ધ દન વિષે હું શાસ્ત્રીયકામ કરુ તે કાર્ય પ્રદેશ વિસ્તારવા ઉપરાંત યશકીતિ અને અર્થલાભ પણ વધવાના એ વિષે મને કદી સંદેહ ન હતા અને હજી પણ નથી; છતાં મને હમેશાં એમ જ થયા કર્યું છે કે હું જે પરંપરામાં જન્મ્યો છું તેમાં કામ કરવાની મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org