________________
સુવર્ણ ચંદ્રક સમારભ પ્રસગે
[ ૨૭૦
એક પ્રમુખ સંપ્રદાય–બૌદ્ધધર્મ વિષે કાંઈ વિશેષ જાણેલું નહિ, જેને અવસર આગળ જતાં આવ્યે અને તે વખતે મે બૌદ્ધ પરંપરાની સ્થવિરમાગ અને મહાયાન અને શાખાઓનાં શાસ્ત્રોને સમજવા અને તેના મતે પકડવા ઠીક ઠીક મહેનત કરી. મારી ઇતિહાસ અને તુલનાની દૃષ્ટિ અમુક અશે વિકસતી જતી હતી, પણ તેને વધારે વેગ તા ત્યારે જ મળ્યા કે, જ્યારે હું માત્ર અધ્યાપન અને વાચનના મારા પ્રિય કામ સાથે સાથે લેખનનું કામ કરવા લાગ્યો. લખવું તે પ્રમાણભૂત જ લખવું અને ખને ત્યાં લગી પ્રાચીન વારસામાં કાંઈક નવા કાળે આપવા એવી ઉગ્ર વૃત્તિમાંથી તિહાસ અને તુલનાદષ્ટિને વધારે વેગ મળ્યો. એ વેગમાંથી વધારે ને વધારે નિર્ભયતા અને તટસ્થતા પણ આવતી ગઈ. હવે જૈન પરંપરા અને તેની શાસ્ત્રીય કે વ્યાવહારિક દરેક બાજી વિષે હુ યથાશક્તિ નવેસર વિચારતા થયા અને દરેક ફાંટા વિષેના મારા પહેલાંના સંસ્કારો નવું રૂપાંતર પામવા લાગ્યા, તેમ જ વધારે સચોટ અને સ્પષ્ટ પણ થતા ગયા. આવાં રૂપાંતરની પ્રક્રિયામાં માનસિક મર્યાદાઓ ઉપરાંત સામાજિક અને સાંપ્રદાયિક ઘણી મર્યાદા આડે આવતી. જે વસ્તુ આગળ જતાં સાવ સહેલી લાગી, તે જ સામાજિક અને સાંપ્રદાયિક ખાણા કે ભયસ્થાનાને લીધે શરૂઆતમાં અહુ અધરી લાગેલી. મને છેવટે અનુભવ થયેા કે મૃતક જેવા ફેંકી દેવાને લાયક સંસ્કાર પણ છૂટતાં કેટલી શક્તિનો ભાગ લે છે? હું ઘણીવાર પાછો પડયો છું, પણ વિચાર કરતાં છેવટે જે સત્ય દેખાય તેને સ્વીકારવામાં ખુલ્લો એકરાર કરવામાં કદી હાર્યો હા એમ યાદ નથી. એનું કારણ વિચારતાં મને એમ લાગે છે કે અણુીને પ્રસંગે ગમે તેવી લાગવગ, ગમે તેવી પ્રતિષ્ઠા કે ગમે તેવા લાભ જતા કરવાનું જે માનસિક સાહસ પ્રગટટ્યુ તેણે જ ભારે મદદ કરી. મે' કેટલાય પહેલાંના શિષ્યા અને મિત્રો ગુમાવ્યા છે, કેટલાય ધનિકાની સહાનુભૂતિ ગુમાવી છે, એટલું જ નહિ પણ કેટલાયની ખફ્રામરજી અને કેટલાયના વિરાધ પણ વાર્યાં છે, પણ તે હસતે મોઢે—મને એમાં લેશ પણ દુઃખ થયું નથી. આવે વખતે મારા પોતાના જ એ અનુભવ મદદગાર થયેા કે માણસ નવા નવા પ્રકાશમાં ન વિચરે અને નવી નવી પ્રાપ્ત સામગ્રીને આધારે નિર્ભયપણે વિચાર ન કરે તે કેવુ જડ થઈ જાય છે, કેવું દુરાગ્રહી થઈ જાય છે અને તે કરવા છતાં સત્યથી કેવું પરાંગમુખ બની ગતિ કરે છે ! ઊંડી વનાર કેટલાય સાધુ, સાધ્વી અને આચાર્યો સુદ્ધાંની કારણે જતી કરી છે. પણ એમાં મેં કશું ગુમાવ્યું હોય એમ
Jain Education International
For Private & Personal Use Only
એનુ માનસ સત્યની વાત મમતા ધરામેં એ જ
આજે પણ
www.jainelibrary.org