________________
મારા જીવનમાં “પ્રકાશ” નું સ્થાન
[૨] જન્મસ્થાન અને પાલકષિક માતપિતા ભિન્ન હોવા છતાં પ્રકાશ પત્ર અને હું ઉંમરની દૃષ્ટિએ નાના–મોટા ભાંડરુ જેવા છીએ, છતાં એની સાથે મારે પ્રાથમિક પરિચય તે મોટી ઉંમરે જ થયો. વિશેષાંકમાં લખવા ઘણું વિષય મ્હ છતાં અત્યારે પ્રસ્તુત વિષય જ સહેતુક પસંદ કર્યો છે. વર્ષો થયાં શ્રી જૈન ધર્મ પ્રકાશ મેં વાંચ્યું નથી. આજે એને જૂને કે ન એકે અંક મારી પાસે નથી. જ્યારે વાંચેલું ત્યારે પણ સતત એમ તો નહિ જ. અચાનક આવી ગયું અને બીજું કામ તે વખતે ન હોય તે એ જઈ જવાનું, પરંતુ સૌથી પહેલાં એ પત્ર સાંભળવાને જ્યારે પ્રસંગ આવ્યો તે વખતની મારી સ્થિતિ અજબ હતી. ચક્ષુના સ્થૂલ પ્રકાશયુગમાં તે મેં છાપાં જેવી વસ્તુ જાણેલી જ નહીં. એ યુગ છોડી સ્કૂલ અંધકારયુગમાં દુઃખપૂર્વક દાખલ થયા પછી બેએક વર્ષે પ્રકાશનું નામ કાને પડ્યું. પ્રકાશ એટલે મૂર્તિપૂજક અને તેમાંયે તપાગચ્છનું મુખ્ય પત્ર. એને પ્રવેશ સ્થાનક વાસી ગામમાં તે સંભવિત જ ન હતું, પણ જાણે મારા ભાગ્યબળે જ (અન્યના ભાગ્યની તે ખબર નથી) એ નાનકડાશા વિદ્યા-સંસ્કારવિહીન ગામડામાં એક મૂર્તિપૂજક ભાઈ વસતા હતા. એને લીધે અને ખાસ કરીને વિહારના માર્ગનું સ્થાન હોવાને લીધે અવારનવાર સંવેગી સાધુ આવતા. કઈ એક સંવેગી સાધુએ એ ભાઈને ગળે પ્રકાશપત્ર વળગાડ્યું અને કેટલાક પ્રસારક સભાનાં ભાષાંતર તેમ જ કથાપુસ્તકે પરાણે ખરીદાવ્યાં. એ ગ્રાહક થનાર મારા મિત્ર અને પ્રકાશમાંથી અવારનવાર લેખે સંભળાવતા. હું અતિ રસ અને એકાગ્રતાપૂર્વક એ સાંભળતો.
માતાપિતા, કુટુંબ અને સમાજના વારસાગત ધર્મસંસ્કાર સ્થાનકવાસી હતા. રાત-દિવસના સતત સ્થાનકવાસી સાધુ-સાધ્વીને શ્રદ્ધાપૂર્ણ પરિચય એ સંસ્કારોમાં જિજ્ઞાસાના બીજનું આરોપણ કર્યું હતું, પણ સાથે સાથે
* આ લેખમાં પંડિતજીએ “પ્રકાશ” એટલે ભાવનગરથી પ્રગટતા “જૈન ધર્મ પ્રકાશ” અંગે લખ્યું હોવા છતાં એમાં એમની પોતાની પણ અમુક હકીકત આવતી હોવાથી એને આ વિભાગમાં સ્થાન આપ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org