________________
૨૩૪]
ર્દેશન અને ચિ'તન
પુસ્તકા જોઈ તેા કાઢવાં જ. એમની એ જાગૃક જ્ઞાનપૂજા જોઈ મને ઈર્ષ્યા થતી. એ બધી ઉતારેલ પ્રશસ્તિઓને ઉપભાગ તે વાચકે તેએશ્રી તરફથી. પ્રસિદ્ધ થનાર પુસ્તકમાં કરશે જ એટલે આગળ ચાલવું ઠીક છે જ.
અંબાજીઃ–પાલનપુરથી ખરેડી પહેોંચ્યા અને ત્યાંથી ખીજે દિવસે કુંભારિયાની દિશા લીધી. કુંભારિયા જનારે અંબાજી જવું જ જોઈ એ. એ અંબાજીથી લગભગ એક માઈલ દૂર છે. અંબાજી ગુજરાતનું જાણીતું હિંદુ તી છે, પણ ત્યાં કંઈ જેને! એછા નથી આવતા ? અંબિકા ૨૨મા તીર્થં કર શ્રી નેમનાથની અધિષ્ઠાયિકા દેવી છે. એ પારવાડાની કુલદેવી છે. અત્યારે અંબિકાનું મદિર, ત્યાંનેા વહીવટ, ત્યાંની પૂજા આદિ બધી પ્રક્રિયા દાંતા સ્ટેટના અધિકારમાં અને બ્રાહ્મણેાના કબજામાં છે. અબાજી ખરેડીથી ૧૨ માઈલ દૂર છે અને દાંતા સ્ટેટની પહાડી હદમાં આવેલુ છે. ત્યાં જતાં શરૂઆતમાં શિરેાહી સ્ટેટની હદ આવે છે. અને પછી દાંતાની. રસ્તે વિષમ નથી. ગાડાનું સાધન છતાં અમે બધા લગભગ પાવિહારને જ આનંદ લેતા ત્યાં પહોંચ્યા. અંબિકા કે કુંભારિયા જનારને રસ્તાની કે વાહનની મુશ્કેલી નથી, પણ ખરું', અને ભયંકર ત્રાસ સ્ટેટના દ્વાપા (મૂંડકાવેરા) ને જ છે. તીર્થોની તીવ્ર શ્રદ્ધા હાય, શીલ્પના અજબ નમૂનાઓ જોવાની ઉત્કટ ઇચ્છા હોય, ખિસ્સુ ઠાલું ન હોય અને મનુષ્ય જાતિને પડતા ત્રાસ સહી લેવાની જેટલી ઉદારતા કેળવી હોય કે તે ત્રાસને ત્રાસ ન ગણવા જેટલું અજ્ઞાન હોય તે જ એ તીર્થાંમાં જઈ યાત્રા સુખરૂપ માણી શકે. આ જ હાડમારીને કારણે અતિસુંદર તેમ જ દેલવાડા જેવા કલામય ભવ્ય જૈન મદિરા હોવા છતાં કુંભારિયામાં જનાર જૈનયાત્રીઓ બહુ જ ઓછા હોય છે. ખાસ કુંભારિયાની યાત્રાએ નીકળનાર તેા વીરલ જ હોય છે. કેટલાક અંબાજીની બાધા રાખનાર જૈને અબાજી આવે છે તે કુંભારિયા પણ જાય છે. જ્યાં સુધી આરોગ્ય, સંતતિ અને વૈભવની પ્રાપ્તિના આધાર. અબાજી છે’ એવી શ્રદ્ધા ધરાવનાર સ્થાનકવાસી કે મૂર્તિપૂજક જૈનેા રહેરો ત્યાં સુધી સ્ટેટની છે તે કરતાં પણ વધારે હાડમારી થયા છતાં એ કુંભારિયા તીમાં જનાર થાડા પણ જેને! નીકળવાના જ.
'
દાંતારાજ્યની વ્યવસ્થા :-ભાડા કરતાં પણ વધારે વાહન ઉપરા લાગે, આખુ કરતાં પણ વધારે મૂંડકાવે અને જગેાએ જગાએ ચાકી વેરાને ત્રાસ એ બધું દુઃખ ત્યાં જનાર દરેક યાત્રી સહે છે, પણ તે સામે હજી સુધી કાઈ એ લખ્યું હોય કે માથુ ઊંચકયું હોય એમ હું નથી જાણતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org