________________
૮૦૨].
દર્શન અને ચિંતન નિશ્ચય સર્વે જ્ઞાનીને, આવી અત્ર સમાય;
ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિ માંય. ૧૧૮ દરેક ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓ “આત્મસિદ્ધિને ઉદાર દાષ્ટથી તેમ જ તુલનાદૃષ્ટિથી સમજશે તો એમને એમાં ધર્મનો મર્મ અવશ્ય જડી આવશે. ખરી રીતે પ્રસ્તુત ગ્રંથ ધર્મ અને તત્વજ્ઞાનના અભ્યાસક્રમમાં સ્થાન પામે તેવો છે. ફક્ત એને સમજનાર અને સમજાવનારને વેગ આવશ્યક છે. - શ્રી. મુકુલભાઈ એમ. એ. ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના અધ્યાપક છે. પ્રસ્તુત ગ્રંથ તૈયાર કરવાની એમની ઈચ્છા જાણું ત્યારે મેં એને વધાવી લીધી. એમણે આ ગ્રંથ વિવેચન સહિત મને સંભળાવ્યો. એ સાંભળતાં જ ભારે પ્રથમને આદર અનેકગણો વધી ગયો અને પરિણામે કાંઈક લખવાની સ્કુરણ પણ થઈ. હું કોઈ અધ્યાત્માનુભવી નથી. તેમ છતાં મારે શાસ્ત્રરસ તો છે જ. માત્ર એ રસથી અને બને ત્યાં લગી તટસ્થતાથી પ્રેરાઈ મેં કાંઈક ટૂંકું છતાં ધાર્યા કરતાં વિસ્તૃત લખ્યું છે. જો એ ઉપયોગી નહિ નીવડે તેય આ શ્રમ મારી દષ્ટિએ વ્યર્થ નથી. આ તક આપવા બદલ હું શ્રી. મુકુલભાઈને આભાર માનું છું. કુળે જૈન નહિ છતાં શ્રીમદ રાજચંદ્રનાં લખાણોને વાંચી, સમજી તૈયાર થવા અને “આત્મસિદ્ધિ'નું સંસ્કરણ તૈયાર કરવા માટે તેમને આભાર માનવો જોઈએ.*
* શ્રીમદ રાજચંદ્રના આત્મસિદ્ધિશાસ્ત્ર' (ગૂજરાત વિદ્યાપીઠ)નું પુરવચન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org