________________
શ્રીમદ રાજચંદ્રની આત્મનિષદ
[ ૮૦૧
રૂપે જે બંધ–સંસાર કે સુખ-દુ:ખની ઘટમાળ અને પુનર્જન્મના ચક્રનું નિરૂપણ કરે છે, તે વસ્તુને ન્યાય-વૈશેષિકસમ્મત પરિભાષામાં ન્યાયાચાય અક્ષપાદે પણ સ્પષ્ટ રીતે આલેખી છે. તે પેાતાના સૂત્રમાં સક્ષેપથી કહે છે કે મિથ્યાદર્શન-અજ્ઞાનથી દોષ–રાગ-દ્વેષ જન્મે છે અને રાગ-દ્વેષથી માનસિકવાચિકકાયિક વ્યાપાર (જૈન પરિભાષા પ્રમાણે ‘યોગ’) ચાલે છે જેને લીધે પુનર્જન્મ ને સુખ-દુઃખનું ચક્ર પ્રવર્તે છે, જે જૈન પરિભાષા પ્રમાણે બંધ' કાર્ટિમાં પડે છે. સાંખ્યયોગ ન એ જ વસ્તુ પોતાની પરિભાષામાં મૂકતાં કહે છે કે અવિવેકથી, અજ્ઞાન યા મિથ્યાદર્શનથી રાગ-દ્વેષાદિ ક્લેશ દ્વારા દુઃખ અને પુનર્જન્મની પર’પરા પ્રવર્તે છે. વેદાન્તન પણ એ જ વસ્તુ અવિદ્યા અને માયાથી કે અધ્યાસથી વર્ણવે છે. બૌદ્ધ દર્શનમાં જે અવિદ્યા, સંસ્કાર આદિ ખાર કડીઓની શૃંખલા છે, જે પ્રતીત્યસમુપત્પાદને નામે જાણીતી છે, તે જૈન દર્શન સમ્મત આસવ, અન્ધ અને ન્યાય-વૈશેષિકસમ્મત મિથ્યાદર્શન, દોષ આદિ પાંચ કડીઓની શૃંખલા અને સાંખ્યયોગસમ્મત અવિવેક અને સંસાર એને જ વિશેષે વિસ્તાર છે.
જૈન દર્શન પ્રમાણે જે સવર મેાક્ષના ઉપાય તરીકે વર્ણવેલ છે અને તેના ફળરૂપે જે મોક્ષ તત્ત્વનું નિરૂપણ છે તેને જ ન્યાય-વૈશેષિક અનુક્રમે સમ્યગ્દાન -તત્ત્વજ્ઞાન અને અપવને નામે વર્ણવે છે, સાંખ્ય—યાગ વિવેક–ભેદજ્ઞાન અને મોક્ષના નામે વર્ણવે છે; જ્યારે બૌદ્ઘ દર્શન નિર્વાણુગામિની પ્રતિપદામાને નામે અને નિર્વાણને નામે વર્ણવે છે. બૌદ્ધ દાનમાં અન્ય દનાની પેઠે આત્મા, ચેતન, બ્રહ્મ કે પુરુષ નામથી આત્મસ્વરૂપનું જોઈ એ તેટલું વર્ણન નથી, એટલે ધૃણા લેાકા એને અનાત્મવાદી માની બેસે છે, પણ એ ભૂલ છે. અનાત્મવાદી હોય તે પુનર્જન્મ કે પરલોક ન માને; જ્યારે ખુદ્દે પુનર્જન્મ અને તેનાં કારણ તેમ જ કની નિવૃત્તિ અને નિર્વાણ ઉપર ખાસ ભાર આપી ચાર આય સત્યાને પોતાની આગવી શેાધ બતાવી છેઃ (૧) દુઃખ, (૨) એનું કારણ તૃષ્ણા, (૩) નિર્વાણુ, અને (૪) એને ઉપાય આય` અષ્ટાંગિક માગ. એ જ ચાર આ સત્ય જૈન પરિભાષામાં અંધ, આસવ, મોક્ષ અને સવર છે, જ્યારે ન્યાય-વૈશેષિક પરિભાષામાં સંસાર, અજ્ઞાન, અપવર્ગ અને તત્ત્વજ્ઞાન છે, તેમ જ સાંખ્ય-યોગ પરિભાષામાં સંસાર, અવિવેક, મેાક્ષ અને વિવેક છે. આ રીતે તુલના કરતાં બધાં જ બ્રાહ્મણશ્રમણ ના મુખ્ય વસ્તુમાં એકમત થઈ જતાં હાવાથી શ્રીમદ રાજ્ય કે કહ્યું છે કે...
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org