________________
૧૯૦]
દર્શન અને ચિંતન તત્વ એને એ મજલની કેઈક ક્ષણે ધક્કો મારે છે અને કહે છે કે તું નવું જાણ પણ માત્ર નવું જ નહિ પણ તે નવું સત્ય હોવું જોઈએ. તે પ્રેય નહિ પણ શ્રેય હોવું જોઈએ. જિજ્ઞાસાના આ અંતર્મુખ ધકકાથી માણસ હવે પિતાની દિશા બદલે છે. પહેલાં તે નવું જાણવાની ધૂનમાં યાત્રા કર્યો જતે, હવે એને નવું જાણવાની સાથે સત્ય અને શ્રેય શું છે એ જાણવાની ધૂન પ્રગટે છે. અને અહીંથી જ એની પહેલી મજલ પૂરી થઈ બીજી મજલ શરૂ થાય છે.
બીજી મજલમાં માણસ મુખ્યપણે ઈદ્રિયના બાહ્ય વ્યાપાર દ્વારા જ્ઞાન મેળવવાને બદલે આંતરિક ઈદ્રિય મન દ્વારા પ્રથમ મેળવેલ જ્ઞાનનું અને નવા મેળવાતા જ્ઞાનનું સંશોધન શરૂ કરે છે. પહેલી મજલમાં સંચિત થયેલ જ્ઞાનભંડોળ કે તેના સંસ્કારનું અંતનિરીક્ષણ દ્વારા પૃથક્કરણ કરી તેમાં સાર શું છે; અસાર શું છે તેને વિવેક કરે છે. મંગળયાત્રાની આ બીજી મજલ છે. પહેલી મજલ એટલી બધી શ્રમસાધ્ય નથી જેટલી બીજી છે. એટલે સ્વાભાવિક રીતે જ બીજી મજલમાં પ્રવેશ કરનાર અને તેમાં આગળ વધનાર ઓછો જ માણસ મળી આવે. પણ જેઓ બીજી મજલમાં દાખલ થયા નથી હોતા તેને પણ વહેલા કે મેડા ઈચ્છીએ કે અનિચ્છાએ એ ભણું ધકેલાવું જ પડે છે. તે વિના કોઈને સંતોષ થતો જ નથી.
બીજી મજલ માણસને ઓછું કે વતું સત્ય તારવી આપે છે. એ સત્યનું ભાન જ પછી તેને તેની મંગળયાત્રામાં મુખ્ય પાથેય બને છે. એ પાથેયને બળે હવે તે આગળ ને આગળ કૂચ કરવા ઉજમાળ બને છે. એનામાં વીલાસનું એક–ખાળી ન શકાય–એવું ભેજું પ્રગટે છે, જે તેને મંગળયાત્રાની છેલ્લી મજલમાં પ્રવેશ કરાવે છે. આ છેલ્લી મજલ એટલે જે સત્ય અને શ્રેય જણાયું તેને જીવનમાં વણી નાખવું. એવી રીતે કે જીવન અને સત્ય એ બે હવે જુદાં ન રહે. જીવન છે તો તે સત્ય જ હોવું જોઈએ. નિર્દોષ અને નિષ્કલંક જ હોવું જોઈએ. સત્ય છે તો તે જીવનબાહ્ય રહી જ ન શકે. એ બેનું દૈત વિરમે ત્યાં જ મંગળયાત્રાની છેલ્લી મજલનું છેલ્લું વિશ્રામસ્થાન.
જીવનસાધનાના વિકાસક્રમને જ મંગળયાત્રા કહેવામાં આવી છે. એની ઉપર સૂચવેલ ત્રણ મજલને અનુક્રમે શ્રુતમથી, ચિંતામયી અને પ્રજ્ઞામયી ભાવના તરીકે બૌદ્ધ વિદ્વાનોએ ઓળખાવેલ છે, જ્યારે ઉપનિષદના ઋષિઓએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org