________________
મંગળયાત્રા
[૧]
જીવન પોતે જ યાત્રામય છે. માણસ કે બીજું પ્રાણી જીવે છે તે સાથે એની જીવનયાત્રા સંકળાયેલી જ છે. એ એક અથવા બીજી રીતે પ્રગતિ, અને અપ્રગતિના ચક્રમાં ફેરા ફર્યા જ કરે છે. એવા ફેરાઓને આપણે જાણતા પણ હોઈએ છીએ. ઘણીવાર જાણવા છતાં જાણે અજાણ્યા હોઈએ તે રીતે પણ વતીએ છીએ. એવા અજ્ઞાનથી ઉગરવા અને કાંઈક જાણતા હોઈએ તે તેથી વધારે ઊંડું, વધારે સ્પષ્ટ અને વધારે સ્થાયી જાણવાની દૃષ્ટિએ ધર્મજીવી પુરુષોએ મંગળયાત્રા વિષેને પોતાને અનુભવ આપણુ સમક્ષ રજૂ કર્યો છે. તે યાત્રા કઈ અને કેવી એ જાણુએ તે. પજુસણના દિવસો કાંઈક સાર્થક બને.
મંગળયાત્રાનું પહેલું લક્ષણ એ છે કે જે પરિમિતમાંથી અપરિમિત ભણી લઈ જાય, જે લધુતામાંથી મહત્તા સજે, જે અલ્પને ભૂમા (મોટો) બનાવે. બીજું લક્ષણ એ છે કે તે યોગ્ય રીતે જ ઉપર ઉપરના પગથિયે ચડાવે, જેથી એના યાત્રિકને પડવા વારો કે પીછેહઠ કરવા વારો ન આવે. ત્રીજું અને મહત્ત્વનું ખાસ લક્ષણ એ છે કે એ તેના યાત્રિકમાં કદી પણ વિષાદ, કંટાળો કે થાક આવવા ન દે.
મનુષ્યમાં કોઈ પણ સૌની નજરે તરે તેવું જીવિત તત્વ હોય તે તે તેની જિજ્ઞાસાવૃત્તિ છે. જાણવું, કાંઈક જાણવું, નવું નવું જાણવું, ગમે તે રીતે પણ જાણવું ને જાણવું જ, એ માણસની અદમ્ય વૃત્તિ છે. એ વૃત્તિ તેની મંગળયાત્રાને મૂળ પાયે છે. જિજ્ઞાસાને જે રે જ માણસ જુદી જુદી ઈદ્રિયથી જ્ઞાન મેળવે છે. જ્યાં ઈદ્રિની ગતિ ન હોય એવા વિષયોને કે એવી બાબતોને વિશ્વાસપાત્ર મનાતાં શાસ્ત્રોમાંથી સાંભળી જ્ઞાન મેળવે છે. આ ભૂમિકા મંગળયાત્રાની પહેલી મજલ છે. આ મજલ બહુ જ લાંબી છે. તેમાં માણસ નજીકની, દૂરના, કામના, કામવિનાના, સ્થળ, સુક્ષ્મ એવા અનેક વિષયોનું જ્ઞાનભંડળ સંચિત કરતો જાય છે. એ સંચયથી એનો આત્મા પ્રફુલ્લ થાય છે, ભર્યોભર્યો બને છે. પણ માણસનું મૌલિક જિજ્ઞાસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org