________________
બાબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણો
[૨૫] તા. ૨૪–૧–૫૬ ને રેજ થયેલ આગરાનિવાસી બાબુ દયાલચંદજી જોહરીના સ્વર્ગવાસની નેંધ સહદય શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈએ “જૈન”ના ગયા અંકમાં લીધી છે. તેમણે બહુ જ ટૂંકમાં બાબુજીની વિશિષ્ટતાને સંકેત કર્યો છે. શ્રી. રતિભાઈ આગરામાં રહેલા તે દરમિયાન બાબુજી સાથે, તેમનો પરિચય સધાયેલે એટલે તેમનું કથન ટૂંકું છતાં અનુભવમૂલક છે.. હું મારા તેમની સાથેના લાંબા પરિચયની પણ એ જ વાત કહી શકું, પણ અત્રે બાબુજીનાં કેટલાંક સંસ્મરણો જરા વિગતથી નોંધું છું. તે બે દૃષ્ટિએ ઃ એક તો તે સંસ્મરણો મધુર અને બાધક છે અને બીજું ચડતી–ઉતરતી. જીવનકળામાં પુરુષાથીં વ્યક્તિ પોતાનું કાર્યસાતત્ય કેવી રીતે જાળવી.
બાબુજીને પરિચય લગભગ પચાસ વર્ષ ચાલ્યો. એની શરૂઆત અણધારી રીતે થઈ સં. ૧૯૬૪ના બળબળતા ઉનાળામાં હું અને મારા. મિત્ર વ્રજલાલજી કાશીથી આગરા આવી ચડ્યા. ફતેપુરસીક્રીને રસ્તે આગરા શહેરથી બે–એક માઈલ દૂર ઓસવાલનો બગીચે છે. કહેવાય છે કે શ્રી. હીરવિજયસૂરિ અકબરને મળવા ગયા ત્યારે એ જગ્યા ભેટમાં અપાયેલી.. એ બગીચામાં મંદિર છે અને બીજા મકાનો છે. સ્વર્ગવાસી સમિત્ર કપૂરવિજ્યજી મહારાજ ત્યાં બિરાજતા. અમે બન્ને મિત્રો મહારાજજીને મળવા ગયા અને ત્યાં જ બાબુજીનો ભેટો થયો. તેમણે પિતે હાથે રાંધેલ ખીચડીથી અમારું આતિથ્ય કર્યું અને અમારા વગર કશે પણ કાંઈક અમારી મૂંઝવણ સમજી લઈ આપમેળે અમને પૂછયું કે તમે શું ઇચ્છો છે અને ક્યાં જવા ધારો છો ઇત્યાદિ. આ પ્રશ્નમાંથી અમારે તેમની સાથે સંબંધ બંધાય અને અમે ચિરમિત્ર તથા ચિરસાથી બની ગયા. એ મિત્રતા કયા પાયા ઉપર બંધાઈ અને ક્યા કામમાં કે ઉદ્દેશમાં અમે સાથી બન્યા એ બહુ ટૂંકમાં જણવું તેમાં જ બાબુજીનાં સંસ્મરણો આવી જાય છે, અને તે તેમના વ્યક્તિત્વને ઓળખાવવા પૂરતાં થઈ પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org