SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ એક બીજા મિસ્ત્રી [૧૫૭. વાડાનાં પ્રસિદ્ધ મંદિર બનાવનાર કારીગરોની “અનુપમાદેવી એ સવારે શીરે ખવડાવવાની અને તાપણી તપાવવાની સેવા ઈતિહાસમાં વાંચેલી. ઉક્ત શેઠને ત્યાં આ મિસ્ત્રીની એવી જ સેવા નજરે જોઈ છે. મિસ્ત્રીની આટલી વૃદ્ધ ઉંમરે જે કાર્યતત્પરતા છે તે અચ પમાડે. તેવી છે. રાતના બાર બાર વાગ્યા સુધી અને ઘણી વાર તે જ્યારે ઊંધ. ઊડે ત્યારે નકશા જ ચીતરતા હોય. આગળ કરવાના નમૂનાઓ વિચારી. કાગળ ઉપર ગોઠવતા હોય. સવારે શેઠને બતાવે અને મન મળે કે વળી આખો દિવસ એ યરામાં પિતાના જીવનસાથી કીમતી એજ સાથે કારીગરીને વેગ સાધવા મંડી જાય. મેં ઘણી વાર જોયું કે એ કામની ઝંખનામાં મિસ્ત્રી દૂધ અને ભજન સુદ્ધાને વખત ભૂલી જાય. તેઓનું મંદિર લગભગ પૂરું થવા આવ્યું છે. બધી કુશળતા એમાં જ રેડવાને મિસ્ત્રીને ઈરાદે મેં ઘણીવાર તેઓને મેઢેથી સાંભળ્યો છે, પણ એ વ્યવહારકુશળ શેઠ ઘણીવાર કહે છે કે બહુ જ ઊંડાણમાં ઊતરવા જતાં રખે આ છેલ્લી કૃતિ જેવું મંદિર મિસ્ત્રીના વૃદ્ધત્વને લીધે અધૂરું રહી જાય. મિસ્ત્રી મને કહેતા કે કઈ શીખતું જ નથી, નહીં તે જે ઈચ્છે તેને શીખવાડું છું. જે આવે છે તે ચેડા દિવસમાં જ ધીરજ છોડી ચાલત થાય છે. ખરેખર આવી કારીગરી શીખવા ઈચ્છનારમાં સ્થિરતા અને સેવાપરાયણતા હેવાં જ જોઈએ, નહિ તે આ યોગ સાધી શકાય નહીં. મિસ્ત્રીની કારીગરીના ફોટાઓ લેવા જોઈએ અને પ્રસ્થાનના પાઠકને ભેટ ધરવા જોઈએ. એ કામ હજી બાકી જ છે. મિસ્ત્રીની અનેક નાની-મોટી. કૃતિઓ જે જે મંદિરમાં, રાજમહેલમાં અને ગૃહસ્થોને ત્યાં રહી હશે તે જોવાલાયક છે. જે માણસ આ કલાને ખરે શેખી હેય તે એકતરફી પોથાંની માથાફોડમાંથી મુક્તિ મેળવી આવા મિસ્ત્રીની ઉપાસના કરે તે હજીયે ખરી પ્રાચીન વસ્તુ સાચવી શકાય તેમ છે. અત્યારે જામસાહેબ અને અન્ય રાજાએ બહુમૂલ્ય નમૂનાઓથી જ પિતાનાં ભવનો શણગારે છે. પોતાના દેશનો જૂન, કીમતી અને સસ્ત વારસ આમ નષ્ટ થાય છે એ જાગૃત કલા-- ભક્તોને માટે દુઃખદ બીના છે. –પ્રસ્થાન, ફાગણ ૧૯૮૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy