________________
૧૫૦]
દર્શન અને ચિંતન પણ છે. તેથી એને ઉલ્લેખ જરા વિગતે કરું છું. આની પાછળ દષ્ટિ એ છે કે કોન્ફરન્સના અત્યારના નવીન કાર્યકર્તાઓ અને હવે પછી આવનાર પેઢીના કાર્યકર્તાઓ કોન્ફરન્સની પ્રવૃત્તિના એક અને મારી દૃષ્ટિએ મહત્ત્વના અંગથી પરિચિત રહે અને તે દિશામાં પ્રાપ્ત થતાં કર્તવ્યોને બરાબર સમજે. વળી કોન્ફરન્સની એ પ્રવૃત્તિનું બીજ ગમે ત્યારે વવાયું પણ અત્યારે એનાં જે પરિણામો આવ્યાં છે અને ઉત્તરોત્તર વિકસતાં દેખાય છે તેને બધા સમજદાર સમજી લે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈનચેર સ્થાપવાના વિચારનું બીજ તો ૧૯૧૯ ની કલકત્તા કોંગ્રેસની બેઠક વખતે રેપાયેલું, પણ ફણગા ફૂટવાનો સમય ૧૯૩૦ પછી આવ્યું. શ્રી મોહનભાઈએ અમદા-- વાદમાં એક વાર મને પૂછયું, કે “તમે આ બાબત તટસ્થ કેમ છો ?” કહ્યું : કોન્ફરન્સના મંત્રીઓ અને કાર્યકર્તાઓ બહુ ભલા છે. પં. માલવિયજી જેવાના. પ્રભાવમાં તણાઈ અમુક વચન આપી દે છે, પણ કાશીની સ્થિતિ તેઓ નથી જાણતા. મોહનભાઈને આગ્રહથી મેં કહ્યું કે ભલે પૈસા મોકલાવી દે, પણ આ શરતો સાથે સૂવો. એમણે એ શરત ખેંધી અને મુંબઈ જઈ બનારસ સાથે પત્રવ્યવહાર કર્યો. શરતો લગભગ સ્વીકારાઈ. હવે જૈન અધ્યાપક નિયત કરવાને પ્રશ્ન હતો. એક ભાઈને ત્યાં મોકલ્યા, પણ ચેરનું તંત્ર ડામાડોળ થઈ ગયું. હું પોતે ગુજરાત વિદ્યાપીઠ છોડી અથવા કહો કે ગુજરાત છોડી બહાર જવા પ્રથમથી જ તૈયાર ન હતો, પણ કટોકટી આવતાં ૧૯૩૩ના. જુલાઈમાં હું કાશી ગયો. કાશી જવા માટે હું તૈયાર થયે તેની પાછળ બળ હતું કોન્ફરન્સનું અને કોન્ફરન્સ એટલે મારી દૃષ્ટિએ તે વખતે સજીવ કાર્યકર્તા બે મેહનભાઈ એક દેસાઈ અને બીજા ઝવેરી. એમણે મારા માટે બધી વધારાની સગવડ કરી આપવાનું આપમેળે બીડું ઝડપ્યું. કાશીનું તંત્ર તે તરત ગોઠવાયું, પણ તેનાં દૂરગામી સુપરિણામ એ આવ્યાં છે તેનું યથાવત મૂલ્યાંકન કરનાર અહીં કોણ છે તે હું નથી જાણતો.
આની લાંબી કથાને અત્યારે સમય નથી, પણ સંક્ષેપમાં નેંધ લેવી. અસ્થાને નથી. છેલ્લાં ૨૩ વર્ષમાં કાશીમાં જે અધ્યયન-અધ્યાપન, લેખન, સંશોધન અને પ્રકાશનની પ્રવૃત્તિ થઈ છે તે જૈન-ચેરને આભારી છે. એને લીધે ભણનાર તો કેટલાક આવ્યા અને ગયા પણ તેમાંથી કેટલાકની ગ્યતા અને પદવી ગણનાપાત્ર છે. કેટલાક જૈન દર્શનના આચાર્ય થયા તે કેટલાક સાથે સાથે એમ. એ. અને પી.એચ.ડી. પણું. એમાંથી પાંચેક તે ફેસરના ઉચ્ચ પદ ઉપર પ્રતિષ્ઠિત છે. કાશી જૈન-ચેરની ભાવનાએ કેટલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org