________________
કેટલાક સંસ્મરણે
[૧૪૩ પાડે. અને જુદે જુદે ખાસ નિમિત્તે ગમે તેટલી વાર પ્રસાદ લેવાને પ્રસંગ આવે તો તેનો ઈન્કાર ન કરે. હું ઘણીવાર પરિહાસમાં કહેતો કે, “મેહનભાઈ! તમે પાચનતરાય કર્મને પશમ ઉપાર્જિત કર્યો છે... ત્યારે તેઓ કહેતા કે, “તમારે એ ક્ષયે પશમ નથી એ દુઃખની વાત છે.” છેલ્લો પ્રસંગ
સન ૧૯૪૪ના જાન્યુઆરીમાં હું કાશીથી મુંબઈ આવ્યું ત્યાર બાદ એકવાર મોહનભાઈ મળવા આવ્યા. તેમણે વાતચીતમાં કહ્યું કે, “જૈન ગૂર્જર
વો-ત્રીનો માગ” તદ્દન તૈયાર છે. ભારે એની અતિવિસ્તૃત પ્રસ્તાવના લખવી છે' ઇત્યાદિ. મેં કહ્યું, “તમારી રુચિ, શક્તિ, અને પ્રવૃત્તિ જોતાં મને લાગે છે કે હવે તો તમારે નિવૃત્ત થઈ તમારા પ્રિય કામ પાછળ જ
વન વ્યતીત કરવું ઘટે.” તેમણે જવાબમાં કહ્યું કે, “મારી ઇચ્છા પણ એવી જ છે. હું એ જ દૃષ્ટિથી કેટલીક કૌટુંબિક ગોઠવણ એવી કરવા વિચારું છું કે મુંબઈનું ખરચાળપણું ઓછું થાય. કોઈ સંસ્થા પાસેથી કાંઈ લીધા સિવાય આજલગી કર્યું છે તેમ કામ કરું અને છેલ્લા જીવનને શાન ઉપયોગ કરી લઉં.” આવી ભાવના સેવનાર એ કમગીની સ્થિતિ જ્યારે સન ૧૯૪૪ ના પજુસણ પ્રસંગે અમે જોઈ ત્યારે અમને બધાને એમના જીવન વિષે ઊંડી ચિંતા વ્યાપી. ઉપસંહાર
શ્રીયુત મેહનભાઈની પ્રવૃત્તિ વિવિધ હતી. છતાં જૈન છે. કેન્ફરન્સના અને મહાવીર જૈન વિદ્યાલય–એ બે સંસ્થાઓ સાથે એમનું તાદાયે સૌથી વધારે હતું. એના વિકાસમાં તે વધારે ને વધારે રસ લેતા. કોન્ફરન્સના સંચાલકોએ મેહનભાઈની સેવાનું ઘટતું સન્માન કરવા તેમની યાદગાર માટે એક ફંડ ઊભું કર્યું છે, જેમાં તત્કાલ જ કેટલીક રકમ એકઠી થઈ ગઈ છે. પણ એ સંચાલકેએ અને મોહનભાઈના બીજા મિત્રોએ તેમ જ પરિચિતોએ એ ફંડ વધારવા વિશેષ વ્યવસ્થિતપણે વરિત પ્રયત્ન કરે ઘટે છે. સારું સરખું ફંડ મેળવી મેહનભાઈના સ્મારક તરીકે કોન્ફરન્સ કાંઈ પણ એક આવશ્યક અને ઉપયોગી એવી સાહિત્ય પ્રકાશન-સંપાદનની પ્રવૃત્તિ શરૂ કરે તો તે બધી રીતે વ્યાજબી ગણાય. આપણે ઈચ્છીએ કે કૉન્ફરન્સના મંત્રીઓ અને બીજા સદ્ભાવશીલ ગૃહસ્થ આ વસ્તુ તરત ધ્યાનમાં લે.
–પ્રબુદ્ધ જન ૧૫, ફેબ્રુઆરી ૧૯૪૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org