________________
સામાં વૃદ્ધ પણ થી જુવાન
[૧૮] શરીર ઘરડું થવા લાગે ત્યારે પણ મન નબળું ન પડે, વિચારે, નિર્ણયો અને આદર્શમાં જરાય મેળાશ ન આવે એવા વૃદ્ધ યુવકે વિરલ હોય છે. શ્રી મણિભાઈ એવા એક વિરલ યુવક હતા એની પ્રતીતિ તેમના દરેક પરિચિતને હશે એમ હું સમજું છું. જુદાં જુદાં સ્થાનોના જૈન યુવક સંઘના સભ્યોને હું જાણું છું ત્યાં લગી એમ નિઃશંક કહી શકું છું કે એ સભ્યોમાં શ્રી મણિભાઈ જેટલે વૃદ્ધ અને તેમના જેવો યુવક મેં નથી જોયો. યુવકસંઘના તરણ સભ્યોમાં પણ કટોકટીને પ્રસંગે માનસિક ઘડપણું જોયું છે, જ્યારે મણિભાઈમાં તેથી ઊલટું અનુભવ્યું છે. જેમ મુશ્કેલી વધારે તેમને તેમની જુવાની વધારે દીપી નીકળે. અમદાવાદ અને બીજા સ્થાનના જન યુવકસંઘે નામશેષ થયા અગર ઘરડા થયા ત્યારે પણ મુંબઈને એ સંધ જુવાની સેવે છે એમાં શ્રી મણિભાઈને હાથ મુખ્ય છે એમ હું સમજું છું. એમણે પિતાની કુનેહ, આદર્શની ઉચ્ચતા અને સહજ માયાળુતા વગેરે ગુણોથી અનેક તરુણોને યુવકસંઘ પ્રત્યે આકર્ષા, કેટલાકને હમેશ માટે તેની સાથે સંકળાવા લલચાવ્યા એથી જ આપણે મુંબઈ જૈન યુવકસંઘને અને તેની વિવિધ પ્રવૃત્તિઓને નિત્યનૂતન રૂપમાં જોઈએ છીએ.
કાશી કે આગ્રાથી (બરાબર યાદ નથી) હું વઢવાણ કેમ્પ ગયેલ. કેટલાક મિત્રો મણિભાઈને ત્યાં જમનાર હતા. મને પણ લઈ ગયા. હું મણિભાઈને જાણતો જ નહિ. પ્રથમ પરિચયે એટલી છાપ પડી કે આ મળવા જેવા છે. ત્યારબાદ તો દસ-પંદર વર્ષ ગયાં હશે. જ્યારે ૧૯૩૦ની હિલચાલ વખતે પજુસણ વ્યાખ્યાનમાળાએ અમદાવાદમાં જાહેર રૂપ લીધું
ત્યારે તેના કાંઈક પડઘા મુંબઈમાં પડ્યા. એને ઝીલનાર જે બે વ્યક્તિઓ મુખ્ય હતી, તેમાં શ્રી મણિભાઈ પ્રધાન અને બીજા અમીચંદ ખીમચંદ.
| મુંબઈમાં વ્યાખ્યાનમાળાની શરૂઆત થઈ અને મારો પરિચય શ્રી મણિભાઈ સાથે વધતો ચાલે. એમ તો કદાચ તેઓ મહાવીર વિદ્યાલય આદિ સ્થળે મળ્યા હશે પણ મારું સ્પષ્ટ મરણ વ્યાખ્યાનમાળાથી શરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org