________________
૧૨૮].
દર્શન અને ચિંતન * અમે જ્યારે તેમને ઘેર ગયા ત્યારે તેમણે જે સત્કાર કર્યો એ પણ સૌરાષ્ટ્રને અનુરૂપ જ હતો. તેમના ઘેર અને તેમની સાથે રહેવાનો મારે માટે એ પહેલે જ પ્રસંગ. શ્રી. નથમલજીના વાચન અને દૃષ્ટિકોણથી તે. તેઓ એટલા બધા મુગ્ધ થયા કે તેમને ગમે તે રીતે વિદ્યાલયમાં લાવવા તેઓ અભિમુખ બન્યા. અને જ્યારે નથમલજીએ આવવાની અશક્તિ દર્શાવી ત્યારે જ ન્યાયાચાર્ય પં. મહેન્દ્રકુમારને તેમણે નીમ્યા.
હું પણ નિવૃત્ત થઈ પ્રથમ મુંબઈ ભારતીય વિદ્યાભવનમાં આચાર્યશ્રી જિનવિજયજી સાથે રહેતો હતો. શ્રી મોતીભાઈએ ભારપૂર્વક મને કહ્યું કે વિદ્યાલય પ્રતિમાસ બારસે જેટલા રૂપિયા તે ખર્ચી જ શકશે. એટલે તમે તમારી ધારણા મુજબની એક યોજના તૈયાર કરે, જેને હું કમિટી સમક્ષ મૂકું. મેં એવી યોજના તૈયાર કરી ને તેમણે મારી હાજરીમાં જ કમિટી સમક્ષ મંજૂર કરાવી. ઘણું ખરું આ બધા પ્રસંગોએ હું શ્રીયુત. પરમાનંદભાઈને મળતા, તેમની સલાહ લે. મારી પહેલેથી જ એ દઢ પ્રતીતિ ચાલી આવે છે કે-શ્રી પરમાનંદભાઈનું દૃષ્ટિબિંદુ જેટલું ચેપ્યું અને વિશાળ છે તેટલું મુંબઈમાંના બીજા જેનું ભાગ્યે જ હશે.
એ યોજના મંજૂર થઈ ત્યારે પણ શ્રી મોતીભાઈએ તે મને એ જ કહ્યું કે-હવે તમે વિદ્યાભવનમાં નહીં પણ વિદ્યાલયમાં રહો. મારો જવાબ હમેશને એ જ રહ્યો છે કે હું દૂર રહ્યાં જે કરીશ તે ઠીક હશે. મને આવવા જેવું લાગશે ત્યારે વગરકહ્યું પણ હું વિદ્યાલયમાં બેસીશ. અસ્તુ. એ
જના મંજૂર તે થઈ પણ એક અથવા બાજે કારણે એને અમલમાં લાવવાનું કામ રહી જ ગયું છે. હું નથી જાણતા કે અત્યારે વિદ્યાલયમાં રસ ધરાવનાર અને શ્રી મોતીભાઈના દૃષ્ટિબિંદુને બરાબર સમજનાર તેમ જ તેને સ્થિર કરવા ઇચ્છનાર કોઈ હવે એ યોજના અથવા એવી બીજી કોઈ યોજનાને સક્રિય કરવા વિચારતો હશે કે નહીં. પણ એટલું તો ઈચ્છું અને કહી શકું છું કે શ્રી મોતીભાઈની વિદ્યાલય પ્રત્યેની નિષ્ઠા, અને ધર્મ– સાહિત્યની પ્રીતિને કાયમ કરવા તેમ જ જન સમાજનું ધાર્મિક દૃષ્ટિબિંદુ ઉન્નત કરવા માટે આવી સંસ્થા દ્વારા એવું કામ જરૂરી છે.
શ્રી. મોતીભાઈનાં વ્યાખ્યાને જુદે જુદે પ્રસંગે થોડાંક સાંભળેલાં–ખાસ કરી પર્યુષણ વ્યાખ્યાનમાળા વખતે તો તેમનું નિયત વ્યાખ્યાન સાંભળવા મળતું. તેઓનું વ્યાખ્યાન સાવ સાદું રહેતું; એમાં વાગ્મિત્વની છાપ ન રહેતી. પણ એમનાં માહિતી પૂર્ણ કટલાંક લખાણોને લીધે મારા મન ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org