________________
આવો ને આટલે આધાત કેમ ?
[૧૬] શ્રીયુત પરમાનંદભાઈને પત્રથી ડો. મેઘાણના દુઃખદ અવસાનની જાણ થતાં જ મન ઉપર આઘાત થયો. ઠીક ઠીક વખત પસાર થયા છતાંય એ આઘાત મેળો ન પડ્યો. મન બીજા કામમાં પરોવ્યું તોય એની પાછળ વિષાદની ઊંડી રેખા એવી અંકિત થયેલી લાગી કે તે કેમેય કરી મોળી પડતી ન દેખાઈ. હું વિચારમાં પડ્યો કે ડો. મેઘાણી નથી અંગત સંબંધી કે નથી તેમની સાથે કેઈનિકટનો સ્વાર્થ–સંબંધ અને છતાં આટલે. વિષાદ અને આઘાત કેમ થાય છે?
સ્વાભાવિક રીતે જ ચિંતનશીલ મન કારણની શોધ તરફ વળ્યું. પહેલાં તે એમ થયું કે આવા આઘાતનું કારણે જે રીતે ડોકટરનું મૃત્યુ થયું છે તે રીત છે. ગુંડાગીરીના કૃત્ય સિવાય માંદગી કે તેવા બીજા સહજ કારણથી મૃત્યુ જેમ સહુનું આવે છે તેમ આ મૃત્યુ પણ થયું હોત તો આવો આઘાત ન થાત. લેહીની નદીઓ વહેવા છતાં બીજા કેટલાક દેશે
જ્યારે હજી સ્વતંત્રતાની પ્રાપ્તિથી ઘણે દૂર છે ત્યારે ગાંધીજીના અહિંસક પુરુષાર્થને પરિણામે આ દેશમાં ઊગી રહેલ સ્વાતંત્ર્યના પ્રભાતને ગુંડાગીરી અંધકારમાં ફેરવવા મથી રહી છે—એ જ ભાવના ગુંડાગીરી પ્રત્યેના અણ-- ગમામાં સમાયેલી હતી–એમ મેં જોયું; પણ તરત જ એ વિચાર આવ્યો કે, જે ગુંડાગીરી જ પ્રબળ વિષાદનું કારણ હોય તે અત્યાર લગીમાં મેઘાણની જેમ કેટલાંય સ્ત્રીપુરુષ ગુંડાગીરીના ભોગ બનેલા છે અને બનતા જાય છે. તેના રાજ-બ-રોજના સામાન્ય સમાચારથી મન આજની પેઠે ઊંડે આઘાત કેમ નથી અનુભવતું? મનમાં એ પણ પ્રશ્ન થયો કે, કલકત્તા, ને આખલી, બિહાર અને ગઢમુકતેશ્વરની ગુંડાગીરીનાં નગ્ન નૃત્ય નજરે જઈ આવનાર વિશ્વાસી નેહીઓએ કરેલું વર્ણન જ્યારે સાંભળ્યું ત્યારે પણ અહિંસક પુરુષાર્થના પરિણામના વિઘાતક લેખે એ ગુંડાગીરી પ્રત્યે અણગમો તો આવેલો અને છતાં આજને અણગમો, તે અણગમા કરતાં વધારે તીવ્ર કેમ છે? મન આ પ્રશ્નનો ઉત્તર સાધવા મથતું હતું તેમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org