________________
૧૮૮]
દર્શન અને ચિંતન ઉપદેશછાયા”(૬૪૩) ના મથાળા નીચેના સંગ્રહમાં શ્રીમદના આત્મામાં હંમેશાં રમી રહેલાં, વિવિધ વિષયનાં ચિંતનની છાયા છે, જે જેન જિજ્ઞાસુ વાતે ખાસ રુચિષક છે. ઉપસંહાર
બંગાળી, મરાઠી, હિન્દી, અને ગુજરાતી આદિ પ્રાંતિક ભાષાઓ, જેમાં ગૃહસ્થ કે ત્યાગી જૈન વિદ્વાન અને વિચારક વર્ગની લેખનપ્રવૃત્તિ થાય છે અને વિશેષ સંભવે છે, તેમાંથી પ્રસિદ્ધ જૈન આચાર્ય આત્મારામજીની હિન્દી કૃતિઓને બાદ કરતાં એકે ભાષામાં વીસમી શતાબ્દીમાં લખાયેલું એક પણ પુસ્તક મેં એવું નથી જોયું કે જેને “શ્રીમદ્રાજચંદ્રનાં લખાણ સાથે ગંભીરતા, મધ્યસ્થતા અને મૌલિક્તાની દષ્ટિએ અંશથી પણ સરખાવી શકાય. તેથી આધુનિક સમગ્ર જૈન સાહિત્યની દૃષ્ટિએ, વિશેષે કરી જૈન તત્વજ્ઞાન અને ચારિત્ર વિષયક ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ, શ્રીમદનાં લખાણેનું ભારે મૂલ્ય છે. છેલ્લા ત્રણચાર દશકા થયાં જૈન સમાજમાં નવીન પ્રજાને નવીન કેળવણી સાથે ધાર્મિક અને તત્વજ્ઞાન સંબંધી જેન શિક્ષણ આપી શકે એવાં પુસ્તકોની ચેમેરથી અનવરત માગણું થતી જોવામાં આવે છે. અનેક સંસ્થાઓએ પિતપતાની શક્યતા પ્રમાણે આવી માગણીને પહોંચી વળવા કાંઈને કાંઈ પ્રયત્ન સેવ્યા છે, તેમ જ નાનાંમોટાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે. પણ જ્યારે નિષ્પક્ષભાવે એ બધાં વિશે વિચાર કરું છું, ત્યારે મને સ્પષ્ટ લાગે છે કે એ બધા પ્રયત્ન અને લગભગ એ બધું સાહિત્ય શ્રીમદનાં લખાણ સામે બાલિશ અને કૃત્રિમ જેવું છે. એમનાં લખાણોમાંથી જ અક્ષરેઅક્ષર અમુક ભાગે તારવી, અધિકારીની યોગ્યતા અને વય પ્રમાણે, પાઠયક્રમ ઘડી કાઢવામાં આવે કે જેમાં કોઈ પણ જાતના ખર્ચ, પરિશ્રમ આદિને બેજ નથી, તે ધાર્મિક સાહિત્ય વિશેની જન સમાજની માગણીને આજે પણ એમનાં લખાણથી બીજા કોઈ પણ પુસ્તક કરતાં વધારે સારી રીતે સંતોષી શકાય એમ છે. એમાં કુમારથી માંડી પ્રૌઢ ઉંમર સુધીના અને પ્રાથમિક અભ્યાસીથી માંડી ઊંડા ચિંતક સુધીના જિજ્ઞાસુ માટેની સામગ્રી મજબૂદ છે. અલબત્ત, એ સામગ્રીને સદુપયોગ કરવા વાસ્તે અસંકુચિત અને ગુણગ્રાહક માનસ ચક્ષુ જોઈએ.
- શ્રીમદની સમગ્ર ઉમર કરતાં વધારે વખત અભ્યાસમાં ગાળનાર, શ્રીમદનાં ભ્રમણ અને પરિચયક્ષેત્ર કરતાં વધારે વિસ્તૃત ક્ષેત્રમાં રખડનાર, અને વિવિધ વિષયના અનેક વિદ્યાગુરુઓને ચરણે સાદર બેસનાર મારા જે અલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org