________________
૮૬ ]
દર્શન અને ચિંતન ગાંધીજીને લખેલા બીજા પત્રમાં (૮૨) વિજ્ઞાન, તેની શક્યતા અને તેનાં સાધનોનું સ્પષ્ટ ચિત્ર છે. - ત્રીજા પત્રમાં (૬૪૭) આર્ય વિચાર–આચાર, આર્ય–અનાર્ય ક્ષેત્ર ભક્ષ્યાભઢ્ય વિવેક, વર્ણાશ્રમધર્મની અગત્યતા, નાતજાત આદિના ભેદ અને ખાનપાનના પારસ્પરિક વ્યવહાર આદિ વિશે ખુલાસો કરે છે. આજે પણું ગાંધીજીના વિકસિત અને વ્યાપક જીવનક્રમમાં જાણે શ્રીમદના એ ખુલાસાના સંસ્કાર હોય એમ ભાસે છે. - આ ત્રણે પત્રો દરેકે વાંચવા લાયક છે. એની વિશેષતા એ કારણથી છે કે બીજા કોઈને લખે તે કરતાં ગાંધીજીને જુદી જ જાતનું લખવાનું હોય છે
–અધિકારીના પ્રશ્ન પ્રમાણે જવાબ.ગાંધીજી સિવાયના કોઈ પ્રત્યેના પત્રવ્યવહારમાં આપણે વ્યવહારુ ચર્ચા ભાગ્યે જ જોઈએ છીએ. એમાં લેક, પર્યાય,. કેવલજ્ઞાન, સમ્યક્ત્વ ઈત્યાદિની ચર્ચા હોય છે; જ્યારે ગાંધીજી વ્યવહાર પ્રશ્નો ધાર્મિક દષ્ટિએ કરે છે, અને આજે આપણે જોઈએ છીએ કે ગાંધીજીએ કેટલા વ્યવહારુ પ્રશ્નોને નિકાલ ધર્મદષ્ટિએ કર્યો છે! સામાન્ય જૈન વર્ગ અને અન્ય વર્ગ અનધિકાર-પ્રશ્નો જ કરે છે, એ હંમેશને અનુભવ શ્રીમદને પૂછનારાને એના પ્રશ્નોમાં પણ સાચું ઠરે છે. ગાંધીજી અત્યાર લગી અપવાદ છે. જ્ઞાતિભોજન, જ્ઞાતિ બહાર ભોજન, ભક્ષ્યાભઢ્યવિચાર, એમાં જ ક્યાં સુધી સ્ટ ઈત્યાદિ પ્રશ્નો ગાંધીજીની વકીલદષ્ટિ તેમ જ પરદેશમાં આવી પડેલી પરિસ્થતિને આભારી છે. જેના પ્રશ્નો મહાવીરના સમયમાં થતા પ્રશ્નો જેવા જ લગભગ છે. એમ દેખાય છે કે જેનોના માનસની પરિસ્થિતિ લગભગ એ જ ચાલી આવે છે. ' અંક પ૩૮વાળો પત્ર કઈ જૈન જિજ્ઞાસુના પ્રશ્નના ઉત્તરમાં છે, જે જૈન તત્વજ્ઞાનના અભ્યાસીને રસ પિષે એવો છે. એમાં નિયત સ્થાનથી જ તે તે ઈન્દ્રિયાનુભવ કેમ થાય છે અને ઈન્દ્રિયે અમુક જ પરિસ્થિતિમાં કામ કેમ કરે છે, તેને ખુલાસે ખૂબ સ્પષ્ટતાથી આવે છે—જેવો કે સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક આદિમાં છે.
અંક ૬૩૩વાળો પત્ર, જેમાં આશ્રમક્રમે વર્તવું કે ગમે ત્યારે ત્યાગ કરવો એ પ્રશ્ન છણ્ય છે અને જેને કાંઈક નિર્દેશ મેં પ્રથમ કર્યો છે, તે પત્ર પણ એક ગંભીર વિચાર પૂરો પાડતો હેવાથી ખાસ ધ્યાન ખેંચે છે.
વિશિષ્ટ કૃતિના ત્રીજા વિભાગમાં અંક ૭૦–૮વાળું લખાણ પ્રથમ લઈએ. એ કદાચ સ્વચિંતનજન્ય નોંધ હોય. પગ ઉપર દવા કરવી કે નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org