________________
૭૦]
દશન અને ચિંતન કૌશાંબીઝને નેતરવા કે તેમની પાસે બેસવું એટલે ટૂચકા, ઈતિહાસ, વિજ્ઞાન, તત્વજ્ઞાન, રાજકારણ, સામાજિક જીવન વગેરે જ્ઞાનગંગાની અનેક ધારાઓ વચ્ચે સ્નાન કરવું; તેથી અનેક મિત્રો તેમને નોતરતા, અનેક તેમની પાસે ચર્ચા અર્થે જતા અને તેમનાથી સાવ જુદું દૃષ્ટિબિન્દુ ધરાવનાર પણ તેમની સાથેના વાર્તાલાપ માટે લલચા. કૌશાંબીજી જેટલા ઉગ્ર પ્રકૃતિ તેટલા જ સ્પષ્ટભાષી. એમને કાંઈ છુપાવવાનું ન હતું. ગમે તેવી વિધી અને સમર્થ વ્યક્તિને પણ પિતાની વાત ચોખા શબ્દોમાં સંભળાવતા. લેકમાન્ય તિલકે ગીતા-રહસ્યમાં ધમ્મપદના એક પદ્યને અર્થ અન્યથા કરેલે. કૌશાંબીજીએ તેમને પૂરી રીતે ઠીક ઠીક પકડ્યા અને ભૂલ કબૂલ કરાવી. ત્રિપિટકાચાર્ય તરીકે પ્રસિદ્ધ શ્રી રાદૂલજીએ ધમ્મપદને અનુવાદ કર્યો છે, જેમાં એમની મૌલિક ભૂલ રહી ગઈ છે. કૌશાંબીજીએ એમને એકવાર આડે હાથે લીધા અને રાહૂલજી તેમને નમી પડ્યા તથા પિતાની ભૂલ પણ કબૂલ કરી. લખાણ, ઉચ્ચારણ, વાચન, પ્રફ આદિ કોઈ પણ બાબતમાં પોતે સહેજ પણ ભૂલ ચલાવી ન લે. કોઈ એવી ભૂલ કરે તે તેને જરાય ન સાંખી લેતાં ચોખે ચોખ્ખું કહી દે એટલી એમની ચોકસાઈ. મહૂમ ગાયકવાડ મહારાજા સયાજીરાવ કૌશાંબીજના અનન્ય ભક્ત. પણ એવા ચકાર, સમર્થ અને સહાયક રાજવી સુદ્ધાને કૌશાંબીજી તેમની ભૂલે કે કુટેવો વિષે ખખડાવી નાખતા. શ્રીમંત સયાજીરાવ અને તેમનાં પત્ની ચીમનાબાઈ સાથેના અનેક કટુ-મધુર સ્મરણ તેઓ મને ઠેઠ સુધી પ્રસંગે પ્રસંગે સંભળાવતા. તે ઉપરથી હું તેમની નિર્ભયતા, સત્યવાદિતા અને નિઃસ્પૃહતા પારખી જતો.
કાકા કાલેલકર તેમના અંગત મિત્ર અને સજાતીય. કાકા પોતે જ કૌશાંબીજીને પુરાતત્વમંદિરમાં લાવેલા અને સેવાગ્રામમાં તેમને જ હાથે કૌશાંબીજનો અગ્નિસંસ્કાર છે. કાકા બહારગામથી આવ્યા અને કૌશાંબીજીએ મૌનપણે જોયા કે તરત જ ગેડી વારમાં પ્રાણ છોડ્યો. આટલી નિકટતા છતાં એક પ્રસંગે કૌશાંબીજી કાકા સુદ્ધાને નારાજ કરતાં ખંચકાયા. ન હતા. કૌશાંબીજી મને કહેતા કે “અમેરિકામાં યંગ ઈન્ડિયા વાંચતો ત્યારે મને ઘણીવાર આંસુ આવી જતાં. ગાંધીજીના અહિંસા તેમ જ વિશ્વ-- પ્રેમના વિચારે નવા રૂપમાં વાંચી મને થતું કે આ એક અહંત છે. એ જ બુદ્ધિએ મને અમેરિકા છોડાવ્યું અને અમદાવાદમાં લાવી મૂક્યો.” કૌશાંબીજીની ગાંધીજી પ્રત્યે ઠેઠસુધી કેવી અનન્ય શ્રદ્ધા હતી તે આપણે ટૂંકમાં આગળ ઉપવાસ પ્રસંગે જોઈશું. આમ છતાં ઘણી બાબતોમાં કૌશાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org